બ્રિજેશ દોશી/ઊંઝા :કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (parsottam rupala) ની જન આશીર્વાદ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. ઊંઝા ઉમિયાધામથી તેમણે યાત્રાની શરૂઆત કરી હતી. ત્યારે સંબોધનમાં તેમણે કહ્યું કે, પીએમ મોદી (Pm Modi) ના મંત્રીમંડળમાં સ્થાન મળ્યા બાદ આ મારો પહેલો પ્રવાસ છે. ઉમિયા ધામથી મારા પ્રવાસની શરૂઆત થઈ તેનો મને વિશેષ આનંદ છે. વિશ્વ પ્રસિદ્ધ માર્કેટિંગ યાર્ડમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. દુનિયાભરમાં મસાલા પૂરું પાડતું આ યાર્ડ છે. ઊંઝાથી પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માનું છું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : અમદાવાદમાં હચમચાવી દે તેવું કૃત્ય : માતા-કાકાને મોતને ઘાટ ઉતારી યુવક બે દિવસ લાશ પાસે બેસી રહ્યો


તેમણે ઉમિયા ધામથી સંબોધનમાં કહ્યું કે, યોગાનુયોગ પીએમ મોદીના ગૃહ જિલ્લાથી યાત્રાની શરૂઆત થઈ છે. કોરોનાના કપરાકાળમાં દુનિયાના 120 દેશોમાં ભારતે દવા પૂરી પાડી છે. મંત્રી મંડળના સભ્યોને લોકસભા-રાજ્યસભામાં પીએમ પરિચય કરાવે તેવી સામાન્ય પ્રથા છે. પહેલીવાર વિપક્ષે મંત્રીઓના પરિચયમાં વિરોધ કર્યો. ત્યાં ભલે કર્યો અહીંયા શું કરી શકશે. અહીંયા હું લોકોની વચ્ચે આવ્યો છું. પણ દરજી સમાજમાંથી એક બહેનને કેન્દ્રમાં મંત્રી બનાવ્યા એ વિપક્ષને દેખાતું નથી. દેશના કરોડો લોકોને સ્પર્શતો ઓબીસી અનામતનો નિર્ણય હોય, મેડિકલ સ્ટુડન્ટને અનામતની વાત હોય તેવા સમયે વિપક્ષે છાજીયા કુટ્યા છે. આ યાદ રાખજો તમે. 


આ પણ વાંચો : ભાવનગરમાં જળસંકટના ભણકારા : 8 ડેમોમાં થોડા દિવસ ચાલે તેટલુ જ પાણી છે 



તેમણે વધુમાં કહ્યું કે, દેશની સુરક્ષા માટે પાડોશીઓ સાથે આંખમાં આંખ નાંખીને કામ કર્યું છે. યુપીએમાં દસ વર્ષ દરમિયાન કૃષિ વિભાગનું 1.37 લાખ કરોડનું બજેટ હતું. જ્યારે ફક્ત 7 વર્ષમાં 1.50 લાખ કરોડ તો મોદી સરકારે ખેડૂતોના ખાતામાં નાખ્યા છે, તેમનુ બજેટ અલગ રહ્યું છે. હવે ખેડૂતોની જેમ પશુપાલકોને પણ KCC આપવાની છે. દેશ અને દુનિયામાં પશુપાલકોએ આપણો ડંકો વગાડ્યો છે. માછીમારોને પણ KCC આપવાનો નિર્ણય કર્યો છે. વેક્સીન અંગે બધા કેવું કેવું બોલતા હતા, પણ અત્યાર સુધી 55 કરોડ લોકોને વેક્સીન અપાઈ ચૂકાઈ છે. હવે લોકોને શોધી સોધીને વેક્સીન આપવી પડે છે.