બ્રિજેશ દોશી/ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપનું 2 દિવસીય મંથનનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના કેન્સવિલે ખાતે ભાજપના નેતાઓ 2 દિવસ રાજકીય મંથન કરશે. વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષ અને સરકારની કામગીરીની સમીક્ષા કરશે. સામાન્ય રીતે દર વર્ષે આ ચિંતન શિબિર મળતી હોય છે પણ કોરોના કાળના કારણે છેલ્લા 2 વર્ષથી આ બેઠક મળી નહોતી. છેલ્લે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી વખતે આ બેઠક યોજાઈ હતી. ભુપેન્દ્ર પટેલ સરકાર બન્યા બાદની પણ આ પહેલી બેઠક છે. જેમાં રાષ્ટ્રીય નેતાઓ પણ હાજર રેહશે. જેમાં સંપુર્ણપણે રાજકીય મંથન કરવામાં આવશે અને ચૂંટણી લક્ષી રણનીતિ ઘડાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માતાના મઢથી શરૂ થયેલી યાત્રા સોમનાથ જશે, મોરબી આવી પહોંચી રાજપુત કરણી સેનાની એકતા યાત્રા


આ બેઠકમાં પક્ષના સિનિયર નેતાઓ અને રૂપાણી સરકારના કેટલાક પૂર્વ મંત્રીઓ પણ ભાગ લેશે. આ બેઠકનો મુખ્ય હેતુ સરકારની કામગીરીની સમીક્ષાનો રહેશે. જેમાં સરકારના મંત્રીઓ ઋષીકેશ પટેલ અને હર્ષ સંઘવી પ્રેઝન્ટેશન પણ આપશે. સરકાર ની કામગીરી અને 7 મહિના દરમિયાન લેવાયેલા નિર્ણયો અંગે પ્રેઝન્ટેશન કરશે. સંગઠન તરફથી પણ થયેલી કામગીરી અને પેજસમિતિઓના કામકાજ અંગે પ્રેઝન્ટેશન રજૂ થશે. સી આર પાટીલના અધ્યક્ષ બન્યા બાદ ભાજપે જીતેલી ચૂંટણી અને વન ડે વન ડિસ્ટ્રિક્ટ અંગે પણ વાત થશે. રાષ્ટ્રીય મહામંત્રી બી એલ સંતોષે પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન કરેલી સમીક્ષાની પણ ચર્ચા થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ માર્ગદર્શન આપશે.


GUJARAT CORONA UPDATE: 28 નવા કેસ, 23 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યમાં કોંગ્રેસના રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની મુલાકાતો બાદ રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે ભાજપ મંથન કરશે. આ વખતે વર્ષ 2017 કરતા સ્થિતિ જુદી છે અને ભાજપનું મિશન 182 પાર પાડવા કમર કસી છે ત્યારે આ બેઠકનું મંથન પક્ષને કેટલો લાભ અપાવશે તે જોવાનું રહેશે.


પોરબંદરનું એક એવું વૃક્ષ કે જેની રક્ષા આખ્ખો જિલ્લો કરે છે, આરબો લાવ્યા હતા આ વૃક્ષ


આ બેઠકમાં દિગ્ગજો રહેશે હાજર...
* કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ
* ભુપેન્દ્ર યાદવ
* મનસુખ માંડવિયા
* પરસોત્તમ રૂપાલા 
* રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ
* ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ
* મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 
* પ્રદેશ મહામંત્રીઓ અને સરકારમાંથી 5 મંત્રીઓ ભાગ લેશે 
* પાર્લામેન્ટરી બોર્ડ અને પ્રદેશ કોર કમિટીના સિનિયર નેતાઓ પણ હાજર રહેશે 
* કુલ 30 સભ્યો આ બેઠકમાં ભાગ લેશે 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube