ભાજપના ધારાસભ્યનો બફાટ, ‘મોદી સાહેબે કેમેરા ગોઠવ્યા છે, બેઠા બેઠા બધું જુવે છે !!

ગુજરાતની ચૂંટણીમાં પણ મોટાભાગના નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા છે, જે ભાજપના નેતાઓ જ વધુ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીથી લઈને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, મધુ શ્રીવાસ્તવ બાદ હવે ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. 

ભાજપના ધારાસભ્યનો બફાટ, ‘મોદી સાહેબે કેમેરા ગોઠવ્યા છે, બેઠા બેઠા બધું જુવે છે !!

હરીન ચાલીહા/દાહોદ :ગુજરાતની ચૂંટણીમાં પણ મોટાભાગના નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા છે, જે ભાજપના નેતાઓ જ વધુ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીથી લઈને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, મધુ શ્રીવાસ્તવ બાદ હવે ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. 

ફતેપરાના ધારાસભ્ય રમેશ કટારા
ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાનો ‘ભાજપને મત નહીં નાખો તો કોઈપણ સરકારી લાભ નહીં મળે’ તેવું સભાને સંબોધતો એક વીડિયો વાઈરલ થયો છે. તેમણે મતદારોને સભામાં કહ્યું કે, જો ભાજપને મત નહિ નાખો તો મોદી કામ ઓછું આપશે. ઝૂંપડાના પૈસા પણ મોદી તમારા ખાતામાં નહિ નાંખે. મોદી કેમેરામાં બેઠો બેઠો બધુ ભાલે છે કે, કયા બૂથમાં કેટલા મત ભાજપને અને કેટલા કોંગ્રેસને પડ્યા. જો તમે ભાજપને મત નહીં આપો અને કોંગ્રેસને આપશો તો અવળું થાશે.

રમેશ કટારાના બફાટ પર પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન
રમેશ કટારાના નિવેદન પર પુરુષોત્તમ રૂપાલાએ કહ્યુ કે, અશિષ્ટ ભાષાનો ઉપયોગ કરવો અને મતદારો સાથે મિસબિહેવ કરવું એ વ્યાજબી નથી. ગુજરત રાજ્યના મતદારો ધાકધમકીથી મતદાન કરે એ વહેમમાં ના રહેવાય. ગુજરાતના નાગરિકો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે એટલે 26 એ 26 સીટો મોકલવાનું મન બનાવી લીધુ છે, એટલે ખોટા હવાતિયાં ના મારે. કોઈ પણ પાર્ટી તેમજ ધારાસભ્યનું આ પ્રકારનું અશિષ્ટ વર્તન યોગ્ય નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news