Biparjoy Cyclone: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું ટકરાવાનું હવે લગભગ નક્કી છે. ત્યારે વાવાઝોડાના ખતરાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પર 15 તારીખે બપોરે કાળ બનીને અહીં ત્રાટકશે વાવાઝોડું! આ વિસ્તારો પર મોટો ખતરો


કુદરતના ખોળે વસેલી આ જગ્યાઓ છે સોમનાથથી સાવ નજીક, આ બીચ તો ગોવાને પણ ટક્કર મારે તેવો


તમને જણાવી દઈએ કે, બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી માત્ર 450 કિલોમીટર દૂર છે, જ્યારે દ્વારકાથી 490 કિલોમીટર અને નલીયાથી 570 કિલોમીટર દૂર છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે. ધીમે ધીમે વાવાઝોડાની સ્પીડમાં પણ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ટકરાશે ત્યારે 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર વર્તાશે. અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે.


દરિયા દેવને રીઝવવા પહોંચ્યા ધારાસભ્ય, બે હાથ જોડી કચ્છ પરનું સંકટ ટાળવા પ્રાર્થના કર


હવામાન વિભાગે જણાવ્યું છે કે, બિપરજોય વાવાઝોડું વેરી સિવિયર સાયકલોન બની ચૂક્યું છે. ગુજરાતમાં 15 તારીખે વાવાઝોડું ત્રાટકશે. સૌરાષ્ટ્ર કચ્છ કોસ્ટમાં વાવાઝોડું ટકરાશે.