પાસ થવાની ગેરંટી હતી પણ ધોરણ 12 સાયન્સમાં થયા છો ફેલ : આ છે છેલ્લી તક, જોજો ચૂકી ના જતા
Board Exam Result : ધોરણ-12 સાયન્સનું પરિણામ હાલમાં જ જાહેર થતું છે, જો તમે તમારા પરિણામથી ખુશ નથી તો પેપર ચેકીંગની આ તક તમારી પાસે ઉપલબ્ઘ છે
12th Science Result : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે ખાસ ખબર સામે આવ્યા છે. 2 મેના રોજ પરિણામ મેળવી ચૂકેલા વિદ્યાર્થીઓ ઉત્તરવહી અવલોકન / ગુણચકાસણી અને OMR ની નકલ મેળવવા માટે અરજી કરી શકે છે. 9 મેથી 16 મે સાંજે 5 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે. બોર્ડની વેબસાઈટ gseb.org પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. સમગ્ર પ્રક્રિયા માટે નિર્ધારિત ફી ઓનલાઈન ભરવાની રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ-૨૦૨૩ ની પરીક્ષાનું પરિણામ તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ જાહેર થયેલ છે. જે ઉમેદવારો ઉત્તવહી અવલોકન ગુણ ચકાસણી અને OMR ની નકલ મેળવવાની અરજી કરવા ઇચ્છતા હોય તેઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા sci.gseb.org પર તા.૦૯/૦૫/૨૦૧૩ ના રોજ બપોરના ૧૪:૦૦ કલાકથી તા.૧૬/૦૫/૨૦૨૩ ના રોજ ની સાજના ૧૭-૦૦ કલાક સુધી રજીસ્ટ્રેશન કરી ઓનલાઇન અરજી કરી શકશે.
તલાટીની પરીક્ષા માટે જાણવા જેવું : હસમુખ પટેલે આપી પરીક્ષાના નવા નિયમોની માહિતી
ગુણચકાસણી, અવલોકન અને OMR ની નકલ મેળવવા માટેની નિયત ફી ઓનલાઇન SBIepay મારફતે (Credit Card, Debit Card Net Banking) દ્વરા અથવા SBlePay ના SBI Branch Payment" ઓપ્શન દ્વારા દેશની કોઇપણ SBI Branch માં ભરી શકાશે. જેની સંબંધિતોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.
વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું 65.58 ટકા પરિણામ આવ્યું
માર્ચ-૨૦૨૩ માં લેવાયેલી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું 65.58 ટકા પરિણામ આવ્યું છે. આ વિજ્ઞાન પ્રવાહની આ પરીક્ષામાં 73, 166 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં મોરબી જિલ્લો રાજ્યમાં 83.22 ટકા સાથે આગળ છે. તો દાહોદના લીમખેડાનું સૌથું ઓછું 22 ટકા પરિણામ નોંધાયું છે.
રણજીતભાઈએ પ્રેમની વ્યાખ્યા બદલી, મૃત પત્નીના યાદમાં ધોતી પહેરીને કરી ચારધામ યાત્રા