અમદાવાદ : રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપની નવી 13 સભ્યોની પાર્લામેન્ટરી બોર્ડની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સહિત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીની આ નવી ટીમમાંથી બાદબાદી કરવામાં આવી છે. આ ઉપરાંત મંગુ પટેલ, ભરતસિંહ પરમાર, શંભુ પ્રસાદ ટુંડિયાને પડતા મુકાયા છે. જ્યારે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, આર.સી ફળદુનો સમાવેશ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા: ભાજપના ગઢમાં કોંગ્રેસનું ગાબડું, યુવા બેરોજગાર રેલીનું આયોજન

અમદાવાદ : આ અગાઉ 7 જાન્યુઆરીએ પાટીલે જાહેર કરેલી નવી ટીમમાં પાંચ મહામંત્રી, સાત પ્રદેશ ઉપાધ્યક્ષ જ્યારે 8 પ્રદેશમંત્રી અને એક ખજાનચી અને એક સહખજાનચીની નિમણૂંક કરવામાં આવી છે. આ સંગઠનમાં 6 મહિલા નેતાઓને તક મળી છે. આ સંગઠનના માળખામાં ભીખુભાઇ દલસાણિયા, ભાર્ગવ ભટ્ટ અને રજની પટેલને મહામંત્રી બનાવાયા છે. ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા તથા મંત્રીપદે ઝવેરી ઠકરાર અને પંકજ ચૌધરીને મંત્રીપદે રાખવામાં આવ્યા હતા. આ પ્રકારે પાટીલે સંગઠનમાં વધારે એક નવી ટીમની જાહેરાત થઇ ચુકી છે.


ગેસનું સિલિન્ડર વાપરો છો? તમારી સાથે થઇ ચુક્યું હશે લાખો રૂપિયાનું કૌભાંડ તમને ખબર પણ નહી હોય !


સી.આર પાટીલ દ્વારા જાહેર કરાયેલી નવી ટીમ...


ક્રમ નામ જવાબદારી
1 સી.આર પાટીલ પ્રદેશ-પ્રમુખ
2 વિજય રૂપાણી મુખ્યમંત્રી
3 નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી
4 પુરૂષોત્તમ રૂપાલા સભ્ય
5 આર.સી ફળદુ સભ્ય
6 સુરેન્દ્ર પટેલ સભ્ય
7 ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સભ્ય
8 જસવંતસિંહ ભાભોર સભ્ય
9 ભીખુભાઇ દલસાણીયા સભ્ય
10 રાજેશભાઇ ચૂડાસમા સભ્ય
11 કાનાજી ઠાકોર સભ્ય
12 ડૉ. કિરીટભાઇ સોલંકી સભ્ય
13 પ્રદેશ-પ્રમુખ મહિલા મોરચો સભ્ય

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube