ઘર ફૂટે ઘર જાય! ભાજપે કોંગ્રેસને પપેટ બનાવી દીધી : ગુજરાતમાં હવે આ સન્માન પણ ગુમાવશે
BJP Vs Congress: ભાજપની જેમ કોંગ્રેસે પણ બળવાખોરો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં રહીને જ પક્ષ વિરુદ્ધ કામ કર્યું હોય તે અંગેની ૫૨ જેટલી અરજીઓ મળી હતી, જે પૈકી ૩૮ અરજીમાં નિર્ણય કરાયો છે.
Gujarat Congress: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર છતાં કોંગ્રેસ હજુ સુધરી નથી.અત્યાર સુધીના રાજકીય ઇતિહાસમાં કોગ્રેસનું સૌથી નબળું પ્રદર્શન રહ્યું છે. હવે માત્ર ૧૭ ધારાસભ્યો ચૂંટાયા હોવાથી કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષપદપણ નહી મળે. પહેલીવાર એવું થશેકે, બજેટ સત્ર વખતે વિધાનસભામાં વિપક્ષ નહી હોય. હવે કોંગ્રેસની ભૂંડી હારને પગલે આ તપાસ કરવા માટે રચાયેલી કમિટી પણ ઉત્તરાયણ બાદ શુભમુહૂર્ત જોઈને આવશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર ૧૭ બેઠકો ઉપર સમેટાઈ ગઈ હતી, અત્યંત કારમી ઐતિહાસિક હારનાં સાચાં કારણો શોધવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે ત્રણ સભ્યોની સત્ય શોધક કમિટીની રચના કરી હતી. જેના ચેરમેન નીતિન રાઉત, અન્ય બે સભ્યો ડો. શકીલ એહમદ ખાન અને સપ્તગીરી સંકર ઉલ્કા આગામી ૧૬ અને ૧૭મી જાન્યુઆરીએ ગુજરાત મુલાકાતે આવશે, બે દિવસની મુલાકાતમાં કોંગ્રેસના આગેવાનો, ચૂંટણી હારનારા અને જીતેલા ઉમેદવારો સહિત વિવિધ હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરશે.
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી
ભાજપની જેમ કોંગ્રેસે પણ બળવાખોરો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં રહીને જ પક્ષ વિરુદ્ધ કામ કર્યું હોય તે અંગેની ૫૨ જેટલી અરજીઓ મળી હતી, જે પૈકી ૩૮ અરજીમાં નિર્ણય કરાયો છે. જે તે હોદ્દેદાર-આગેવાનને સસ્પેન્ડ કરવા માટે પત્ર લખાયા છે અને બાકી લોકોને રૂબરૂ હાજર રહીને જવાબ આપવા તાકીદ કરાઈ છે. કોંગ્રેસે પગ પર જાતે કુહાડો માર્યો છે અને કોંગ્રેસને જાહેર હિસાબ સમિતિથી પણ હાથ ધોવા પડશે. જે માટે કોંગ્રેસ પોતે જ એટલી જવાબદાર છે.
ગુજરાતમાં નિયમ એવો છેકે, વિધાનસભા વિપક્ષપદ મેળવવા માટે ૧૯ બેઠકો હોવી જરૂરી છે. અપુરતા સંખ્યાબળને કારણે કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષનુ પદ મળશે નહી. ભાજપ સરકાર પણ કોંગ્રેસને વિપક્ષપદ આપવાના મતમાં નથી. જેને પગલે હવે કોઈ પણ નામ જાહેર થાય જો સરકાર વિપક્ષનું પદ નહીં આપે તો સીજે ચાવડાનું નામ જાહેર થયા કે શૈલેષ પરમારનું એ તો શોભાના ગાંઠિયા બની રહેશે. સૂત્રોના મતે, જો કોંગ્રેસને વિધાનસભા વિપક્ષ નેતાનુ પદ ન મળે તો જાહેર હિસાબ સમિતીમાંય સ્થાન મળી શકશે નહી. હવે બધોય આધાર શાસક પક્ષ પર રહેલો છે.
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
ફેબ્રુઆરીમાં બજેટ સત્ર મળવા જઇ રહયુ છે ત્યારે આ વખતે વિધાનસભામાં વિપક્ષ જેવુ કશુ જ નહી હોય. માત્ર ૧૭ ધારાસભ્યોનુ સંખ્યા બળ હોવાથી ભાજપ સરકાર સામે બાથ ભિડવી પણ કોંગ્રેસ માટે મુશ્કેલ બની રહેશે. આ બાજુ, ૧૭ ધારાસભ્યોનું સંખ્યાબળ હોવા છતાંય કોંગ્રેસ હજુવિધાનસભા વિપક્ષના નેતાની પસંદગી કરી શકી નથી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે એવી પ્રતિક્રિયા આપીકે, ભૂતકાળમાં ભાજપના ૧૪ ધારાસભ્યો હોવા છતાંય કોંગ્રેસ સરકારે વિપક્ષપદ આપ્યુ હતું. કોંગ્રેસને વિપક્ષપદ ન મળે તે માટે સ૨કા૨ હથકંડા અજમાવી રહી છે.
આ પણ વાંચો: પ્રિયતમા સાથે જાવ કે પરિવાર સાથે...પણ જવાનું ચૂકતા નહી, ગજબના છે આ પિકનિક સ્પોટ
આ પણ વાંચો: અહીં સસ્તામાં મળી જશે લેટેસ્ટ ફેશનના કપડાં, લગ્ન હોય તો અહીં જવાનું ચૂકતા નહી
આ પણ વાંચો: રહસ્યમય મંદિરની ખૌફનાક કહાની: શાપિત કિરાડૂ મંદિરમાં સાંજ પછી જતા ડરે છે લોકો
આ પણ વાંચો: 'ઉજડે ચમન' કોઇ કહે તે પહેલાં અપનાવો આ ટિપ્સ, કાળા અને લાંબા થશે વાળ
સરકારનું ઓડિટ પબ્લિક એકાઉન્ટ કમીટી પણ વિપક્ષ જ સંભાળે છે. ભાજપ આ બધીય પરંપરા જાળવી રાખે તેવી વિનંતી છે. બીજીતરફ ચૂંટણીમાં હાર પછી ગુજરાત કોંગ્રેસના સંખ્યાબંધ આગેવાનોએ પુરાવા સાથે હારનાં કારણો અંગેનો રિપોર્ટ હાઈકમાન્ડને બારોબાર મોકલી આપ્યો છે, જેમાં કોંગ્રેસના જ નેતાઓની શંકાસ્પદ ભૂમિકા હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે. હાઈકમાન્ડને ગુજરાત કોંગ્રેસના રિપોર્ટ ઉપર ભરોસો ના હોવાથી જાતે કમિટી બનાવીને ત્રણ સભ્યોને મોકલવાનું નક્કી કર્યું હતું. જેને પગેલ આગામી દિવસોમાં કોંગ્રેસના નેતાઓ સામે કાર્યવાહી થાય તેવી સંભાવના છે.
આ પણ વાંચો: માત્ર 599 રૂપિયામાં ખરીદો આ બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન, મળશે 5000mAhની બેટરી
આ પણ વાંચો: Sara Ali Khan Oops Moment: સારાએ પેન્ટને માંડ માંડ સંભાળીને હાલતી પકડી, જુઓ વિડીયો
આ પણ વાંચો: Hastrekha Shastra: જાણો આપની જીવન રેખા કેટલું આયુષ્ય જણાવી રહી છે ? 60,70,કે 100?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube