બ્રિજેશ દોષી/ગાંધીનગરઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ (CR Patil)એ મોટો નિર્ણય લેતા 6 નગરપાલિકાના 38 સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. પાર્ટીના મેન્ડેટનો અનાદર કરનાર સભ્યો સામે આ પગલા ભરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, હાલમાં જે નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં આ સભ્યોએ પાર્ટીના મેન્ડેટનો અનાદર કરીને તેની વિરુદ્ધમાં મત આપ્યા હતા. હવે પ્રદેશ પ્રમુખે આવા સભ્યો સામે પગલા ભર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સભ્યો થયા સસ્પેન્ડ


[[{"fid":"279074","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


[[{"fid":"279075","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


6 નગરપાલિકાના 38 સભ્યો સસ્પેન્ડ
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે 6 નપાના કુલ 38 સભ્યોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આ તમામ સભ્યોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ખેડભ્રહ્મા નગરપાલિકાના 2, હારીજના 5, થરાદના 3, રાપરના 13, ઉપલેટાના 13 અને તળાજા નગરપાલિકાના 2 સભ્યોનો સમાવેશ થાય છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube