Biparjoy Cyclone: આગામી 6 કલાકમાં બિપોરજોય બની જશે `અતિ ગંભીર વાવાઝોડું`, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Biparjoy Cyclone: હવામાન વિભાગે બિપોરજોય વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 6 કલાકમાં વાવાઝોડું અતિગંભીર સ્થિતિમાં આવી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 6 કલાક દરમિયાન બિપોરજોય વાવાઝોડું અતિગંભીર સ્થિતિમાં આવી શકે છે.
Biparjoy Cyclone: હવામાન વિભાગે બિપોરજોય વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 6 કલાકમાં વાવાઝોડું અતિગંભીર સ્થિતિમાં આવી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 6 કલાક દરમિયાન બિપોરજોય વાવાઝોડું અતિગંભીર સ્થિતિમાં આવી શકે છે. જોકે રાહતની વાત એ છે કે આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે અથડાય તેવી શક્યતા નથી. હવામાન વિભાગ અનુસાર બિપોરજોય વાવાઝોડું પોરબંદરના દરિયા કિનારાથી 200 થી 300 કિમીની દુરીથી પસાર થઈ જશે. જોકે વાવાઝોડાની અસરના પગલે 15 જૂન સુધી ગુજરાતમાં તીવ્ર ગતિથી પવન ફૂંકાવાની સંભાવના છે.
આ પણ વાંચો:
વાવાઝોડા બાદ હવે ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું, અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી
એવું ના માનતા કે બિપોરજોયનો ખતરો ટળ્યો..! ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ શરૂ
ફરવા જવાના હોય તો માંડી વાળજો, ગુજરાતમાં અહીં એક-બે નહિ, 21 ટાપુ પર પ્રતિબંધ...
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું બિપોરજોય આગામી 12 કલાકમાં અત્યંત ગંભીર વાવાઝોડું બની શકે છે. આગામી ત્રણ દિવસોમાં વાવાઝોડું ઉત્તર, ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે. અમદાવાદ હવામાન વિભાગ કેન્દ્રના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે વાવાઝોડું બિપોરજોય પોરબંદર થી હાલ 600 કિલોમીટર દૂર છે. જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ બંદરો પર એલર્ટના સિગ્નલ પણ વાવાઝોડાની સ્થિતિ અનુસાર બદલવામાં આવશે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર વાવાઝોડું પોરબંદરથી 200થી 300 કિલોમીટર અને કચ્છના નલિયાથી 200 કિમી દૂરથી પસાર થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગનું જણાવવું છે કે હાલની સ્થિતિને જોતા આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાને ટકરાય તેવી શક્યતા ઓછી છે. પરંતુ તેની અસર આગામી 15 જૂન સુધી જોવા મળશે. જેને લઈને માછીમારોને પણ આગામી પાંચ દિવસ સુધી એટલે કે 15 જૂન સુધી અરબ સાગરમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.
મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે હાલ બિપોરજોય નોર્થ તરફ આગળ વધી રહ્યું છે. આગામી 24 કલાકમાં તેની સ્પીડ બદલશે અને તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધે તેવું અનુમાન છે. ત્યાર પછી વાવાઝોડાની દિશા ઉત્તર, ઉત્તર-પશ્ચિમ તરફની હશે. જેના કારણે ગુજરાતમાં 15 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ થવાનું અનુમાન છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તીવ્ર ગતિથી પવન પણ ફુંકાશે.