ઉદય રંજન/અમદાવાદ :ભાજપના નેતા અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝાડફિયા (Gordhan Zadafia) ની હત્યા કરવા અમદાવાદ આવેલા શાર્પશૂટરને ગઈકાલે ગુજરાત એટીએસ (Gujarat ATS)  એ પકડી લીધો હતો. ત્યારે હવે તેમાં મહત્વના અપડેટ સામે આવ્યા છે. શાર્પશૂટર મોહંમદ ઈરફાનને પકડ્યા બાદ તેનો કોરોના ટેસ્ટ ( Coronavirus) કઢાવવામાં આવ્યો હતો. જેમાં આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ શાર્પશૂટરને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે અને તેના રિકવર થયા બાદ તેની ધરપકડ કરવામાં આવશે. આરોપીને કોરોના નીકળતા ગુજરાત એટીએસના અધિકારીઓનો પણ કોરોના ટેસ્ટ કઢાવવામાં આવશે. તેમજ તેઓ ક્વોરેન્ટાઈન થઈ શકે છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 


ટોસિલિઝુમેબ ઇન્જેક્શનને લઈને મોટો ખુલાસો, ફેઝ-3 ટ્રાયલમાં ફેલ સાબિત થયું આ ઈન્જેક્શન 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાંચ દિવસથી ગુજરાતમાં રહીને રેકી કરતા આ શાર્પશૂટરના નિશાના પર અનેક રાજકીય નેતાઓ હતો. અમદવાદના રિલીફ રોડ પર આવેલી હોટલ વિનસમાંથી ગુજરાત એટીએસ (Gujarat ATS) ની ટીમ દ્વારા એક શાર્પશૂટર મોહંમદ ઈરફાન પકડાયો છે. જ્યાર કે, બીજો ભાગી છૂટવામાં સફળ રહ્યો છે. ત્યારે હાલ પાંચ દિવસ દરમિયાન આ બંને શખ્સોએ ગુજરાતમાં શું શું કર્યું તેની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા સામે આવી શકે છે. પરંતુ આ કિસ્સામાં વધુ એક ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે કે, ઇરફાનને આ હત્યા માટે અઢી લાખ રૂપિયા મળવાના હતા.


4 કલેક્ટરના પગારની બરાબરી કરતા પશુપાલક ગંગાબેને માત્ર 1 ગાયથી બિઝનેસની શરૂઆત કરી હતી 


મંગળવારે રાત્રે દસ વાગ્યે ગુજરાત એટીએસને ઇનપુટ મળ્યા હતા કે રિલીફ રોડ પરની વિનસ હોટેલમાં બે શાર્પશૂટરો રોકાયેલા છે. શાર્પશૂટરને પકડવા ગયા ત્યારે હોટેલના રૂમ નંબર 105માં તેણે એટીએસની ટીમ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે તેને ધક્કો મારતાં ગોળી હોટેલના રૂમની દીવાલમાં ઘૂસી ગઈ હતી. પકડાયેલા માણસની પૂછપરછ કરતાં તેણે પહેલાં તો ગલ્લાતલ્લા કર્યા પછી તેનું નામ ઈરફાન ઉર્ફે કાલિયા જણાવ્યું હતું. તેનો મોબાઇલ ચેક કરતા ‘ટાર્ગેટ ગોરધન ઝડફિયા’ લખ્યું હતું. તેણે કમલમનો વીડિયો બનાવી અન્ય નંબર પર શેર કર્યો હતો. શાર્પશૂટર મુંબઈથી મંગળવારે સવારે અમદાવાદ આવ્યો હતો અને હોટેલ ચેકઇનમાં ઓરિજિનલ દસ્તાવેજો આપ્યા હતા. ત્યારે હાલ શાર્પશૂટરને રેકી કરવામાં કોણે મદદ કરી હતી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર ષડયંત્રમાં દાઉદ ગેંગના છોટા શકીલનું નામ સામે આવ્યું છે. તો સાથે જ કોણે ગોરધન ઝડફિયાની સોપારી આપી હતી તે પણ તપાસનો વિષય બની રહ્યો છે. શાર્પશૂટરે અનેકવાર ભાજપ કાર્યાલય કંમલમના આંટાફેરા માર્યા હતા, ત્યારે બીજા કયા કયા નેતાઓ છોટા શકીલ ગેંગના ટાર્ગેટમાં છે તે સવાલો પણ ઉભા થયા છે. 


ગોરધન ઝડફિયાના હત્યાના ષડયંત્ર વિશે વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....


‘ટાર્ગેટ નેમ ગોરધન ઝડફિયા’ નામથી શાર્પશૂટરે કોઈને ફોટો મોકલ્યો હતો, લીધી હતી મોટી રકમની સોપારી


ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવાનું કાવતરું ગુજરાત ATSએ નિષ્ફળ બનાવ્યું


અમદાવાદની આ હોટલમાં રોકાયો હતો ગોરધન ઝડફિયાને મારવા આવેલો શાર્પશૂટર


ગોધરાકાંડ સમયે ગૃહમંત્રી રહેલા ગોરધન ઝડફિયાને અગાઉ પણ ધમકી મળી હતી


છોટા શકીલ ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ, ભાજપ કાર્યાલયની પણ શાર્પશૂટરે રેકી કરી હતી