સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા 25 જૂને લેવાનાર પરીક્ષાનો NSUI એ કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 25 જૂનથી પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે, જેનો NSUI દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એનએસયુઆઇ કાર્યકર્તાઓએ અમારી ડેથ નહી ડિગ્રી સર્ટિફિકેટ જોઇએ. અમે છાત્ર છીએ ટેસ્ટિંગ કિટ નહી સહિતનાં બેનરો સાથે યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. એનએસયુઆઇએ માંગ કરી કે પરીક્ષા ઓગષ્ટમાં લેવામાં આવે અથવા તો માસ પ્રમોશન આપવામાં આવે તે જરૂરી છે. 
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા 25 જૂને લેવાનાર પરીક્ષાનો NSUI એ કર્યો વિરોધ

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 25 જૂનથી પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે, જેનો NSUI દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એનએસયુઆઇ કાર્યકર્તાઓએ અમારી ડેથ નહી ડિગ્રી સર્ટિફિકેટ જોઇએ. અમે છાત્ર છીએ ટેસ્ટિંગ કિટ નહી સહિતનાં બેનરો સાથે યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. એનએસયુઆઇએ માંગ કરી કે પરીક્ષા ઓગષ્ટમાં લેવામાં આવે અથવા તો માસ પ્રમોશન આપવામાં આવે તે જરૂરી છે. 

NSUI દ્વારા રજુઆત કરવામાં આવ્યા છે કે, યૂનિવર્સિટી દ્વારા લેવામાં આવનારી પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન આપવામાં આવે. હાલ જે પ્રકારની સ્થિતી છે તે જોતા ઓગષ્ટ બાદ પરીક્ષા લેવાય તે જરૂરી છે. ઓપનબુક કે મોક ટેસ્ટ સિસ્ટમથી પરીક્ષા લેવામાં આવે. ઘણા વિદ્યાર્થીઓ PG માં રહીને અભ્યાસ કરે છે. ત્યારે આ પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અનેક વિદ્યાર્થીઓ લોકડાઉન બાદ ગામડે જતા રહ્યા છે. જો પરીક્ષા શરૂ કરવામાં આવે તો તેમને પણ ફરી ન માત્ર શહેરમાં આવવું પડે પરંતું રહેવાની પણ વ્યવસ્થા કરવી પડે. કારણ કે મોટે ભાગે પીજી ખાલી થઇ ચુક્યા છે. જેના કારણે રહેવાની પણ ભારે મુશ્કેલી પડી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news