ભાજપની ખિસકોલી બની ગયા 100 નેતાઓ, આ રહ્યું લિસ્ટ: હજુ ઘણા હાજી હા કરવા લાઈનમાં
Operation Lotus In Gujarat: 100થી વધારે કોંગ્રેસના કદાવર નેતાઓ હાલમાં ભાજપની ખિસકોલી બની ગયા છે. અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલે તો મોંઢામાં મગભરી લીધા છે પણ કોંગ્રેસના બોલકા ધારાસભ્ય અર્જુંન મોઢવાડિયાએ પણ ભાજપની ખિસકોલી બનવાની તૈયારી દર્શાવી છે.
Operation Lotus In Gujarat: ભાજપ લોકસભામાં કોઈ પણ સંજોગોમાં 26માંથી 26 બેઠકો જીતવા માંગે છે. દિલ્હી હાઈકમાન્ડનો રિપોર્ટ છે કે લોકસભાની 5 સીટોમાં ભાજપનો દેખાવ નબળો છે. હવે ફરી આ સીટોને મજબૂત કરવા અને મજબૂત ઉમેદવારોને તોડી પાડવા માટે ઓપરેશન લોટસ શરૂ થયું છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં ઓપરેશન લોટસ ફરી શરૂ થઈ ગયું છે. રાજ્યસભાની હોય કે લોકસભાની ચૂંટણી ભાજપને પોતાના નેતાઓ પર ભરોસો ના હોય તેમ વિરોધપક્ષમાંથી નેતાઓને તોડીને ભાજપમાં સામેલ કરવાની પરંપરા 2002થી ચાલુ થઈ છે અને ભાજપે સદી ફટકારી દીધી છે. હવે ગુજરાત ભાજપમાં એ સ્થિતિ છે કે મૂળ ભાજપી કે જનસંધી છે કે કોંગ્રેસી કૂળના એ ભેદભાવ હવે નજીવો રહ્યો છે કારણ કે ભાજપ 2 દાયકાથી ઓપરેશન લોટસના નામે કોંગ્રેસના કદાવર નેતાઓને ખેંચી લાવે છે. ગુજરાત ભાજપે ક્યારેય કોંગ્રેસને મજબૂત થવા જ દીધી નથી. ભાજપે શામ દામ દંડ અને ભેદ અપનાવીને કોંગ્રેસના મૂળિયા કાપ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ મુક્ત ભાજપ કોંગ્રેસ યુક્ત બની ગઈ છે. રાજયની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પણ 9 કેબિનેટ મંત્રીઓમાં 3 કેબિનેટ મંત્રીઓના કૂળ કોંગ્રેસ છે. ભાજપમાં છેલ્લા 2 દાયકામાં 100થી વધારે નેતાઓ ભાજપમાં જોડાયા છે અને હજુ ઘણા લાઈનમાં ઉભા છે. જેઓ ભાજપની ખિસકોલી બનવા તૈયાર છે.
ઓપરેશન લોટસ
ગુજરાતમાં 156 સીટો પર વિજેતા બની બહુમતી સાથે સરકાર બનાવનાર ભાજપને શું પોતાના નેતાઓ અને સંગઠન પર ભરોસો નથી એ દર વખતે ગુજરાતમાં સૌથી ઓપરેશન લોટસ ચલાવી રહી છે. આજે પણ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. આ જ સપ્તાહમાં વિસાવદરના ભૂપત ભાયાણીએ પણ રાજીનામું આપ્યું છે. ભાજપ લોકસભામાં કોઈ પણ સંજોગોમાં 26માંથી 26 બેઠકો જીતવા માંગે છે. દિલ્હી હાઈકમાન્ડનો રિપોર્ટ છે કે લોકસભાની 5 સીટોમાં ભાજપનો દેખાવ નબળો છે. હવે ફરી આ સીટોને મજબૂત કરવા અને મજબૂત ઉમેદવારોને તોડી પાડવા માટે ઓપરેશન લોટસ શરૂ થયું છે. ગુજરાતમાં લોકસભામાં 26માંથી 26 સીટો જીતવાના દાવા કરતી ભાજપમાં સ્થિતિ એવી છે કે કોંગ્રેસના નેતાઓ હવે સદીને પાર કરશે. હાલમાં જ સીજે ચાવડાથી લઈને અમરીશ ડેર, અર્જુંન મોઢવાડિયા, લાડાણી અને મુળુભાઈ કંડોરિયા ભાજપમાં સામેલ થયા છે. આ નેતાઓ પોત પોતાની બેઠકોમાં કદાવર નેતાઓ છે. હવે આ વિધાનસભાની બેઠકમાં ભાજપના કાર્યકરોએ નેતાજી બનવાનું ભૂલી જવાનું કારણ કે ભાજપના કમિટમેન્ટ સાથે આ નેતાઓએ પાર્ટી બદલી છે. આમ ખંભાત, વિજાપુર, માણાવદર, પોરબંદર અને ભાજપ દ્વારકાથી પણ ચૂંટણી લડાવી શકે છે. આ બેઠકો પર વર્ષોથી જે ભાજપના કાર્યકરો આ નેતાને હરાવવા માટે મહેનત કરતા હતા તેમને જ હવે આ નેતાઓના ગુણગાન ગાવા પડશે.
ગુજરાતમાં 11 લોકસભા માટે ભાજપના આ નેતાના નામોની ચર્ચા, જાણો કોને મળશે ટિકિટ
2002થી અનેક મોટા નેતાઓએ કર્યા કેસરિયા
રાજ્યમાં 2002થી અત્યાર સુધીમાં 80 જેટલાં મોટા કોગ્રેસના નેતાઓએ ભાજપમાં કેસરિયા ધારણ કર્યા છે. ધારાસભ્યો, સાંસદ અને કોંગ્રેસના સગઠનનાં (Gujarat BJP) હોદ્દેદારો પણ ભાજપમાં (Gujarat Congress) સામેલ થયા છે. વર્ષ 2017 થી 2022 આવતા આવતા કોંગ્રેસે 20 ધારાસભ્ય ગુમાવ્યા છે. 2022ની ગુજરાત વિધાનસભા ચુંટણીમાં (Gujarat Assembly Elections 2022)ભારતીય જનતા પાર્ટીએ 2017 પછી કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા 20 માથી 12 ધારાસભ્યોને ટિકિટ આપી છે. જેમાંથી 9નો વિજય અને 3ની કારમી હાર થઇ છે.
કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપના ગુણગાન
કોંગ્રેસનાં સગઠનમાં 37 વર્ષ સેવા પ્રદાન કરનાર જયરાજસિંહે પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી તેઓ ભાજપમાં જોડાયા હતા. જે હવે ફક્ત ભાજપના ગુણગાન ગાઈ રહ્યાં છે અને કોંગ્રેસીઓ પર પ્રહાર કરી રહ્યાં છે. એમના ખેરાલું વિધાનસભાની બેઠક પર ધારાસભ્ય બનવાના સપનાં હતા જે ભાજપે હજુ પૂરા કર્યા છે. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર તો ભાજપની ખિસકોલી બનીને ચૂપ થઈ ગયા છે અને મોઢવાડિયાએ પણ જાહેરમાં કબૂલ્યું છે કે તેઓ પણ ભાજપની ખિસકોલી બનવા તૈયાર છે. એક સમયે લીલીપેનથી સહી કરવાના સપનાં જોતાં અલ્પેશ ઠાકોર પણ ગાંધીનગરથી વિજેતા તો બન્યા છે પણ મંત્રીમંડળમાં સ્થાન પામી શક્યા નથી. આ લિસ્ટ તો ઘણું મોટું છે પણ સૌથી સારો ફાયદો એ કોંગ્રેસ કૂળના 3 નેતાઓને થયો છે. જેમાં બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા અને રાઘવજી પટેલને થયો છે. જેઓ હાલમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ મંત્રી છે.
Watch Video: વળી પાછા જામનગર કેમ પહોંચી ગયા શાહરૂખ ખાન-સલમાન ખાન સહિત આ હસ્તીઓ?
ગુજરાત કોંગ્રેસમાંથી કદાવર નેતાઓને તોડી પાડવાનો ભાજપનો 2 દાયકાથી શિરસ્તો રહ્યો છે. જેમાંથી કેટલાક નેતાઓના તો સૂરજ અસ્ત થઈ ગયા છે. આજે તેઓ ભરપેટ પસ્તાય પણ છે. એકવાર હાર્યા બાદ આજે તેઓ પોતાનું અસ્તિત્વ શોધી રહ્યાં છે કારણ કે કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં જોડાયા તો હાર્યા બાદ ન ઘરના ના ઘાટના થઈને રહી ગયા છે. ભાજપના આ ઓપરેશન લોટસથી મૂળ ભાજપીઓમાં પણ ઘણીવાર અસંતોષનું કારણ બન્યું છે. પાયાના કાર્યકરો વર્ષો સુધી મહેનત કરીને સીટ તૈયાર કરે છે અને એ બેઠક પર એક કોંગ્રેસી નેતા આવીને બેસી જાય છે. લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપે શરૂ કરેલા ઓપરેશન લોટસમાં હજુ પણ કેટલીક વિકેટો પડે તેવી પૂરી સંભાવના છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ:
૧. કુંવરજી બાવળિયા
૨. ડો. આશા પટેલ
૩. જવાહર ચાવડા
૪. વિઠ્ઠલ રાદડિયા
૫. જ્યેશ રાદડિયા
૬. નરહરિ અમીન
૭. રાધવજી પટેલ
૮. ધર્મેન્દ્રસિંહ જાડેજા
૯. બાવકુ ઉંઘાડ
૧૦. સી. પી સોજીત્રા
૧૧. જશાભાઇ બારડ
૧૨. તેજશ્રી પટેલ
૧૩. રામસિંહ પરમાર
૧૪. અમિત ચૌધરી
૧૫. માનસિંહ ચૌહાણ
૧૬. સીકે રાઉલજી
૧૭. ભોળાભાઇ ગોહિલ
૧૮. કરમશી પટેલ
૧૯. મહેન્દ્રસિંહ વાઘેલા
૨૦. બલવંતસિંહ રાજપૂત
૨૧. પ્રહલાદ પટેલ
૨૨. છનાભાઇ ચૌધરી
૨૩. શ્યામજી ચૌહાણ
૨૪. ગિરીશ પરમાર
૨૫. જ્યંતિલાલ પરમાર
૨૬. સુંદરસિંહ ચૌહાણ
૨૭. નિમાબહેન આચાર્ય
૨૮. છબીલ પટેલ
૨૯. રાજેન્દ્ર ચાવડા
૩૦. પ્રભુ વસાવા
૩૧. પરેશ વસાવા
૩૨. કુંવરજી હળપતિ
૩૩. દલસુખ પ્રજાપતિ
૩૪. પરસોત્તમ સાબરિયા
૩૫. વલ્લભ ધોરાજીયા
૩૬. જીવાભાઇ પટેલ
૩૭. મનીષ ગિલીટવાલા
૨૮. શંકર વારલી
૩૯. લીલાધર વાઘેલા
૪૦. દેવજી ફતેપરા
૪૧. કુંવરજી હળપતિ
૪૨. પરબત પટેલ
૪૩. તુષાર મહારાઉલ
૪૪. ઉદેસિંહ બારિયા
૪૫. ભાવસિંહ ઝાલા
૪૬. લાલસિંહ વડોદિયા
૪૭. મગન વાઘેલા
૪૮. ઇશ્વર મકવાણા
૪૯. સુભાષ શેલત
૫૦. ઉર્વશીદેવી
૫૧. મનસુખ વસાવા
૫૨. કરસનદાસ સોનેરી
૫૩. ભાવસિંહ રાઠોડ
૫૪. અનિલ પટેલ
૫૫. નટવરસિંહ પરમાર
૫૬. જયદ્રથસિંહ પરમાર
૫૭. પીઆઇ પટેલ
58. મંગળ ગાવિત
59 . જે.વી. કાકડીયા
60. પ્રવિણ મારુ
61. સોમા ગાંડા પટેલ
62. પ્રદ્યુમનસિંહ જાડેજા
63. અક્ષય પટેલ
64. જીતુ ચૌધરી
65. બ્રિજેશ મેરજા
66 . જે.વી. કાકડીયા
67. જીતુ ચૌધરી
68. અક્ષય પટેલ
69. અલ્પેશ ઠાકોર
70. ચીરાગ પટેલ
71. અશ્વિન કોટવાળ
72. ભગવાન બારડ
73. દેવુસિંહ ચૌહાણ
74. હાર્દિક પટેલ
75. કમશી પટેલ
76. હીરા પટેલ
77. સાગર રાયકા
78. ચીરાગ પટેલ
79. અમરીશ ડેર
80. અર્જુંન મોઢવાડિયા
81. મૂળુભાઈ કંડોરિયા
82. સી. જે ચાવડા
83. અરવિંદ લાડાણી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube