અમદાવાદ: અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની બેઠક, આશા પટેલ સાથે કરી મુલાકાત
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જિતુ વાધાણી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પુરૂષોતમ રૂપાલા બેઠકમાં હાજર રહ્યાં હતા.
અમદાવાદ: અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ભાજપની મહત્વની બેઠક યોજાઇ હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જિતુ વાધાણી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પુરૂષોતમ રૂપાલા બેઠકમાં હાજર રહ્યાં હતા. સીએમ સાથે 20 મિનિટ સુધી બંધ બારણે બેઠક યોજાઇ હતી.
વધુમાં વાંચો: CM રૂપાણીના નિવાસસ્થાને કેબિનેટ બેઠક, સરકારના આગામી આયોજનોની ચર્ચા
અમદાવાદ એનેક્સી ખાતે અમિત શાહ સાથે આશા પટેલે મુલાકાત કરી હતી. આ સમયે આશા પટેલ અને દિનેશ પટેલ હાજર રહ્યાં હતા. આશા પટેલે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી હાજર રહ્યાં હતા.
વધુમાં વાંચો: દક્ષિણ ગુજરાતમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન, દેવેન્દ્ર ફડણવીસ આપશે હાજરી
આ પ્રસંગે જિતુ વાઘાણીએ જણાવ્યું કે આશા બેન પટેલ હવે ભાજપના સદસ્ય છે. જેના પગલે આશા પટેલે અમિત શાહના આશીર્વાદ લીધાં છે. આ ઉપરાંત અમિત શાહે પ્રદેશ પ્રમુખ સાથે પણ ચર્ચા કરી હતી. તેમજ સંગઠનના હોદ્દેદારો તથા લોકસભા ચૂંટણી સમિતિ તેમજ ચૂંટણી પ્રભારીઓ સાથે બેઠક યોજાઇ રહી છે.