લીંબડીમાં ભાજપનુ વાવાઝોડું, 32050 મતોથી કિરિટસિંહ રાણાનો વિજય
લીંબડી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન બાદ કયા પક્ષનો વિજય થાય છે તે અંગે જિલ્લાભરમાં ચર્ચાઓનો દૌર શરૂ થઇ ગયો છે. આ ઉપરાંત લીંબડી વિધાનસભાના પરિણામો ઉપરાંત 8 સીટોના પરિણામને લઇને ઉત્સાહિત છે. ત્યા
ઝી વેબ ડેસ્ક, અમદાવાદ: ગુજરાતમાં 8 સીટો પર પેટાચૂંટણી ઉપરાંત 10 રાજ્યોમાં વિધાનસભાની 50 બેઠકો ઉપર પણ મતગણતરી ચાલી રહી છે. ત્યારે લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી માટે તા. 3 નવેમ્બરે મતદાન યોજાયુ હતુ. લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે.
ચૂંટણીપંચની વેબસાઇટ મુજબ, સવારે સવારે 10.30 કલાકની સ્થિતિ પ્રમાણે, આઠમા રાઉન્ડમાં ભાજપ આગળ છે. અત્રે ઉલ્લેખનીય છે કે લીંબડીમાં 5 માં રાઉન્ડના અંતે 7240 થી ભાજપ ઉમેદવાર કિરીટસિંહ રાણા આગળ હતા. જ્યારે 12 મા રાઉન્ડ ના અંતે કિરીટ સિંહ રાણા 15,555 મત થી આગળ હતા. ભાજપ 15 હજાર મતથી આગળ હતા. તાજા સમાચાર અનુસાર લીંબડી બેઠક પર મતગણતરીના 14 રાઉન્ડ પુરા થયા થઇ ગયા છે. 14 રાઉન્ડ ના અંતે ભાજપના ઉમેદવાર કિરિટસિંહ રાણા 18095 મતની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 8 બેઠકમાં સૌથી વધુ લીડ લીંબડી બેઠક પર છે.
લીમડીમાં ભાજપના કિરીટસિંહ રાણાએ 32050 મતોથી કોંગ્રેસના ચેતન ખાચરને હારનો સ્વાદ ખચાડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ માટે મહત્વની ગણવામાં આવે છે.
- લીંબડી સીટ પર 36માં રાઉન્ડના અંતે ભાજપ ના કિરીટસિંહ રાણા 26785 મતો થી આગળ, 36 માં રાઉન્ડના અંતે નોટાના કુલ 3043
-લીંબડી વિધાનસભા બેઠક પર ૪૦માં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કિરિટસિંહ રાણા 29484 મતથી આગળ
- ભાજપના કિરીટસિંહ રાણા 22241 મતોથી 18 માં રાઉન્ડ ના અંતે આગળ
- 11 વાગ્યા સુધીના પરિણામમાં ભાજપને 54.33 ટકા વોટ શેર મળ્યો છે. તો કોંગ્રેસને 34.19 ટકા મત મળ્યા છે.
મોરબીમાં કોંગ્રેસનો ઘોડો વિનમાં, છ રાઉન્ડના અંતે પણ બ્રિજેશ મેરજા ન ફાવ્યા
લીંબડી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન બાદ કયા પક્ષનો વિજય થાય છે તે અંગે જિલ્લાભરમાં ચર્ચાઓનો દૌર શરૂ થઇ ગયો છે. આ ઉપરાંત લીંબડી વિધાનસભાના પરિણામો ઉપરાંત 8 સીટોના પરિણામને લઇને ઉત્સાહિત છે. ત્યારે આજે તા. 10 નવેમ્બરના રોજ સવારે 8 વાગે સુરેન્દ્રનગરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમા મત ગણતરી ચાલી રહી છે.
ત્રણ રાઉન્ડ બાદ કરજણ બેઠક પર ચિત્ર બદલાયું, કોગ્રેસને પાછળ છોડીને આગળ આવ્યા ભાજપના અક્ષય પટેલ
લીંબડી બેઠકમાં કયા ઉમેદવારની જીત થશે તે કહેવું મુશ્કેલ છે કારણ કે આ સીટ પર કાંટાની ટક્કર છે. અત્યારે શરૂઆતમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે પરંતુ ક્યારે પરિણામો ઉલટફેર આવે તે કહી ન શકાય. પરિણામો જાહેર થયા બાદ જ ખબર પડશે કોનામાં કેટલું પાણી છે.
આઠ બેઠકોની પેટાચૂંટણીમાં આજે બપોર સુધી મતગણતરીના રાઉન્ડ પ્રમાણે પરિણામો આવી શકે છે. ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે. સૌપ્રથમ પરિણામ કપરાડા અને ગઢડા બેઠકમાં સૌથી ઓછા 27 રાઉન્ડ હોવાથી પ્રથમ પરિણામ આવશે. તો સૌથી વધુ 42 રાઉન્ડ લીંબડી બેઠકમાં હોવાથી લીંબડીનું પરિણામ સૌથી મોડું આવે તેવી સંભાવના છે.
ચૂંટણી વિભાગના જણાવ્યા અનુસાર સાંજે 4 વાગ્યા સુધીમાં ફાઇનલ પરિણામ આવી જશે. અત્રે ઉલ્લેખનીય પરિણામ જાહેર થયા બાદ શાંતિ જળવાઇ રહે તે માટે મત ગણતરી કેન્દ્રો પર કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube