Biporjoy Cyclone: બિપરજોય કચ્છથી 140 કિ.મી દૂર છે; રાત્રે કેટલા વાગે ત્રાટકશે: કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, હજારો લોકોનું સ્થળાંતર
Biporjoy Cyclone: IMD મુજબ આગામી 3થી 4 કલાકમાં ગુજરાતના દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં 5-15 મીમી/કલાકની ઝડપે હળવો વરસાદ અને 40KMPH ની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
Biporjoy Cyclone Effect: ગુજરાતતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહેલું ચક્રવાત બિપરજોય અત્યંત જોખમી બની ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તે સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. તે ગુરુવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં કચ્છના જખૌ બંદરે પહોંચી શકશે. આ સમય દરમિયાન પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે. બપોરના 2:30 વાગ્યાના અપડેટ મુજબ, ચક્રવાત બિપરજોય જખૌથી લગભગ 140 કિમી અને દ્વારકાથી 190 કિમી દૂર છે, એમ હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું. 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
અતિભયાનક લેવલે પહોંચ્યું વાવાઝોડું : હવામાન વિભાગે આપ્યા બપોરના અપડેટ
IMD મુજબ આગામી 3થી 4 કલાકમાં ગુજરાતના દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં 5-15 મીમી/કલાકની ઝડપે હળવો વરસાદ અને 40KMPH ની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત સિવાય અન્ય 10 રાજ્યોમાં આ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. આ રાજ્યોમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, લક્ષદ્વીપ, કેરળ, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલયનો સમાવેશ થાય છે. અહીં ઘણા વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ થઈ રહ્યો છે.
વાવાઝોડું ટકરાય તે પહેલા ગુજરાતમાં જોવા મળી રહી છે ભયાનક અસરો, આ Videos જુઓ
ગુજરાત હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉદ્ભવ્યા પછી, તે ગુજરાતના દરિયાકાંઠાની નજીક પહોંચ્યું ત્યાં સુધી તે ઘણી વખત બદલાયું હતું. આ કારણે તેની તીવ્રતામાં વધઘટ થઈ રહી છે. અત્યારે તેની તીવ્રતા ખતરનાક છે. ગુજરાતના 8 અસરગ્રસ્ત જિલ્લામાંથી 75 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વિભાગના જણાવ્યા અનુસાર, 'આ ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન છે. જેના કારણે વૃક્ષો, નાના મકાનો, માટીના મકાનોને નુકસાન થાય છે. કચ્છ અને સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
દ્વારકામાં તબાહીના દ્રશ્યો: ઓખા બંદર પર ભારે તબાહી, જેટી પર ફરી વળ્યા સમુદ્રના પાણી
તોફાન સંબંધિત અપડેટ્સ
ગુજરાતની સાથે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ અસર. આ વિસ્તારોમાં NDRFની 33 ટીમો તૈનાત કરવામાં આવી છે. કોસ્ટ ગાર્ડ, આર્મી અને નેવીની બચાવ અને રાહત ટીમને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. ચક્રવાત પસાર થયા પછી આ વિસ્તારોમાં ટ્રાફિક અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે લગભગ 600 ટીમો બનાવવામાં આવી છે. ગુજરાતના આઠ દરિયાકાંઠાના જિલ્લાઓમાં 75,000 લોકોને કામચલાઉ કેમ્પમાં લઈ જવામાં આવ્યા છે.
8 જિલ્લામાં સરકારનુ મેગા ઓપરેશન : મહાઆફતથી બચવા 90 હજાર લોકોને શેલ્ટર હોમમાં ખસેડ્યા
એકલા કચ્છ જિલ્લામાંથી 34 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ પછી જામનગરમાં 10,000, મોરબીમાં 9,243, રાજકોટમાં 6,089, દેવભૂમિ દ્વારકામાં 5,035, જૂનાગઢમાં 4,604, પોરબંદરમાં 3,469 અને ગીર સોમનાથ જિલ્લામાં 1,605 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પશ્ચિમ રેલ્વેએ 67 ટ્રેનો રદ કરી છે, 25ને ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોમાં ડાયવર્ટ કરી છે.
બિપરજોય વિશે મોટા ખબર, ગુજરાત તરફ આવતા વાવાઝોડાની સ્પીડ તો ઘટી પરંતુ....
ચક્રવાત બાયપરજોયને લઈને પાકિસ્તાનમાં એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. ત્યાંના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત બિપરજોય આજે સિંધના કેટી બંદર સાથે ત્રાટકશે. દુર્ઘટના નિવારવા માટે દ્વારકાધીશ મંદિર પર બે ધ્વજ ફરકાવવામાં આવ્યા છે. ચક્રવાત બિપરજોયને કારણે ગુજરાતમાં દ્વારકાધીશ મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે. આ ફૂટેજ ગુરુવાર સવારના છે. દુર્ઘટના નિવારવા માટે દ્વારકાધીશ મંદિર પર બે ધ્વજ ફરકાવવામાં આવ્યા છે.
ખતરો વધુ નજીક આવ્યો : વાવાઝોડું આઉટર લાઈનને ટચ થયું, સાંજે આ સમયે ગમે ત્યારે આવશે
25 વર્ષમાં જૂનમાં ગુજરાતમાં પ્રથમ વાવાઝોડું ત્રાટક્યું હતું
છેલ્લા 25 વર્ષમાં જૂન મહિનામાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનાર બિપરજોય પ્રથમ તોફાન હશે. અગાઉ 9 જૂન 1998ના રોજ ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટક્યું હતું. ત્યારે પોરબંદર નજીક 166 KMPHની ઝડપે પવન ફૂંકાયો હતો. છેલ્લા 58 વર્ષની વાત કરીએ તો 1965થી 2022 વચ્ચે અરબી સમુદ્રમાં 13 ચક્રવાત સર્જાયા હતા. તેમાંથી બે ગુજરાતના દરિયાકાંઠે અથડાયા હતા. એક મહારાષ્ટ્ર, એક પાકિસ્તાન, ત્રણ ઓમાન-યમન અને છ સમુદ્ર પર નબળા પડ્યા છે.