અંકલેશ્વર : અંકલેશ્વરની હિમાની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીમાં બુધવારે મોડી રાત્રે રાસાયણીક પ્રક્રિયા દરમિયાન એક્ઝોથર્મિક રિએક્શન થતા અચાનક તાપમાન અને પ્રેસ વધી ગયું હતું. જેના પગલે બ્લાસ્ટ બાદ આગ લાગી ગઇ હતી. જેમાં 6 કામદાર દાઝ્યા હતા.  જે પૈકી એક કામદારોને વડોદરાની BAPS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે એક વધારે કામદારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેના પગલે બ્લાસ્ટનાં કારણે મોતનો આંકડો 2 પર પહોંચ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા 25 જૂને લેવાનાર પરીક્ષાનો NSUI એ કર્યો વિરોધ

અંકલેશ્વર GIDC એગ્રો કેમિકલ બનાવતી હિમાની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીના પ્લાન્ટ નંબર 4માં રિએક્ટર નં 401 ડાયક્લોરો નાઇટ્રો બેન્ઝીન, સોડિયમ સાઇનાઇટ, કોપર સાઇનાઇટ, ડાઇ મિથાઇલ ફોર્માઇડ તેજ અન્ય રો મટિરિયલનો ઉપયોગ કરીને ડાઇક્લો બેનાઇલ નામની એગ્રો કેમિકલ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી. 


coronaupdates:સુરતમાં ક્રાઈમ બ્રાન્ચના ACP, વ્યારામાં 16 દિવસની બાળકીને કોરોના

જો કે આ દરમિયાન તે દરમિયાન રિએક્ટરમાં એક્ઝો થાર્મિક રિકેશન કંટ્રોલ બહાર જતા અછાનક ટેમ્પરેચર વધી ગું અને ધડાકા સાથે આગ ભભુકી ઉઠી હતી. જ્યાં કામ કરતા 6 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. અંકલેશ્વર ખાતે સારવાર ખસેડ્યા હતા. જો કે સારવાર માટે ખસેડાયેલા 6 કામદારો પૈકી 1નું તત્કાલ મોત નિપજ્યું હતું જ્યારે એકનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર