જામનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીઓ જેમ જેમ નજીક આવતા જઇ રહી છે તેમ તેમ નેતાઓ અલગ અલગ શહેરોમાં સભા ગજવી રહ્યા છે. કાલે ભાવનગરમાં સભા ગજવ્યા બાદ આજે જામનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશઅધ્યક્ષ સી.આર પાટીલ પહોંચ્યા હતા. જો કે કાલના કાર્યક્રમમાં જીતુભાઇ વાઘાણીએ ભાંગરો વાટ્યો હતો. જેમાં પ્રદેશ પ્રમુખ ફળદુને ગણાવ્યા હતા. આ ફજેતી થયા બાદ આજે મુખ્યમંત્રી અને સી.આર પાટીલે જામનગરમાં રેલીનું સંબોધન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જંગે ચડ્યા પહેલા જ ભાજપ અડધી જંગ જીતી ગઇ, 27 સીટો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા


જો કે આ કાર્યક્રમમાં પણ સી.આર પાટીલનો ફજેતો થયો હતો. સ્ટેજ પરથી મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સન્માન કરવાની જાહેરાત થઇ હતી. જેના પગલે ભાજપના કાર્યકર્તાઓ અને ધારાસભ્ય સહિતના લોકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સન્માન કરવા માટે વિશાળ હાર લઇને આવ્યા હતા. પહેલા તેમને પાઘડી પહેરાવીને તેમનું સન્માનવામાં આવ્યા હતા. ત્યાર બાદ વિશાળ હાર પહેરાવતી વખતે સી.આર પાટીલને કાર્યકર્તાઓએ ઢાંકી દીધા હતા. સી.આર પાટીલ જાણે કંઇ હોય જ નહી તે પ્રકારે ફોટા પડાવીને ધારાસભ્ય સહિત કાર્યકર્તાઓએ ચાલતી પકડી હતી. 


Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના નવા 279 કેસ, એકપણ દર્દીનું મૃત્યું નહી


જો કે ત્યાર બાદ અચાનક ધ્યાન જતા એક કાર્યકર્તા ખાલી પાઘડી લઇને આવી પહોંચ્યો હતો. પાટીલને પાઘડી પહેરાવી દીધા હતા. જો કે ધારાસભ્યને પણ પોતાની ભુલનું ભાન થતા તેઓએ મુખ્યમંત્રીને પહેરાવેલો જ હાર લઇને ફરી કાર્યકર્તાઓનાં ટોળા સાથે પહોંચી ગયા હતા. એજ હાર સી.આર પાટીલને સાંકેતિક રીતે પહેરાવી દીધો હતો. જો કે સ્ટેજ પર થયેલા આ ફજેતાને સાંસદ પુનમ માડમ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘીનાં ઠામમાં ઘી ઢોલાય તેવો પ્રયાસ કર્યો હતો. જો કે સી.આર પાટીલનાં ચહેરા પર આ ભુલનુ ગુસ્સો સ્પષ્ટ પણે જોઇ શકાતો હતો. 


Bhavnagar: સમગ્ર ગુજરાતનાં રાજકારણને શરમમાં મુકે તેવી ઘટના, તમામ રાજકારણીઓ નતમસ્તક


પુનમબેન માડમે કર્યો ડેમેજ કંટ્રોલનો પ્રયાસ
સ્ટેજ પર થયેલા ફજેતાને પગલે સાંસદ પુનમ માડમે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આદર્શ રીતે પહેલા મુખ્યમંત્રી અને ત્યાર બાદ પ્રદેશ પ્રમુખનું સન્માન કરવાનું હોય છે. પરંતુ ફજેતાને કારણે થયેલા ડેમેજને કંટ્રોલ કરવા માટે પુનમ માડમ દ્વારા પહેલા સી.આર પાટીલનું તકતી આપીને સનમાન કર્યું હતું. ત્યાર બાદ મુખ્યમંત્રીનું સન્માન કરીને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સી.આર પાટીલની સતત અવગણના કોઇ ચોક્કસ ઇશારાઓ પર થાય છે કે થઇ જ જાય છે તે તો સમય જ કહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં જે પ્રકારની સ્ટ્રેટેજી સી.આર પાટીલે અપનાવી છે તેના કારણે ભાજપનાં અનેક કાર્યકર્તાઓમાં રોષ છે. પરંતુ ભાજપની જે પ્રકારની રાજ્યમાં પક્કડ છે તે જોતા બળવો કરીને પણ કાંઇ મળવાનું નથી જેના કારણે કાર્યકર્તાઓ સમસમીને બેસી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube