BJP ના MLA દ્વારા Corona ગાઇડલાઇનના ધજાગરા, નાગરિકો પાસે કરોડો ઉઘરાવતી પોલીસ બની મુકદર્શક
કોરોના અંગેના કાયદાઓ માત્ર અને માત્ર નેતાઓને જ લાગુ પડતા હોય તેવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. ભાજપના નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવાણી વારંવાર વિવાદમાં આવતા રહે છે. આજે બલરામ થાવાણીને ધારાસભ્ય તરીકે 3 વર્ષ પુર્ણ થવાને કારણે તેમની ઓફિસે જ કાર્યકરો માટે કાર્યક્રમ રખાયો હતો. જેમાં સેંકડો લોકો ઉમટી પડ્યા હતા. કોરોનાની તમામ ગાઇડ લાઇનનાં ધજાગરા ઉડાવ્યા હતા. જો કે પોલીસ સામે હોવા છતા પણ પોલીસે કોઇ જ કાર્યવાહી કરી નહોતી.
અમદાવાદ : કોરોના અંગેના કાયદાઓ માત્ર અને માત્ર નેતાઓને જ લાગુ પડતા હોય તેવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. ભાજપના નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવાણી વારંવાર વિવાદમાં આવતા રહે છે. આજે બલરામ થાવાણીને ધારાસભ્ય તરીકે 3 વર્ષ પુર્ણ થવાને કારણે તેમની ઓફિસે જ કાર્યકરો માટે કાર્યક્રમ રખાયો હતો. જેમાં સેંકડો લોકો ઉમટી પડ્યા હતા. કોરોનાની તમામ ગાઇડ લાઇનનાં ધજાગરા ઉડાવ્યા હતા. જો કે પોલીસ સામે હોવા છતા પણ પોલીસે કોઇ જ કાર્યવાહી કરી નહોતી.
લોન લેવા જઇ રહ્યા હો તો સાવધાન! તમારા ડોક્યુમેન્ટનાં આધારે લોન પાસ પણ થઇ જશે અને તમને ખબર પણ નહી પડે
નાગરિકોએ લગ્ન કે મરણ જેવા પ્રસંગમાં એકાદ વ્યક્તિ વધારે હોય તો પણ નિયમોનાં નામે ડરાવવામાં આવે છે. ત્યારે ભાજપનાં સત્તાધીશો સત્તાનાં મદમાં ગમે તે કરે તેની વિરુદ્ધ કોઇ જ કાર્યવાહી નથી થતી. આ દ્રશ્યો જોઇને કોઇ પણ સામાન્ય માણસને થાય કે નિયમો માત્ર અને માત્ર સામાન્ય વ્યક્તિઓ માટે જ છે. આ કોઇ પહેલો બનાવ નથી કે, જેમાં ભાજપનાં કોઇ નેતા દ્વારા ગાઇડ લાઇનનો ભંગ કરવામાં આવ્યો હોય. જાહેરમાં આ રીતે કોરોનાની ગાઇડ લાઇનના ધજાગરા ઉડાવ્યા હોય.
ભાજપનાં પક્ષ પ્રમુખ સી.આર પાટીલની વરણી થઇ ત્યારે તેમણે પણ ગુજરાત યાત્રાનાં નામે કોરોનાની ગાઇડલાઇનનાં ધજાગરા ઉડાવ્યા હતા. તેમની આ યાત્રા બાદ ભાજપને સારુ પરિણામ મળ્યું કે નહી તે વાત તો અલગ છે પરંતુ અનેક નેતાઓ અને કાર્યકર્તાઓને કોરોના જરૂર મળ્યો હતો. ખુદ સી.આર પાટીલ પણ કોરોના પોઝિટિવ થઇ ગયા હતા. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ નેતાઓએ લગ્ન પ્રસંગમાં અને સગાઇ જેવા પ્રસંગમાં સેંકડો લોકોને એકત્ર કર્યાનાં અનેક વીડિયો વાયરલ થઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube