bin sachivalay exam: બિન સચિવાલય પરીક્ષા ફરી વિવાદમાં, પરીક્ષા ન આપનાર ને મોકલી ચોરી અંગે નોટિસ
સરકારી નોકરીની પરીક્ષાઓમાં વારંવાર થતા છબરડાથી પ્રકાશમાં આવેલ ગૌણ સેવા પસંદગી મંડળ (gaun seva pasandgi mandal) ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. મંડળની મોટી ભૂલ સામે આવી છે. સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામના અને હાલ બોટાદ એસટી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા અપૂર્વ પટેલે બિન સચિવાલયની પરીક્ષા (binsachivalay exam) આપી નહિ હોવા છતાં તેમને ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ખાતે પરીક્ષામાં ચોરી કરતા દેખાવ છો તો ખુલાસો કરવા મેઈલ દ્વારા માંગવામાં આવ્યો છે. એસટી કંડક્ટર અપૂર્વ પટેલે બિન સચિવાલયનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, પરંતુ તેમનો કોલ લેટર ડાઉનલોડ કર્યો ન હતો અને પરીક્ષા પણ આપી નહોતી. છતાં ગૌણ સેવા પસંદગી દ્વારા મેઈલ કરી હાજર રહેવા જાણ કરી હતી.
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :સરકારી નોકરીની પરીક્ષાઓમાં વારંવાર થતા છબરડાથી પ્રકાશમાં આવેલ ગૌણ સેવા પસંદગી મંડળ (gaun seva pasandgi mandal) ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. મંડળની મોટી ભૂલ સામે આવી છે. સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામના અને હાલ બોટાદ એસટી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા અપૂર્વ પટેલે બિન સચિવાલયની પરીક્ષા (bin sachivalay exam) આપી નહિ હોવા છતાં તેમને ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ખાતે પરીક્ષામાં ચોરી કરતા દેખાવ છો તો ખુલાસો કરવા મેઈલ દ્વારા માંગવામાં આવ્યો છે. એસટી કંડક્ટર અપૂર્વ પટેલે બિન સચિવાલયનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, પરંતુ તેમનો કોલ લેટર ડાઉનલોડ કર્યો ન હતો અને પરીક્ષા પણ આપી નહોતી. છતાં ગૌણ સેવા પસંદગી દ્વારા મેઈલ કરી હાજર રહેવા જાણ કરી હતી.
વડોદરા દુષ્કર્મ કેસ : જશા અને કિશનને દોરડા બાંધી લઈ જવાયા, તો જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા
નોટિસમાં શું કહેવાયું...
ગૌણે સેવા પસંદગી મંડળ દ્વારા મોકલાયેલી નોટિસમાં કહેવાયું છે કે, 17 નવેમ્બર, રવિવારના રોજ લેવાયેલી લેખિત પરીભામાં સૂરજબા હાઈસ્કૂલ યુનિટ-2, બેઠક નંબર 1500216266થી તમે ઉમેદવારી નોંધાવેલી છે. જે પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્રની સૂચનાના મુદ્દા નંબર (8) અને પરીક્ષા ઓનલાઈન પ્રવેશપત્રની ઉમેદવારોની સૂચના નંબર (9)નો ભંગ કરી તમે ગેરરીતિ આચરેલી છે. તે બાબતોને આપની વર્ગખંડની સીડી/ડીવીડી જોતા સ્પષ્ટ જણાયેલ છે. આ બાબતે રૂબરૂમાં ખુલાસો કરવા મંડળની કચેરી ખાતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બ્લોક નંબર 2, ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવાયું છે. જો તમે મંડળની કચેરીમાં રૂબરૂ ઉપસ્થિત રહેવા ચૂક કરશો તો આ બાબતે તમે કંઈ કહેવા માંગતા નથી તેમ માનીને પરીક્ષામાં ગેરરીતિ આચરવા જેવા ગંભીર બાબત ગણી ફોજદારી કાર્યવાહી સહિત નિયમ અનુસાર કરવામાં આવશે.
અમરેલી : આખુ વનતંત્ર સાપરમાં દીપડીને શોધી રહ્યું હતું, ને તે કાગદડીની સીમમાં પાંજરે પૂરાઈ
યુવકે વીડિયો જાહેર કરીને આપ્યો ખુલાસો
બે દિવસથી તમે યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા છો કે, કે મારો એક વીડિયો વાયરલ ફરે છે કે આ ભાઈ બિનસચિવાલય પરીક્ષામાં કોપી કરતા પકડાયા છે. મને આ મામલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બોલાવવામાં આવ્યો છે. ત્યારે મને જણાવવુ છે કે, શનિવારે સાંજે મારા પર મેઈલ આવ્યો હતો, મે તેમને કહ્યું કે, મેં પરીક્ષા આપી નથી તો મારું નામ કેવી રીતે આવ્યું. ત્યારે તેઓએ મને કહ્યું કે, મારે હાજર રહેવુ જ પડશે.
હું એસટી બસમાં કંડક્ટરની ફરજ બજાવું છું, અને પરીક્ષાના દિવસે મારી નોકરી બોટાદ-હિંમતનગર લાઈનમાં હતી. જે સવારે 6 વાગે ઉપડીને હિંમતનગર જાય, સાડે બારે હિંમતનગર પહોંચે છે. સાડા એક વાગ્યે હિંમતનગર નીકળીને રાત્રે 8 વાગે બોટાદ પાછી આવે છે. આવામાં હું કઈ રીતે નોકરીમાં જઉ અને કેવી રીતે સીસીટીવીમાં આવું. આ વીડિયો વાયરલ થવાથી મારું જીવવુ હરામ થઈ ગયું છે. બધાના ફોન આવ્યા કરે છે. હું ટેન્શનમાં છું. આ બાબત ખોટી છે. તેથી આ વીડિયો પર કોમેન્ટ કરતા પહેલા સો વાર વિચારજો.
ગીર સોમનાથમાં ઉમેદવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
બિનસચિવાલયની પરીક્ષા દરમિયાન મોબાઈલ અને બ્લુટુથ ડીવાઈસ સાથે ઝડપાયેલા પરીક્ષાર્થી વિરુદ્ધ ગીરસોમનાથના સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ઘંટીયા પ્રાચી ખાતેની ભવાની શૈક્ષણિક સંકુલમાં 17 નવેમ્બરના રોજ પરીક્ષા લેવાઈ હતી, જેમાં ભાવનગરના તળાજાના ટ્રાપજ ગામનો વિજય ભાનુશંકર નામનો પરીક્ષાર્થી ઝડપાયો હતો. પરીક્ષા કેન્દ્રના સંચાલકને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોજદારી ફરિયાદ કરવા સૂચના મળતા સુત્રાપાડા પોલીસમાં આખરે પરીક્ષાર્થી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. સુત્રાપાડા પોલીસ દ્વારા આરોપી પરીક્ષાર્થીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube