સત્યમ હંસોરા/રાજકોટ: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર મોહન કુંડારિયા માતાજીના માંડવામાં ધૂણતા દેખાયા હતા. જેના કારણે રાજકોટનું રાજકારણ ગરમાયું છે. મહત્વનું છે, કે પ્રચાર કરવા માટે પહોંચેલા મોહન કુંડારિયા અને અરવિંદ રૈયાણી ભુવા બનીને ધુણવા માડ્યા હતા. માતાજી પ્રત્યે શ્રદ્ધા ધરાવતા લોકોના મત લેવા માટે મોહન કુડારિયા ભુવા બનીને ધૂણી હતા તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે, કે લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે હવે ભાજપના નેતા અને વર્તમાન સાંસદ મોહન કુંડારિયા માતાજીના નામે અને શ્રદ્ધાના નામે રાજકારણ કરીને મત માંગી રહ્યા છે. ભુવાબનીને ધૂણવાની વાત થઇ છે. મહત્વનું છે, કે નેતાઓ લોકોના મત માંગવા માટે નેતાઓ તમામ પ્રકારની હદ પાર કરી જતા હોય છે, ત્યારે હવે ભાજપના નેતાઓ લોકોની શ્રદ્ધાનો સહારો લઇને મત માંગી રહ્યા છે. 


લોકસભા ચૂંટણી 2019: વાણીવિલાસમાં ભાજપના નેતાઓ પણ કમ નથી, રેસમાં છે આગળ !!


લોકસભાની ચૂંટણીના આ સમયમાં નેતાઓ દ્વારા અનેક નુકસાઓ કરવામાં આવે છે. ત્યારે રાજકોટમાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા હવે ભુવા બનીને મત માંગવામાં આવી રહ્યા છે. મહત્વનું છે, કે લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે રાજકોટના કુવાડવા ગામે પ્રચાક કરવા પહોચ્યા ત્યારે આ નેતાઓ દ્વારા તે વિસ્તારના લોકોની શ્રદ્ધા સાથે ચેડા કરીને માતાજીના માંડવામાં ધૂણવા બેસી ગયા અને તેવો વીડિયો પણ વાયરલ થયો છે.


રાજકોટમાં ઉમેદવાર માતાજીના સ્થાનકે ધુણવા લાગ્યા, જુઓ વીડિયો


ભાજપના ધારાસભ્યનો બફાટ, ‘મોદી સાહેબે કેમેરા ગોઠવ્યા છે, બેઠા બેઠા બધું જુવે છે !!

મહત્વનું છે, કે ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે 3 એપ્રિલના રોજ વાઘોડિયામાં જનસભા સંબોધતા સમયે મતદારોને ધમકી આપતા કહ્યું કે, દરેક બુથમાં કમળ ખીલવુ જોઈએ નહી તો ઠેકાણે પાડી દઈશ. આ નિવેદનને લઈ વડોદરાના રાજકારણમાં હડકંપ મચી ગયો હતો. મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા વીડિયો મામલે ગુજરાત ચૂંટણી પંચે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો હતો.



કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા લોકસભા ચૂંટણીમાં બીજેપી માટે વોટ માંગવા જસદણના કનેસરા ગામે ગયા હતા. ત્યારે ગામના લોકોએ પાણી મામલે બંને નેતાઓનો ઉઘડો લીધો હતો. કુંવરજીભાઈએ લોકોને કહ્યું કે ગઈ વખતે તમે મને 45થી 55 ટકા જ મત આપ્યા હતા. ત્યારે કેમ બધા ભેગા થઈને ન આવ્યા. હું પાણી પુરવઠાનો માણસ છું. કરોડો રૂપિયા ગામમાં પાણી માટે આપું એમ છું. ત્યારે ભરત બોઘરાએ પણ લોકોને સમજવવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે તમે સમજતા નથી. આખા રાજ્યમાંથી લોકો બાવળિયા સાહેબને મળવા માટે આવે છે અને લાઈનો લાગે છે. તમે સમજો.