આણંદમાં ભાજપના કાઉન્સિલર પર દુષ્કર્મનો આરોપ! રહીશોએ ચખાડ્યો મેથીપાક, જાણો યુવતીનો ધડાકો?
ગઈકાલે રાતે સાડા 11 વાગ્યાના અરસામાં આણંદ નગર પાલિકાના વોર્ડ નં. 6 ના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ ગત રાત્રિનાં સુમારે સીખોડ તલાવડી વિસ્તારમાં એક મહિલાના ઘરમાં ઘૂસી ગયા હતાં અને મહીલા પર દુષ્કર્મનો પ્રયાસ કરતા આસપાસના લોકો દોડી આવ્યાં હતા
બુરહાન પઠાણ/આણંદ: શહેરમાં સિખોડ તલાવડી વિસ્તારમાં મધ્ય રાત્રિનાં સુમારે ભાજપનાં કાઉન્સિલરે મહિલાના ઘરમાં ઘૂસી જઈને દુષ્કર્મનો પ્રયાસ કરતા આસપાસના લોકો દોડી આવ્યાં હતા અને ભાજપનાં કાઉન્સિલરને મેથીપાક ચખાડ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ ભાજપ દ્વારા કાઉન્સિલરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
હચમચાવી નાંખી એવી સુરતની ઘટના! ધોળા દિવસે ઘરમાં ઘૂસી ઝીંક્યા ચપ્પાના ઘા, કારણ અકબંધ
ગઈકાલે રાતે સાડા 11 વાગ્યાના અરસામાં આણંદ નગર પાલિકાના વોર્ડ નં. 6 ના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ ગત રાત્રિનાં સુમારે સીખોડ તલાવડી વિસ્તારમાં એક મહિલાના ઘરમાં ઘૂસી ગયા હતાં અને મહીલા પર દુષ્કર્મનો પ્રયાસ કરતા આસપાસના લોકો દોડી આવ્યાં હતા અને ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિને મેથીપાક ચખાડ્યો હતો. આ સમયે પરિણીતાના બે સંતાનો પણ ઘરમાં સૂઈ રહ્યા હતા. જ્યાં કાઉન્સિલરે પરિણીતાનું મોંઢું દબાવીને બળજબરી કરી હતી.
BJPનો નવો પ્રયોગ...!!! પાર્ટીમાં પહેલીવાર બનાવ્યા Whatsapp પ્રમુખ, આ રાજ્યથી શરૂઆત!
આ ઘટનાને લઇને લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા. આ ઘટના અંગે આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સમગ્ર મામલામાં દીપુ પ્રજાપતીને મેથીપાક આપતો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.
આ VIDEO શ્વાસ રાંકી દેશે! ટ્યૂશન જતા વિદ્યાર્થીને ડમ્પરચાલકે ફૂટબોલની જેમ ઉછાડ્યો
આ ઘટના સામે આવતા આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ દ્વારા દિલીપ પ્રજાપતિને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જેમાં તેઓ જણાવ્યું છે કે, તમે ભાજપની ટિકિટ પર ચૂંટાયેલા કાઉન્સિલર છો અને તમારા વિરુદ્ધ ગંભીર આરોપ સાથેની ફરિયાદ દાખલ થઈ છે. જે પાર્ટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેમ હોવાથી તમને પાર્ટીના પ્રાથમિક સભ્ય પદે તેમજ તમામ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે છે.