બ્રિજેશ દોશી/ગાંધીનગર :વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની 6 બેઠકોની પેટાચૂંટણી (Gujarat By Election ) માટે ભાજપ (BJP) માં ધમધમાટ જોવા મળી રહ્યો છે. ભાજપની પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક આવતીકાલે મુખ્યમંત્રી (Vijay Rupani) નિવાસ સ્થાને મળશે. 6 બેઠકો માટે ભાજપના ઉમેદવારોને લઇને આ બેઠકમાં મંથન થશે. પ્રદેશ ભાજપે નિયુક્ત કરેલા ઇન્ચાર્જ અને સ્થાનિક આગેવાનો પણ બેઠકમાં હાજર રહેશે. મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં મળનારી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં તમામ બેઠકો માટે ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરીને દિલ્હી (Delhi) હાઇકમાન્ડને મોકલાશે. 


નવરાત્રિમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું આગાહી કરી જાણો


  • અમરાઈવાડી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરાઇવાડી બેઠક પરના મુખ્ય દાવેદારો પર નજર કરીએ તો ડો. વિષ્ણુ પટેલ, પ્રવીણ પટેલ, મહામંત્રી કમલેશ પટેલ, રમેશ દેસાઈના નામો મુખ્ય છે. તમામ દાવેદારો પોતાની રીતે લોબીંગ કરી રહ્યા છે અને પ્રદેશ નેતાઓ તેમજ મુખ્યમંત્રી સુધી રજૂઆતો પહોંચી રહી છે. 


  • ખેરાલુ


ખેરાલુ બેઠક પર સાંસદ ભરતસિંહ ડાભીના પરિવારમાંથી જ ટીકિટ અપાય તેવી શક્યતાઓ વચ્ચે રામસિંહ ડાભી, રમીલાબેન દેસાઇ ની દાવેદારી છે. 


  • થરાદ


થરાદ બેઠક પર સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલ અને પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરીની દાવેદારીની ચર્ચાઓ ચાલી રહી છે. 


  • લુણાવાડા 


આ બેઠક પર જે.પી.પટેલ, જુવાનસિંહ ચૌહાણ, મનુભાઇ પટેલ, કાળુ માળીવાડ અને જીજ્ઞેશ સેવકના નામોની ચાલી રહ્યા છે.   


  • રાધનપુર 


રાધનપુર બેઠક પર પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ટીકિટ નિશ્ચિત માનવામાં આવી રહી છે.


  • બાયડ


બાયડ બેઠક પર પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને મહેન્દ્રસિંહ વાધેલાના નામોની ચર્ચા ચાલી રહી છે. 


જોકે આ તમામ ઉમેદવારો અંગે પ્રદેશના નેતાઓ આવતીકાલે ચર્ચા બાદ હાઇકમાન્ડને મોકલશે અને આગામી 2-3 દિવસમાં ભાજપ દ્વારા ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. 


ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા, પકડાયો મોસ્ટ વોન્ટેડ આતંકી યુસુફ અબ્દુલ વહાબ શેખ


અમરાઈવાડીમાં મહિલા ઉમેદવારોનો મોરચો
મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી અને દેશના અન્ય રાજ્યોમાં 60 થી વધુ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના ઉમેદવારોની સાથે ગુજરાતના 6 ઉમેદવારોની પણ જાહેરાત થશે. ભાજપમાં તમામ 6 બેઠકો પર સૌથી વધુ દાવેદારો અમરાઇવાડી બેઠક પર છે. અમરાઇવાડી બેઠક શહેરી બેઠક હોવાથી ભાજપની સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. ત્યારે 40 થી વધુ દાવેદારો આ બેઠક પર બહાર આવ્યા છે. 40 થી વધુ દાવેદારોએ પોતાનો બાયોડેટા પ્રદેશ નેતાઓને મોકલ્યો છે. આ બેઠક વર્ષ 2008ના ડિલિમીટેશન બાદ અસ્તિત્વમાં આવી જ્યાંથી વર્ષ 2012 અને 2017ની ચૂંટણીમાં હસમુખ પટેલ ધારાસભ્ય બન્યા છે. ત્યારે આ બેઠક પરથી આ વખતે પણ પાટીદાર સમાજને ટીકીટ મળે તેવી આશા સાથે મોટાભાગના પાટીદાર સમાજના નેતાઓએ દાવેદારી કરી છે. અમરાઇવાડી બેઠક પર આ વખતે મહિલા મોરચાએ પણ દાવેદારી કરી છે. કારણે આ શહેરની 16 વિધાનસભા અને 3 લોકસભા બેઠકોમાંથી એક પણ મહિલા ઉમેદવારને ટીકિટ નહોતી અપાઈ. જેના કારણે આ વખતે અમરાઇવાડી પર મહિલા ઉમેદવાર આવે તેવી માગ થઇ છે. ભાજપમાં મહિલા મોરચો સતત કામ કરી રહ્યો છે, ત્યારે હવે વિધાનસભાની પેટાચૂંટણીમાં તેમને તક મળે તેવી માંગ થઇ રહી છે.