બ્રિજેશ દોશી/ગાંધીનગર: સતત 6 વાર વિધાનસભાની ચૂંટણીઓમાં ભવ્ય જીત મેળવીને ગુજરાતને ભાજપનો ગઢ બનાવ્યું છે ત્યારે હવે વધુ એક વાર ભવ્ય જીત મેળવવા માટે ભાજપે કેન્સવિલેમાં ચૂંટણીલક્ષી મંથન કર્યું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષની હાજરીમાં ગુજરાત ભાજપના નેતાઓએ વિધાનસભા ચૂંટણી માટેની રણનીતિ ઘડી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પ્રદેશના તમામ નેતાઓને માર્ગદર્શન આપ્યું અને ચૂંટણી માટે જીતનો મંત્ર પણ આપ્યો. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે 1990થી વિપરીત પરિસ્થિતિઓમાં પણ ગુજરાત હંમેશા ભાજપ સાથે રહ્યું છે ત્યારે આ વખતે ની ચૂંટણીઓમાં ભવ્ય અને પ્રચંડ જીત વર્ષ 2024ની લોકસભા ચૂંટણીઓ માટે જીતનો પાયો નાખશે.


દૂધ ઉત્પાદકો માટે હવે ખુશીનો પાર નહીં રહે! રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળે લીધો મહત્વપૂર્ણ નિર્ણય


આમ 2024ની લોકસભા ચૂંટણીમાં 26 માંથી 26 બેઠકો જીતવાના સંકલ્પને સાકાર કરવા 2022ની ચૂંટણીઓમાં પ્રચંડ જીત જરૂરી છે અને તે માટે બેઠક દીઠ ચિંતન થયું. જે બેઠકો પર ભાજપને 2017ની વિધાનસભા અને 2019ની લોકસભા ચૂંટણીમાં હાર મળી હતી તેમાં કેવી રીતે સુધારો કરી શકાય તેના માટે વિસ્તૃત અને ખુલ્લા મને તમામ નેતાઓએ ચર્ચા કરી. ભાજપે હારેલી બેઠકો ઉપરાંત SC-ST બેઠકો પર પક્ષનું પ્રદર્શન સુધારવા અને આ વિસ્તારોને ભાજપનો ગઢ બનાવવા મંથન થયું.



પહેલા દિવસે ભુપેન્દ્ર પટેલ સરકારની છબી, કામગીરી અને યોજનાઓની સમીક્ષા થઈ. જેમાં સરકારના મંત્રીઓએ પ્રેઝન્ટેશન રજૂ કરીને સરકારના સબળા પાસાઓ અંગે વાત કરી. તો સંગઠને પણ પોતાના પ્રેઝનટેશનમાં પેજ સમિતિઓના જોરે મેળવેલી જીત અંગે વાત કરી. ભાજપ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલના નેતૃત્વ માં ભાજપે મેળવેલી જીત અંગે ચર્ચા થઈ.


પાણીની અછત છે એવું નથી! પાલનપુરનો અખાણી પરિવાર છેલ્લા 20 વર્ષથી કેમ કરે છે વરસાદી પાણીનો સંગ્રહ?


આજે બીજા દિવસે સરકારની યોજનાઓ અને સંગઠનના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી જેમાં પીએમ મોદી સહિત કેન્દ્રીય નેતૃત્વના આગામી કાર્યક્રમોની વાત થઈ તો સાથે જ સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડી વધુમાં વધુ લોકોને લાભ મળે તે માટે પ્રયાસ થશે. પ્રદેશ ભાજપના તમામ મોરચાઓને વિધાનસભા બેઠક પ્રમાણે જવાબદારી સોંપાશે.



આગામી દિવસોમાં પ્રદેશની કારોબારી બેઠક મળશે જેમાં આ ચિંતન બેઠકનો નિષ્કર્ષ પ્રદેશના નેતાઓ સુધી પહોંચાડશે અને વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવવા તમામ કાર્યકરો એક થઈને લડે તે માટે માર્ગદર્શન અપાશે. 2 દિવસીય મંથનની પક્ષમાં કેટલી અસર દેખાય છે તે જોવાનું રહેશે.    


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube