ગેસનું સિલિન્ડર વાપરો છો? તમારી સાથે થઇ ચુક્યું હશે લાખો રૂપિયાનું કૌભાંડ તમને ખબર પણ નહી હોય !
જો તમારા ઘરે ગેસ સિલિન્ડર આવે છે અને, તમે તેનુ વજન નથી ચેક કરતા તો તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો. કારણ કે શહેરકોટડા પોલીસે ગેસ કટિંગ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. લોડિંગ રિક્ષાના માલિક અને ડિલિવરી બોયને ઓછી કમાણી મળતા તેઓ વધુ રૂપિયા કમાવવા માટે ગેસ કટિંગનુ કૌભાંડ ચલાવતા હતા. આ શખ્સો ગેસ ભરેલી બોટલમાંથી થોડો ગેસ અન્ય ખાલી બોટલમાં કાઢી લોકોને ઓછો ગેસ સપ્લાય કરતા હોવાનુ સામે આવ્યુ છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : જો તમારા ઘરે ગેસ સિલિન્ડર આવે છે અને, તમે તેનુ વજન નથી ચેક કરતા તો તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો. કારણ કે શહેરકોટડા પોલીસે ગેસ કટિંગ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. લોડિંગ રિક્ષાના માલિક અને ડિલિવરી બોયને ઓછી કમાણી મળતા તેઓ વધુ રૂપિયા કમાવવા માટે ગેસ કટિંગનુ કૌભાંડ ચલાવતા હતા. આ શખ્સો ગેસ ભરેલી બોટલમાંથી થોડો ગેસ અન્ય ખાલી બોટલમાં કાઢી લોકોને ઓછો ગેસ સપ્લાય કરતા હોવાનુ સામે આવ્યુ છે.
શહેરકોટડા પોલીસને એક બાતમી મળી કે, કેટલાક લોકો ગેસનુ કટિંગ કરી લોકો સાથે છેતરપીંડી આચરે છે. જેથી બાતમી આધારે એક લોડીંગ રીક્ષા નવદુર્ગાની ચાલી પાછળ આવેલી આંગણ વાડી પાસે ઊભી હતી. જેની તપાસ કરતા રિક્ષામાં રહેલા બે યુવકો સંજય સાહુ અને રમેશ વાઘેલા ભરેલા ગેસ સિલિન્ડરમાથી ખાલી સિલિન્ડરમાં ગેસ સપ્લાય કરતા હતા. બંન્ને આરોપી દર 10 સિલિન્ડરમાંથી એક ખાલી સિલિન્ડર ભરી બ્લેકમાં વેચાણ કરતા હોવાનુ સામે આવ્યુ છે. જે અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી બન્ને આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ ઝડપેલા સંજય સાહુ અને રમેશ વાઘેલા નામના બંને શખ્સોની વધુ તપાસ કરતાં સામે આવ્યું કે તેમની પાસે કુલ 19 ગેસના બાટલા મળી આવ્યા. જે ગેસના બાટલા ઉપર એક ધાતુની નાની પાઇપ એટલે કે પેન્સિલ લગાડી ગેસ ચોરી કરતા હતા. શહેરમાં જે લોકો પાસે ગેસ કનેક્શન નથી તેવા લોકોને 1000 થી 1200 રૂપિયામાં વેચાણ આપતા હતા. આરોપીને રોજના 25 બોટલો ડિલિવરી માટે મળતી હતી જેમાથી તેઓ રોજના બે ખાલી બોટલ ગેસ ચોરી કરી ભરતા અને બારોબાર વેચી દેતા હોવાનુ સામે આવ્યુ છે.
બંને શખ્સોની પુછપરછ કરતાં સંજય નામના શખ્સે પોલીસને જણાવ્યું કે, આ લોડીંગ રીક્ષા તેની પોતાની માલિકીની છે. પોતે એચપી ગેસની કંપનીમાં છેલ્લા એક વર્ષથી ડીલીવરી બોય તરીકે કામ કરે છે. તેની સાથેનો રમેશ વાઘેલા બાટલા ઉતારવાની મજૂરી કામ કરે છે. જો કે બંનેને મજૂરીના પૈસા ઓછા મળતા હોવાથી વધુ પૈસા કમાવવા ગેસના બાટલા માંથી થોડો થોડો ગેસ પોતાની પાસેના ખાલી બાટલામાં કાઢી તે બોટલ વેચી પૈસા કમાવવાનું વિચારી કૌભાંડ આચરતા હતા. જેથી પોલીસે આ બન્ને શખ્સો પાસેથી લોડીંગ રીક્ષા અને ગેસની બોટલ કબજે કરી કુલ 1.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.ત્યારે પોલીસ તપાસમાં શુ સામે આવે છે તે જોવુ રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે