આ તારીખે ગુજરાતમાં આંધી, વંટોળ સાથે વાવાઝોડું છોતરા કાઢશે! અંબાલાલ પટેલે કરી ભયાનક આગાહી

Cyclonic Storm Active: ચોમાસાની હજી માંડ માંડ વિદાય થઈ છે, ત્યાં દરિયાથી મોટું સંકટ પેદા થયું છે. ફરીથી સમુદ્રી રાક્ષસ પેદા થયો છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વાતાવરણ બદલાયું છે. કેટલાક વિસ્તારોમાં નોંધનીય વરસાદ જોવા મળ્યો. વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ છવાયો છે. એસજી હાઇવે, સોલા, ચાણક્યપુરી, ઘાટલોડિયા, નારણપુરા વિસ્તારમાં નોંધનીય વરસાદ જોવા મળ્યો. તો શહેરના અન્ય વિસ્તરોમાં પણ વરસાદી માહોલ છે. 

1/8
image

બંગાળની ખાડીમાં દાના ચક્રવાત તબાહી મચાવવા તૈયાર થઈ રહ્યો છે. જેની અસર છેક ગુજરાતમાં જોવા મળશે. આ સાથે જ હવામાન વિભાગે નવી આગાહી કરી છે. હવામન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વાતાવરણ બદલાયું છે. કેટલાક વિસ્તારોમાં નોંધનીય વરસાદ જોવા મળ્યો. વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ છવાયો છે. એસજી હાઇવે, સોલા, ચાણક્યપુરી, ઘાટલોડિયા, નારણપુરા વિસ્તારમાં નોંધનીય વરસાદ જોવા મળ્યો. તો શહેરના અન્ય વિસ્તરોમાં પણ વરસાદી માહોલ છે. 

2/8
image

વીજળીના ચમકારા અને મેઘ ગર્જના સાથે શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. જિલ્લાના પાલીતાણા પંથકમાં ધોધમાર વરસાદ જ્યારે ગારીયાધાર પંથકમાં હળવો વરસાદ વરસ્યો. તો બીજી તરફ, અમરેલીના બગસરામાં લુઘીયા, સુડાવડ, સાપર સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

3/8
image

અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે આગામી 20 થી 24 ઓક્ટોબર માવઠાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠા થશે. 18 ઓક્ટોબરથી 20 નવેમ્બર અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનશે, જે સાનુકુળ સ્થિતિ સર્જાશે તો ચક્રવાત બની શકે છે. અણધાર્યો વરસાદ રાજ્યમાં વિવિધ વિસ્તારમાં થશે. આજથી અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે. 22 થી 24 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે. ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે. 

4/8
image

અંબાલાલ પટેલે કહ્યું કે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ તથા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. બપોર પછી વરસાદ ગાજવીજ સાથે આવી શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 29-30 ઓક્ટોબરના સમયે પશ્ચિમી વિક્ષેપ આવશે. દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. 18 થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળમાં વાવાઝોડું બનશે.  

5/8
image

આજથી અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે. 22 થી 24 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે. ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે. અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે.

6/8
image

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. લોકલ કન્વક્શન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી હળવા વરસાદની આગાહી છે. અરબી સમુદ્રથી પસાર થતી સિસ્ટમની અસરના પગલે વરસાદની આગાહી છે. આજે નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. તો આવતીકાલે અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.   

7/8
image

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 23 થી 24 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીની મધ્યમાં એક નવું વાવાઝોડું ઉઠશે. બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય હોવાથી હવામાન વિભાગે દક્ષિણ ભારતના ચાર રાજ્યો - કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક શહેરોમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તેની અસરને કારણે પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ હવામાનમાં ફેરફાર થઈ શકે છે. આજે મુંબઈ અને કોલકાતામાં હળવા વરસાદની સંભાવના છે.  

8/8
image

ભારતીય હવામાન વિભાગે આગામી સપ્તાહે ઉત્તર હિંદ મહાસાગરમાં ચક્રવાતી વાવાઝોડાની ચેતવણી આપી છે. હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં 23 અને 24 ઓક્ટોબરની આસપાસ ચક્રવાતી ગતિવિધિઓ વધી શકે છે. 20 ઓક્ટોબરની આસપાસ ઉત્તર આંદામાન સમુદ્રની નજીક ચક્રવાત રચાય તેવી શક્યતા છે, જે ઓરિસ્સાના દરિયાકાંઠે અથડાશે ત્યારે વધુ તીવ્ર બની શકે છે. આવી સ્થિતિમાં 23 કે 24 ઓક્ટોબરે ઓડિશા, પશ્ચિમ બંગાળ અથવા બાંગ્લાદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ જોવા મળી શકે છે.