પાણી પીવા માટે દિવસના 4 સૌથી શ્રેષ્ઠ સમય કયા છે? આરોગ્ય રહેશે હંમેશા ઉત્તમ!
પાણી આપણા શરીર માટે સૌથી જરૂરી તત્વોમાંનું એક છે. તે માત્ર શરીરને હાઇડ્રેટડ જ રાખતું નથી પરંતુ શરીરના તમામ અંગોને સરળતાથી કામ કરવામાં મદદ કરે છે.
Trending Photos
પાણી આપણા શરીર માટે સૌથી જરૂરી તત્વોમાંનું એક છે. તે માત્ર શરીરને હાઇડ્રેટડ જ રાખતું નથી પરંતુ શરીરના તમામ અંગોને સરળતાથી કામ કરવામાં મદદ કરે છે. નિષ્ણાતોનું માનવું છે કે દિવસભરમાં યોગ્ય સમયે પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પાણી પીવાનો યોગ્ય સમય અને માત્રા તમારા શરીરના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે. આખા દિવસભરમાં 8-10 ગ્લાસ પાણી પીવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ તે ધીમે ધીમે અને યોગ્ય સમયે લેવું જોઈએ. ચાલો જાણીએ દિવસના 4 શ્રેષ્ઠ સમય પાણી પીવા જે તમારા સ્વાસ્થ્યને સુધારી શકે છે.
1. સવારે ઉઠતા જ પાણી પીવો
સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણું શરીર રાતે પાણીની કમીનો શિકાર થઈ જાય છે. તેથી સવારે ઉઠ્યા પછી પાણી પીવાથી શરીરને હાઇડ્રેટ કરવામાં અને ગંદકીને બહાર કાઢવામાં મદદ મળે છે. તે તમારા ચયાપચયને પણ વધારે છે અને પાચનતંત્રને સુધારે છે. જો તમે ઈચ્છો તો હુંફાળું પાણી પણ પી શકો છો, જેના કારણે પેટની અંદર જામેલી ગંદકી ઝડપથી દૂર થઈ જાય છે.
2. જમવના 30 મિનિટ પહેલા પાણી પીવો
જમવાના અડધો કલાક પહેલા પાણી પીવું એક સારી આદત માનવામાં આવે છે. આ તમારા પાચન તંત્રને એક્ટિવ કરે છે અને તમારા ભોજનને સરળતાથી પચાવવામાં મદદ કરે છે. પરંતુ ધ્યાન રાખો કે જમતી વખતે અથવા તો જમ્યા બાદ તરત પાણી પીવું જોઈએ નહીં કારણ કે એ તમારા પાચનને ધીમું કરી શકે છે.
3. વ્યાયામ પહેલા અને બાદમાં પાણી પીવો
જો તમે નિયમિત રૂપથી વ્યાયામ કરો છો તો વર્કઆઉટ પહેલા અને બાદમાં પાણી પીવું ખુબ જ જરૂરી છે. વ્યાયામ દરમિયાન આપણું શરીર પરસેવાના રૂપમાં ઘણું બધું પાણી બહાર કાઢે છે, જે કમી પુરી કરવી આવશ્યક છે. વર્કઆઉટ પહેલા પાણી પીવાથી શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ મળે છે અને બાદમાં પાણી પીવાથી શરીરનો થાક ઉતરવામાં સહાયતા મળે છે.
4. સૂતા પહેલા પાણી પીવો
રાત્રે સૂતા પહેલા પાણી પીવું એક સારી આદત છે. આ તમારા શરીરને રાતભર હાઈડ્રેટ રાખે છે અને કિડનીને સાફ કરવામાં મદદ કરે છે. જોકે, વધુ માત્રામાં પાણી પીવાથી રાતે વારંવાર ઉઠવાની જરૂર પડે છે, એટલા માટે માત્ર એક ગ્લાસ પાણી પર્યાપ્ત છે.
દિવસભરમાં કેટલું પાણી પીવું જોઈએ?
પાણી પીવાનો યોગ્ય સમય અને માત્રા તમારા શરીરના સ્વાસ્થ્યને સુઘડ બનાવી શકે છે. આ ચાર સમય પર પાણી પીવાથી તમે તમારી જાતને તંદુરસ્ત અને હાઈડ્રેટેડ રાખી શકો છો. ધ્યાન રાખો, દિવસભરમાં 8-10 ગ્લાસ પાણી પીવું સૌથી યોગ્ય માનવામાં આવે છે, પરંતુ તેણે ધીરે ધીરે અને યોગ્ય સમય પર લેવું જોઈએ.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે