બનેવીએ કહ્યું નવી ગાડી પર સ્વસ્તિક કરવા બાળકીને લઇ જવી છે, બાળકી પરત ફરી તો પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઇ

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં નાટ્યાત્મક રીતે વધારો થઇ રહ્યો છે. સમાજમાં રોજે રોજ દુષ્કર્મ અને બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટનાઓ બંધ થવા કે ઓછી થવાનાં બદલે વધી રહી છે. ત્યારે વીરપુરમાં એક એવી ઘટના સામે આવી કે જ્યાં કૌટુંબિક બનેવીએ જ ફૂલ જેવી નાની એવી 10 વર્ષની સાળીને પોતાની હવસનો શિકાર બનાવી છે. 

Updated By: Dec 18, 2020, 06:06 PM IST
બનેવીએ કહ્યું નવી ગાડી પર સ્વસ્તિક કરવા બાળકીને લઇ જવી છે, બાળકી પરત ફરી તો પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઇ
પ્રતિકાત્મક તસવીર

વિરપુર : ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં નાટ્યાત્મક રીતે વધારો થઇ રહ્યો છે. સમાજમાં રોજે રોજ દુષ્કર્મ અને બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટનાઓ બંધ થવા કે ઓછી થવાનાં બદલે વધી રહી છે. ત્યારે વીરપુરમાં એક એવી ઘટના સામે આવી કે જ્યાં કૌટુંબિક બનેવીએ જ ફૂલ જેવી નાની એવી 10 વર્ષની સાળીને પોતાની હવસનો શિકાર બનાવી છે. 

સુરત: માસાએ 10 વર્ષની બાળાને બોલાવી કહ્યું આ ફિલ્મમાં જેવું થાય છે તેવી એક્ટિંગ આપણે કરવાની છે અને...

ગત રોજ વીરપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઇ કે, જેમાં વીરપુરના રહેવાસી એવા એક પરિવારની 10 વર્ષની ફૂલ જેવી બાળકી ઉપર દુષ્કર્મ થયાનું સામે આવ્યું છે. બાળકીને વીરપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ તેની તબિયત પણ નાજુક છે. વીરપુર પોલીસે બાળકી સાથે બનેલ ઘટનાને લઈને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરેલી છે. તપાસ શરૂ કરી હતી. વીરપુર પોલીસે ગણતરીની કલાકોમાં જ દુષ્કર્મ આચરનાર શખ્સને નરાધમ ભુપત ચાવડાને તેના ગામ મોરબી તાલુકાના કાગદળી ગામેથી ઝડપી પડ્યો હતો. હાલ આ નરાધમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 

અમદાવાદ : કૃષ્ણનગરમાં પંચર ગેંગના ખૂનીખેલમાં ત્રણની ધરપકડ કરાઈ

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર વીરપુરમાં 10 વર્ષની બાળકી સાથે એક પરિવાર રહે છે, ગત રોજ બાળકીના કૌટુંબિક બનેવી એટલે કે બાળકીના ફઈની દીકરી બેનનો પતિ આવે છે. બાળકીના માતા અને પિતાને કહે છે કે તેણે ગોંડલમાં એક ગાડી લીધી છે. મૃહુર્ત કરવા માટે કુંવારી દિકરીના હાથે કુમકુમ તિલક કરાવવું છે. માટે તમારી દિકરીને મારી સાથે મોકલો. બાળકીના માતાપિતાએ જમાઈ પર વિશ્વાસ રાખી દિકરીને તેમની સાથે મોકલી હતી. આ નરાધમ ખુબ જ મલિન ઇરાદા સાથે દિકરીને લઇને રવાના થયો હતો. નરાધમ ભુપત ચાવડા ફૂલ જેવી 10 વર્ષની બાળકી અને પોતાની સાળીને લઈને વીરપુરથી નીકળી ગોંડલના દેવચડી ગામે આવ્યો હતો. બાળકીને દેવચડીની સિમમાં અવાવરું જગ્યા પર લઈ ગયો હતો. બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. 

58 વર્ષીય દેવેન્દ્રભાઈએ ભરતસિંહ સોલંકીનો રેકોર્ડ તોડ્યો, 113 દિવસ કોરોનાની સારવાર લીધી

નરાધમ ભુપતે દુષ્કર્મ ગુજરીને બાળકીને ગોંડલમાં રહેતા બાળકીના ફઈ અને નરાધમ ભુપતના સાસુને ત્યાં મૂકી આવ્યો હતો. જો કે બાળકીની હાલત ખરાબ હોય નરાધમ ભુપતનો સાળો અને બાળકીનો ભાઈ બાળકીને લઈને વીરપુર આવ્યો હતો. જ્યાં બાળકી તબિયત નાજુક હોય વીરપુર હોસ્પિટલમાં દાખલ કરેલ હતી. જ્યારે ડોક્ટર્સે બાળકી પર દુષ્કર્મ થયું હોવાની વાત કરી તો પરિવારનાં પગ તળેથી જમીન ખસી ગઇ હતી. આ અંગે વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. વીરપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમ ભુપતને તેના ગામ કાગદળીથી ઝડપી લીધો હતો. હાલ આ નરરાક્ષસ ભુપત પોલીસ કસ્ટડીમાં છે, ત્યારે પ્રશ્ન થાય છે કે, સભ્ય સમાજમાં થતી દુષ્કર્મની ઘટનાને રોકવા માટે સરકારે અને સમાજે જાગૃત થવાની જરૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube