ગૌરવ દવે/રાજકોટ: રાજકોટના રણછોડદાસ આશ્રમમાં મોતીયાના ઓપરેશન માટે આવેલા દર્દીઓને પણ ભાજપના સદસ્ય બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢના દર્દીએ સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં મોડી રાત્રે 11 વાગ્યે દર્દીઓને ઉંઘમાંથી ઉઠાડી એક શખ્સ મોબાઈલ નંબર લઈ અને પછી OTP નંબર મેળવતો જોવા મળી રહ્યો છે. આંખના મોતિયાના ઓપરેશન માટે આવેલા દર્દીઓને પણ ભાજપ દ્વારા સદસ્યો બનાવવામાં આવતા હોવાનું સામે આવતા રાજકારણ ગરમાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાઠીના આંબરડી ગામે મોટી દુર્ઘટના! વીજળી પડતાં 5ના દર્દનાક મોત, આકાશી આફતે ભારે કરી!


  • ભાજપને આવ્યો રાજકીય મોતિયો !..

  • રાજકોટની પૂર્વ વિધાનસભા બેઠકના કાર્યકર ભૂલ્યા ભાન..

  • સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ પૂરો કરવા દર્દીઓને બનાવ્યા ટાર્ગેટ..

  • સ્કૂલ-કોલેજ, નાટ્યગૃહ અને હવે હોસ્પિટલમાં સદસ્યતા..


હજુ ના ગયો ગુજરાતીઓને વિદેશનો મોહ! આણંદમાં એવો કિસ્સો સામે આવ્યો કે...સાંભળીને નામ


રાજકોટ શહેર ભાજપના નેતાઓ સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં ભાન ભૂલ્યા છે. થોડા સમય પહેલા પડધરીની એક સ્કૂલમાં મોરબી ભાજપના નેતાઓ સદસ્યતા અભિયાન કર્યું હતું. જોકે ત્યાર બાદ રાજકોટ શહેર ભાજપના પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડો. દર્શીતા શાહે હેમુ ગઢવી હોલમાં નાટકના શો શરૂ થાય તે પહેલા સદસ્યતા અભિયાનમાં જોડાવા અને રેફરલ કોડ આપ્યો હોવાની ઘટના સામે આવી હતી. જોકે આ વખતે તો નેતાઓએ હદ વટાવી દીધી હતી. રાજકોટના કુવાડવા રોડ પર આવેલ રણછોડદાસ આશ્રમ ખાતે આવેલ આંખની હોસ્પિટલમાં આવેલા મોતિયોના દર્દીઓને સદસ્યો બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. 


આ તારીખે ગુજરાતમાં આંધી, વંટોળ સાથે વાવાઝોડું છોતરા કાઢશે! અંબાલાલે કરી ભયાનક આગાહી


જોકે આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જ હોસ્પિટલના સંચાલક મીડિયા સમક્ષ આવ્યા હતા અને આ વીડિયોમાં દેખાતો શખ્સ કોઈ દર્દીઓ સાથે આવ્યો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં CCTV ફૂટેજ આધારે આ શખ્સ કોણ છે અને ક્યાં થી આવ્યો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડની પણ પૂછપરછ કરવામાં આવશે. રણછોડદાસ આશ્રમમાં જૂનાગઢની ત્રીમૂર્તિ હોસ્પિટલના કેમ્પમાંથી દર્દીઓને લાવવામાં આવ્યા હતા. રવિવારે રાત્રે આ દર્દીઓને હોસ્પિટલમાં જ દાખલ રાખવામાં આવ્યા હતા. તે સમયે કોઈ શખ્સે આ સદસ્યતા અભિયાન કર્યું હોવાનું કહેવાય છે. જે અંગે ત્રિમૂર્તિ હોસ્પિટલના ડો. ચીખલીયાની સાથે સંપર્ક કરી માહિતી મેળવવામાં આવી છે. 


પૈસાની તંગીથી થઈ ચૂક્યા છો પરેશાન? ગૂપચૂપ બાથરૂમમાં રાખો આ એક ચીજ, પછી જુઓ કમાલ


જોકે આ મામલે રાજકારણ ગરમાતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ નિવેદન આપ્યું હતું કે, સમગ્ર મામલે મારા ઝોન મહામંત્રીને તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. વીડિયોમાં દેખાનાર વ્યક્તિ કોણ છે તે બાબતે તપાસ કરવામાં આવશે. કોઈને પણ એવો ટાર્ગેટ નથી આપવામાં આવ્યો કે તેમણે ઊંઘતા દર્દીઓને હોસ્પિટલમાં ઉઠાડીને સદસ્ય બનાવવા પડે. આ પ્રકારનો ઉત્સાહ અને ઉન્માદ ક્યારેય પણ સાખી લેવામાં નહીં આવે. 


કૌરવોને હરાવવા માટે પાંડવોએ આ ગામડામાં કર્યો હતો યજ્ઞ, સો ટકા આ રહસ્યથી તમે અજાણ હશો


રાજકોટ શહેર ભાજપના કાર્યકર્તાઓએ 50 દિવસ સુધી પોતાની મર્યાદા જાળવીને ટાર્ગેટ કરતા પણ વધુ લક્ષ્યાંક હાંસલ કર્યો છે. સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. સમગ્ર ઘટનામાં ભાજપને બદનામ કરવાનું કોઈ કાવતરું તો નથી તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. તો બીજી તરફ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, રણછોડદાસ બાપુના આશ્રમમાં જ્યાં સેવા કર્યો થાય છે તેને પણ ભાજપે છોડ્યું નથી. દર્દીઓને ઉઠાડી ઉઠાડીને સદસ્ય બનાવ્યા છે. ભાજપ રણછોડદાસ બાપુના આશ્રમના સેવા કાર્યને પણ બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કોઈ પણ પરિવારોને પકડીને ભાજપના કાર્યકરો સદસ્યતા અભિયાનમાં સભ્યો બનાવી રહ્યા છે. લોકોને ડરાવી અને સદસ્ય બનાવવાનું અભિયાન ચાલી રહ્યો છે. 


પાણી પીવા માટે દિવસના 4 સૌથી શ્રેષ્ઠ સમય કયા છે? આરોગ્ય રહેશે હંમેશા ઉત્તમ!


રાજકોટ શહેર ભાજપના નેતાઓ આ વીડિયોમાં દેખાતો શખ્સ જૂનાગઢનો હોવાનું કહીને બચાવ કરી રહ્યા છે. જોકે સૌ લોકો જાણે જ છે કે ટાર્ગેટ પુરા કરવા ધારાસભ્યો દ્વારા લોભ-લાલચો આપવામાં આવી છે. તેમ છતાં સદસ્યતાના ટાર્ગેટ પુરા થઈ શકતા નથી. પરંતુ ગુજરાતમાં ટોપ 10માં આવવા માટે ધરાસભ્યો ગમે તે કરવા તૈયાર થયા છે અને દર્દીઓ હોઈ કે રસ્તે પસાર થતા લોકો હોઈ તમામને ભાજપ સાથે જોડી પોતાની વાહ વાહી કરવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.