ભાજપ મહિલા મોરચાની બસને નડ્યો અક્સમાત, 10થી વધુ ઘાયલ
ભાજપ દ્વારા આયોજિત મહિલા મોરચા રાષ્ટ્રીય અધિવેશનમાં હાજર મહિલાઓની બસને અમદાવાદ-વડોદરા એક્સ્પેસ હાઇવે પર વાંચ ગામ પાસે અકસ્માત નડ્યો છે.
કિંજલ મિશ્રા, અમદાવાદ: ગાંધીનગર ત્રિમંદિર ખાતે ભાજપ દ્વારા આયોજિત મહિલા મોરચા રાષ્ટ્રીય અધિવેશનમાં હાજર મહિલાઓની બસને અમદાવાદ-વડોદરા એક્સ્પેસ હાઇવે પર વાંચ ગામ પાસે અકસ્માત નડ્યો છે. જેમાં 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયો છે તો બે મહિલા કાર્યકર્તા બસમાં ફસાઇ છે. હાલ ઇજાગ્રસ્ત મહિલા કાર્યકર્તાને સારવાર માટે નડિયાદ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
વધુમાં વાંચો: ડાંગના મહાલ બરડીપાડા માર્ગ પર વિદ્યાર્થીઓની બસ ખીણમાં ખાબકી, મૃત્યઆંક વધીને 10 થયો
પ્રાપ્ત માહિત અનુસાર, ગાંધીનગર ત્રિમંદિર ખાતે યોજાયેલ ભાજપ મહિલા મોરતા રાષ્ટ્રીય અધિવેશનમાં હાજર મહિલાઓ કાર્યક્રમ પુરો થયા બાદ પોતાના ઘર તરફ પરત ફરી રહી હતી. ત્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વાંચ ગામ પાસે તેમની બસને અક્સમાત નડ્યો છે. જેમાં આઇસર સાથે મહિલા મોરચાની બસ ધડાકાભેર અથડાઇ હતી.
વધુમાં વાંચો: ‘મેરા બુથ સબસે મજબૂત’: ભાજપ મહિલા મોરચામાં પીએમ મોદીએ આપ્યું નવું સૂત્ર
આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને 108 સ્થળ પર પહોંચી ગઇ હતી. જોકે આ ઘટનામાં 10થી વધુ લોકોને ઇજા પહોંચી છે તો બે મહિલાઓ બસમાં ફસાઇ હોવાની માહિતી મળી રહી છે. ત્યારે અક્સમાતમાં ઇજાગ્રસ્ત મહિલા કાર્યકર્તાઓ સારવાર માટે અમદાવાદની વિએસ હોસ્પિટલ અને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બસમાં ફસાયેલી અન્ય બે મહિલા કાર્યકર્તાઓની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.