jobs

વાહ..અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસ આરામ, આ દેશ કરી રહ્યો છે શરૂઆત

સાંભળવામાં કદાચ તમને સપના જેવું લાગે પરંતુ આ સાચુ છે. દુનિયામાં એક દેશ એવો પણ છે જે અઠવાડિયામાં ફક્ત ચાર દિવસ કામ કરવાની ઈચ્છા ધરાવે છે. આ દેશની સરકાર તેમના નાગરિકોને ત્રણ દિવસ આરામ આપવાનું વિચારી રહી છે.

Jan 7, 2020, 11:01 AM IST

J&Kમાં સરકારી નોકરીની સુવર્ણ તક, પહેલીવાર દેશભરમાંથી અરજી મંગાવાઈ, જાણો સમગ્ર વિગતો

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માંથી કલમ 370 (Article 370) હટાવાયા બાદ દેશભરના યુવાઓ માટે ત્યાં નોકરી કરવા માટે જાહેરાત બહાર આવી છે. આવું પહેલીવાર બન્યું છે કે કાશ્મીર ઘાટીમાં સરકારી જોબ માટે યોગ્યતા કાશ્મીર અને લદ્દાખના સ્થાનિક નાગરિકો સુધી સિમિત નથી. અત્રે જણાવવાનું કે રાજ્યમાંથી 5 ઓગસ્ટે કલમ 370 અને કલમ 35એ ખતમ કરાઈ હતી. 

Dec 30, 2019, 04:12 PM IST
MS Public School Exam Center Cancelled PT7M54S

પરીક્ષાઓ મામલે મંડળ ફરીથી વિવાદમાં, છેલ્લી ઘડીએ બદલ્યું પરીક્ષા કેન્દ્ર

આજે ગૌણ સેવા પસંદગી મંડળ (gaun seva pasandgi mandal) દ્વારા એક સાથે અલગ અલગ 4 પરીક્ષાનું આયોજન કરાયું છે. ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા અલગ અલગ સમયે બે પરીક્ષા લેવાનારા છે. ત્યારે આ પરીક્ષાઓ મામલે મંડળ ફરીથી વિવાદમાં આવ્યું છે. પરીક્ષામાં ગેરરીતિના બદલ દાણીલીમડાની એમ.એસ.પબ્લિક સ્કૂલનું સેન્ટર કેન્સલ કરાયું છે. એમ.એસ.પબ્લિક સ્કૂલનું સેન્ટર બેસ્ટ હાઈસ્કૂલ ખાતે ખસેડાયું છે. આ માટે ઉમેદવારો એમ.એસ.પબ્લિક સ્કૂલ પર પહોંચે તો તેમના માટે બેસ્ટ હાઈસ્કૂલ સુધી પહોંચે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરાઈ છે. ત્યારે અંતિમ ઘડીએ સેન્ટર બદલાતા ઉમેદવારોને મેસેજ કરાયા હતા.

Dec 29, 2019, 01:05 PM IST

ગૌણ સેવા પસંદગી મંડળે સરકારી પરીક્ષાનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલ્યું, ગેરરીતિનું આપ્યું કારણ

આજે ગૌણ સેવા પસંદગી મંડળ (gaun seva pasandgi mandal) દ્વારા એક સાથે અલગ અલગ 4 પરીક્ષાનું આયોજન કરાયું છે. ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા અલગ અલગ સમયે બે પરીક્ષા લેવાનારા છે. ત્યારે આ પરીક્ષાઓ મામલે મંડળ ફરીથી વિવાદમાં આવ્યું છે. પરીક્ષામાં ગેરરીતિના બદલ દાણીલીમડાની એમ.એસ.પબ્લિક સ્કૂલનું સેન્ટર કેન્સલ કરાયું છે. એમ.એસ.પબ્લિક સ્કૂલનું સેન્ટર બેસ્ટ હાઈસ્કૂલ ખાતે ખસેડાયું છે. આ માટે ઉમેદવારો એમ.એસ.પબ્લિક સ્કૂલ પર પહોંચે તો તેમના માટે બેસ્ટ હાઈસ્કૂલ સુધી પહોંચે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરાઈ છે. ત્યારે અંતિમ ઘડીએ સેન્ટર બદલાતા ઉમેદવારોને મેસેજ કરાયા હતા.

Dec 29, 2019, 11:56 AM IST

Biodata તૈયાર રાખજો, ગુજરાતમાં આવી રહી છે નવી સરકારી નોકરીઓ, જાણવા કરો ક્લિક

સરકારી નોકરી (Government Jobs) મેળવવા માગતા ઉમેદવારો માટે ગુજરાત સરકાર તરફથી ખુશ ખબરી મળી છે. ગુજરાત સરકાર દ્વારા નવી સરકારી ભરતી બહાર પડી છે. 2,087 જગ્યાઓ માટે નવી ભરતી બહાર પડી છે. બીએ, બીકોમ, બીએસસી, બીસીએ, અને બીબીએમાં ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષાનું ફોર્મ ભરી શકશે. 55 ટકા મેળવનારા વિદ્યાર્થીઓ વિદ્યુત સહાયકની જગ્યા (Jobs) પર ફોર્મ ભરી શકશે. 350 જગ્યા માટે બહાર પાડેલી વિદ્યુત સહાયકની પરીક્ષા રદ કર્યાના 15 દિવસ બાદ 2,087 જગ્યાઓ માટે નવી ભરતી બહાર પાડવામાં આવી છે. 

Dec 26, 2019, 02:48 PM IST

binsachivalay examમાં FSLનો મોટો ખુલાસો, પરીક્ષા શરૂ થયાના 54 મિનીટ પહેલા પેપર વોટ્સએપમાં ફરતુ થયું હતું

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા (binsachivalay exam) માં ગેરરીતિ મામલે રચાયેલી SIT મુખ્યમંત્રી સમક્ષ રિપોર્ટ રજૂ કરશે. ત્યારે ગઈકાલે સીટની મળેલી આ બેઠકમાં FSLના નિષ્ણાતો પણ હાજર રહ્યા. જેના રિપોર્ટ મુજબ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોએ બિન સચિવાલય ક્લર્કની પરીક્ષામાં થયેલી ચોરીનાં સીસીટીવી ફૂટેજ તપાસ્યાં તેમાં ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં છે. સાથે જ પેપર લીક થયું હોવાના મોબાઈલ ડેટાના પુરાવાની ચકાસણી કરવામાં આવી તેમાં પણ ચોંકાવનારી માહિતી સામે આવી છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટમાં વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજમાં તથ્ય હોવાનો મત વ્યક્ત થયો છે. SITની ટીમ આવતીકાલે મુખ્યમંત્રીને આ રિપોર્ટ સોંપે તેવી સંભાવના છે. રિપોર્ટ મળ્યા પછી જ સીએમ રૂપાણી રિપોર્ટના આધારે અંતિમ નિર્ણય લેશે. જોકે બેઠક પછી સીટના વડા કમલ દયાનીએ કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું છે અને માત્ર એટલુ જ જણાવ્યુ છે કે પરીક્ષા સંદર્ભે તપાસ ચાલુ છે.

Dec 15, 2019, 11:32 AM IST

bin sachivalay exam: બિન સચિવાલય પરીક્ષા ફરી વિવાદમાં, પરીક્ષા ન આપનાર ને મોકલી ચોરી અંગે નોટિસ

સરકારી નોકરીની પરીક્ષાઓમાં વારંવાર થતા છબરડાથી પ્રકાશમાં આવેલ ગૌણ સેવા પસંદગી મંડળ (gaun seva pasandgi mandal) ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. મંડળની મોટી ભૂલ સામે આવી છે. સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામના અને હાલ બોટાદ એસટી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા અપૂર્વ પટેલે બિન સચિવાલયની પરીક્ષા (binsachivalay exam) આપી નહિ હોવા છતાં તેમને ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ખાતે પરીક્ષામાં ચોરી કરતા દેખાવ છો તો ખુલાસો કરવા મેઈલ દ્વારા માંગવામાં આવ્યો છે. એસટી કંડક્ટર અપૂર્વ પટેલે બિન સચિવાલયનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, પરંતુ તેમનો કોલ લેટર ડાઉનલોડ કર્યો ન હતો અને પરીક્ષા પણ આપી નહોતી. છતાં ગૌણ સેવા પસંદગી દ્વારા મેઈલ કરી હાજર રહેવા જાણ કરી હતી. 

Dec 10, 2019, 11:30 AM IST

BinSachivalay Exam: કોંગ્રેસના 5 ધારાસભ્યો રોજ પરીક્ષાર્થીઓને સમર્થન આપવા માટે હાજર રહેશે

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા (binsachivalay exam) માં વિદ્યાર્થીઓના આંદોલનમાં હવે પાછલા બારણેથી કોંગ્રેસે એન્ટ્રી કરી છે. ગઈકાલે આ આંદોલનમાં અનેક મતમતાંતરો હતા, પરંતુ તેના બાદ કોંગ્રેસે આંદોલનને ખુલ્લુ સમર્થન આપ્યું હતું. બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાના પરીક્ષાર્થીઓ પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર ઉતર્યા હતા. રાજ્યના પ્રત્યેક જિલ્લામાંથી આંદોલન છાવણીમાં હાજર રહેલ એક-એક વિદ્યાર્થી પ્રતિક ઉપવાસ કરશે. આજે અલગ-અલગ જિલ્લાના 13 જેટલા પરીક્ષાર્થીઓ ઉપવાસ પર બેસ્યા છે. જેમનું સમર્થન હાર્દિક પટેલે ઉપવાસ કરી પોતાનું સમર્થન આપ્યું, તો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ પરીક્ષાર્થીઓના સમર્થનમાં આવ્યા હતા. આ સિવાય કોંગ્રેસના પાંચ ધારાસભ્યો રોજ પરીક્ષાર્થીઓ સાથે તેમની માંગણીને સમર્થન આપવા માટે હાજર રહેશે. રોજ 33 જિલ્લાના 33 પ્રતિનિધિઓ ઉપવાસ પર બેસશે તેવું કોંગ્રેસ દ્વારા જણાવાયુ છે. 

Dec 6, 2019, 01:51 PM IST
Binsachivalay Exam: Congress Lead Andolan PT18M28S

Binsachivalay Exam: કોંગ્રેસે સંભાળી આંદોલનની કમાન

બિનસચિવાલય આંદોલનમાં વિદ્યાર્થી નેતા બનેલા યુવરાજસિંહે પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે ચાલુ કરેલુ આંદોલન અધવચ્ચે જ સંકેલીને ચાલતી પકડી છે. જેના કારણે તેની સાથે રહેલા વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાયા છે. આવી સ્થિતિમાં તમામ કોંગ્રેસી નેતાઓ વિદ્યાર્થીઓની પડખે ઉભા રહ્યા હતા. પરેશ ધાનાણીએ પરીક્ષા રદ્દ નહી કરવામાં આવે ત્યાં સુધી ત્યાં જ બેસવાની જાહેરાત કરી છે. ત્યારે તેઓએ આખી રાત વિદ્યાર્થીઓ સાથે વિતાવી હતી. તો સાથે જ તેમણે ભૂખ્યા વિદ્યાર્થીઓને ખીચડી બટાકાનું ભોજન કરાવ્યું હતું.

Dec 6, 2019, 09:05 AM IST

binsachivalay exam: આંદોલનના ભૂખ્યા વિદ્યાર્થીઓને પરેશ ધાનાણીએ ખીચડી-શાકનું ભોજન કરાવ્યું

બિનસચિવાલય આંદોલનમાં વિદ્યાર્થી નેતા બનેલા યુવરાજસિંહે પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે ચાલુ કરેલુ આંદોલન અધવચ્ચે જ સંકેલીને ચાલતી પકડી છે. જેના કારણે તેની સાથે રહેલા વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાયા છે. આવી સ્થિતિમાં તમામ કોંગ્રેસી નેતાઓ વિદ્યાર્થીઓની પડખે ઉભા રહ્યા હતા. પરેશ ધાનાણીએ પરીક્ષા રદ્દ નહી કરવામાં આવે ત્યાં સુધી ત્યાં જ બેસવાની જાહેરાત કરી છે. ત્યારે તેઓએ આખી રાત વિદ્યાર્થીઓ સાથે વિતાવી હતી. તો સાથે જ તેમણે ભૂખ્યા વિદ્યાર્થીઓને ખીચડી બટાકાનું ભોજન કરાવ્યું હતું. 

Dec 6, 2019, 08:09 AM IST

બિનસચિવાલય પરીક્ષા મુદ્દે રાજ્યભરમાં વિરોધનો વંટોળ : ક્યાંક રેલી, તો ક્યાંક ઉપવાસ

બિન સચિવાલયની પરીક્ષા (binsachivalay exam) માં ગેરરીતિ બાદ રાજ્યભરમાં પરીક્ષાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. જોકે સુરત ખાતે પણ બિનસચિવાલયની પરીક્ષા (Cancel binsachivalay exam) આપનાર એક પરીક્ષાર્થીઓએ આમરણ ઉપવાસ શરૂ કરી દીધા છે. આ પરીક્ષાર્થીની માંગ છે કે સરકાર આ સમગ્ર મામલે SITની રચના કરી યોગ્ય તપાસ કરાવે અને દોષીઓને સજા કરે. તે બીજી તરફ મહેસાણા અને ભાવનગરમાં પણ વિરોધ જોવા મળ્યો છે અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

Dec 5, 2019, 02:22 PM IST

બિનસચિવાલય પરીક્ષા આંદોલન : 3 કલાકમાં ફરીથી સરકારે વિદ્યાર્થી નેતાઓને બોલાવ્યા, જુઓ CMએ શું કહ્યું...

બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) મુદ્દે રાજ્યભરના વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં છે. ગઈકાલથી વિદ્યાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પરથી હટ્યા નથી. તેઓ પોતાના મુદ્દે અડગ છે. ત્યારે હવે આ આંદોલનને કોંગ્રેસ (Congress) દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે, તો બીજી તરફ હાર્દિક પટેલે (Hardik Patel) પણ આંદોલનને વ્યક્તિગત ટેકો જાહેર કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને હાર્દિક પટેલ રોડ પર આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની વચ્ચે જઈને બેસ્યા છે. ત્યારે માત્ર ત્રણ કલાકની અંદર જ સરકારે વિદ્યાર્થી પ્રતિનિધિમંડળને ફરીથી મળવા બોલાવવામાં આવ્યા છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ કલેક્ટર અને રેન્જ આઈજીને ફરીથી મળવા માટે પહોંચ્યા છે. તો બીજી તરફ, અનેક લોકો આ આંદોલનને સમર્થન આપી રહ્યાં છે. હાલ રાજ્યભરમાં અલગ અલગ સ્થળોએ સ્થાનિક લેવલે પણ વિરોધનો વંટોળ ઉભો થયો છે. 

Dec 5, 2019, 01:24 PM IST

Binsachivalay Exam: વિદ્યાર્થીઓનું આંદોલન ફળ્યું, સરકારે માંગણી સ્વીકારી, SITની રચના થશે

ગઈકાલથી ચાલી રહેલું બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) રદ કરવાનું વિદ્યાર્થીઓનું આંદોલન વધુને વધુ મજબૂત બની રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓની મહેતન આખરે રંગ લાવી છે. વિદ્યાર્થીઓના વિરોધ સામે આખરે સરકારને ઝૂકવુ પડ્યું હતું. રૂપાણી સરકારે (Vijay Rupani) પરીક્ષાર્થી નેતાઓના પ્રતિનિધિ મંડળને મંત્રણા માટે આમંત્રણ આપ્યું હતું. જેના બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જિલ્લા કલેક્ટરને મળ્યા હતા. ત્યારે હવે બિનસચિવાલય પરીક્ષા મામલે એસઆઈટી (SIT) ની રચના કરવામાં આવશે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 

Dec 5, 2019, 11:34 AM IST

બિનસચિવાયલ પરીક્ષાના અત્યાર સુધીના 10 મહત્વના અપડેટ : અસિત વોરાના ઘરની બહાર વિરોધ પ્રદર્શન

વિદ્યાર્થીઓની બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) રદ કરવાની માંગ અડગ છે. ગઈકાલથી મોટી સંખ્યામાં ઉમેદવારોએ ગાંધીનગર (Gandhinagar) માં ધામા નાખ્યા છે. રાજ્યભરમાંથી આવેલા વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં રસ્તા પર આખી રાત વિતાવી હતી. તેમ છતાં પણ યુવક અને યુવતીઓની એક જ માંગ કરી રહ્યાં છે કે, પરીક્ષા રદ કરો... ભૂખ્યા-તરસ્યા રહીને પણ તેઓ પોતાની માંગ પર અડગ છે. ત્યારે શંકરસિંહ વાઘેલા પણ આજે વહેલી સવારે ઉમેદવારને મળવા પહોંચ્યા હતા. 

Dec 5, 2019, 09:39 AM IST

Cancel binsachivalay exam: રાતભર ગાંધીનગરની ઠંડીમાં ઠુઠવાયા વિદ્યાર્થીઓ, પણ મનોબળ ડગ્યું નહિ

બિન સચિવાલયની પરીક્ષા (binsachivalay exam) રદ કરવાની માગ પર વિદ્યાર્થીઓ હજી પણ અડગ છે. રાજ્યભરમાંથી આવેલા વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં રસ્તા પર કાતિલ ઠંડીમાં રાત વિતાવી હતી. યુવકો ઉપરાંત અનેક યુવતીઓ પણ રાતભર આંદોલનમાં સામેલ રહી હતી. જેઓ એક જ માગ કરી રહ્યા છે કે, પરીક્ષા રદ કરો... (Cancel binsachivalay exam). વિદ્યાર્થીઓ આખી રાત ઠંડીમાં ઠુઠવાયા પરંતુ તેમનુ મનોબળ ડગ્યું નહિ. વહેલી સવારે પણ વિદ્યાર્થીઓ ગાંધીનગર (Gandhinagar) ના રસ્તાઓ પર નારા લગાવતા જોવા મળ્યા હતા. સવારે એક સંસ્થા અને સ્થાનિક લોકો દ્વારા વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો, ત્યારે ભૂખ્યા વિદ્યાર્થીઓએ કડકડતી ઠંડીમાં નાસ્તો કર્યો હતો. 

Dec 5, 2019, 08:08 AM IST

Bin Sachivalay Clerk Exam: વિદ્યાર્થીઓની 'એક્તા'થી સરકાર ભીંસમાં!, CM રૂપાણીએ તાકીદે બોલાવી બેઠક

કેબિનેટના સીનિયર મંત્રીઓને આ બેઠકમાં બોલાવવામાં આવ્યાં છે. બિન સચિવાલયના ઉમેદવારોએ જે પ્રકારે ગાંધીનગરમાં ઘરના ધર્યા તેનું નિરાકરણ કેવી રીતે લાવવું તેની પર ચર્ચા થઈ શકે છે. મોડી રાત સુધીમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઇ શકાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

Dec 4, 2019, 08:25 PM IST
Woman Accusation To Police Pull Us Over By Pulling Off A Scarf PT23M43S

Bin Sachivalay Clerk Exam: દુપટ્ટા ખેંચીને પોલીસે અમને ભગાડ્યા: યુવતીનો આરોપ

Bin Sachivalay Clerk Exam: બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા તો કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ એક યુવતી દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, પોલીસે અમારા દુપટ્ટા ખેંચીને અમને ભગાડ્યા હતા.

Dec 4, 2019, 04:25 PM IST

Bin Sachivalay Exam: ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા નીકળી ગુજરાત સરકાર, જુઓ શું કહ્યું...

ગાંધીનગરમાં ઉઠેલા બિનસચિવાલય પરીક્ષા (bin sachivalay exam) ના મુદ્દે આક્રોશ બાદ ગુજરાત સરકાર પોતાનો બચાવ કરવા મેદાનમાં ઉતરી હતી. વિદ્યાર્થીઓ તથા સોશિયલ મીડિયા પર ઘેરાયેલી રૂપાણી સરકાર (Vijay Rupani) નો ભારે વિરોધ થયો હતો. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ પાણી વહી ગયા બાદ પાળ બાંધતા હોય તેમ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે કેવા એક્શન લેવાયા છે તેની માહિતી આપી હતી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, પેપર એક પણ સ્થળ પરથી લિક થયું નથી. જે 39 ફરિયાદો મળી છે, તેના સંદર્ભમાં સંબંધિત લોકોને આવતીકાલથી મંડળમાં બોલાવીને જવાબ લેવાની કાર્યવાહી શરૂ કરાશે. જે ઉમેદવારોએ પરીક્ષામાં ચોરી કરી છે તેમની સામે એક્શન લેવામાં આવશે. તેમજ સંડોવાયેલા જવાબદાર અધિકારીઓના જવાબ લેવામાં આવશે. સમગ્ર પ્રક્રિયામાં કોઈને પણ છોડવામાં નહિ આવે. 

Dec 4, 2019, 04:11 PM IST
Asit Vora Told The Inquiry, How Many Reached The Inquiry PT18M8S

‘અસિત વોરાએ તપાસનું કહ્યું હતુંમ કેટલે પહોંચી તપાસ?’: ઉમેદવાર

બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા તો કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે એક ઉમેદવારો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અસિત વોરાએ તપાસનું કહ્યું હતુંમ કેટલે પહોંચી તપાસ.

Dec 4, 2019, 04:05 PM IST
Deployment Of Candidates In Gandhinagar, Police Applied Section 144 PT7M52S

ગાંધીનગરમાં ઉમેદવારોનો જમાવડો, પોલીસે લાગુ કરી કલમ 144

બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા તો કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ કોઇ અઇચ્છનીય ઘટના ન સર્જાય તે માટે પોલીસ દ્વાર ગાંધીનગરમાં કલમ 144 લગાવી દેવામાં આવી હતી.

Dec 4, 2019, 03:55 PM IST