દક્ષિણ ગુજરાતમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન, દેવેન્દ્ર ફડણવીસ આપશે હાજરી

સુરતના માંડવી બાદ વલસાડના ધરમપુરમાં ક્લસ્ટર સંમેલન યોજાશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સુરતના માંડવી અને ધરમપુરમાં ક્લસ્ટર સંમેલનમાં હાજરી આપશે.

દક્ષિણ ગુજરાતમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન, દેવેન્દ્ર ફડણવીસ આપશે હાજરી

સુરત: લોકસભા બેઠકને લઇને ભાજપ રાજ્યમાં વિવિધ ચૂંટણી પ્રચારના કાર્યક્રમ યોજી રહ્યું છે. ત્યારે આજથી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન યોજાવા જઈ રહ્યું છે. સુરતના માંડવી બાદ વલસાડના ધરમપુરમાં ક્લસ્ટર સંમેલન યોજાશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સુરતના માંડવી અને ધરમપુરમાં ક્લસ્ટર સંમેલનમાં હાજરી આપશે.

વલસાડ, ડાંગ, નવસારી અને સુરત લોકસભા બેઠકનું કલસ્ટર સંમેલન યોજાશે. તેમજ દેવેન્દ્ર ફડણવીસ સાથે ભાજપના પ્રદેશ અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠકો માટે ભાજપનો વિધિવત ચૂંટણી પ્રચારની ધરમપુરથી શરૂઆત થવા જઇ રહી છે. તો 14મીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમપુરમાં જન આક્રોશ રેલી સંબોધશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news