અતુલ તિવારી/અમદાવાદ :આવતીકાલથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થશે. રાજ્યભરના બોર્ડના વિદ્યાર્થીઓની આવતીકાલે ખરી કસોટી છે. કોરોના બાદ પ્રથમવાર ધો.10-12ના કુલ 14,98,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 ની પરીક્ષા સવારે 10 થી બપોરે 1:15 વાગ્યા દરમિયાન પરીક્ષા યોજાશે, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 10:30 થી 1:45 વાગ્યા દરમિયાન યોજાશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 6:30 વાગ્યા દરમિયાન યોજાશે.જોકે, સામાન્ય પ્રવાહની પરીક્ષા બે તબક્કામાં યોજાશે. સવારે 10.30 થી 1.45 ત્યારબાદ બપોરે 3 વાગ્યાથી 6.15 દરમિયાન પરીક્ષા યોજાશે. જે તે વિષય મુજબ સવારે અને સાંજે વિદ્યાર્થીઓ  પરીક્ષા આપશે. ત્યારે આ વર્ષે પણ બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ નિયમો મૂકવામાં આવે છે, જેનુ કડકાઈથી પાલન કરવામાં આવશે.


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    રાજ્યભરમાંથી ધોરણ 10 અને 12 ની 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

  • ધોરણ 10 ની 9,64,529 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

  • ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,25,834 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

  • રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 95,982 રેગ્યુલર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

  • રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 11,984 રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે


આ પણ વાંચો : સુરતનો આ ચા વાળો એવી વસ્તુમાંથી ચા બનાવે છે કે પીનારાને ચાનો નશો ચઢી જાય


બોર્ડની પરીક્ષઆ માટેના નિયમો


  • વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રથમ દિવસે 30 મિનિટ વહેલા પરીક્ષા સ્થળમાં પ્રવેશ અપાશે, ત્યારબાદ 20 મિનિટ અગાઉ પ્રવેશ મળશે 

  • બોર્ડની પરીક્ષા હોવાને કારણે પરીક્ષા સ્થળોની આજુબાજુ કલમ 144 લાગુ રહેશે 

  • પરીક્ષાના સમયમાં ઝેરોક્ષની દુકાનો બંધ રહેશે 

  • પરીક્ષા સ્થળો પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે 

  • પરીક્ષા કેન્દ્રની આસપાસ લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે 

  • પરીક્ષા કાર્ય સાથે સંકળાયેલા તમામને ઓળખપત્રો અપાશે 

  • પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ પ્રતિબંધિત રહેશે, કોઈપણ જાતના વિજાણુ ઉપકરણ સાથે પ્રવેશ મળશે નહીં 

  • વર્ગખંડ બહાર પીવાના પાણીની વ્યવસ્થા રહેશે, પાણીની પારદર્શક બોટલ સાથે રાખી શકાશે, બુટ, ચપ્પલ અને મોજા બ્લોક બહાર રાખવા પડશે 

  • રવિવારે વિદ્યાર્થીઓ વર્ગખંડના દરવાજાથી પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકશે 

  • પરીક્ષા સ્થળોમાં સેનેટાઇઝેશન, હેન્ડવોશ તેમજ માસ્ક ફરજિયાત રહેશે


આ પણ વાંચો : સનસનાટીભર્યા ક્રાઈમ ન્યૂઝ : લગ્ન કરવા માથે પડેલી સાળીને જીજાજીએ જ પતાવી દીધી


આંકડા પર નજર કરીએ તો, અમદાવાદમાં ધોરણ 10 અને 12 બોર્ડની કુલ 1,73,143 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદમાં ધોરણ 10 ની 1,07,694 વિદ્યાર્થીઓ, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની 52,537, તો વિજ્ઞાન પ્રવાહની 12,912 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ શહેરમાં કુલ 97,430 વિદ્યાર્થીઓ 12 ઝોનમાં, 73 કેન્દ્રો પર, 3,312 બ્લોકમાં, 348 બિલ્ડિંગમાં પરીક્ષા આપશે. તો અમદાવાદ ગ્રામ્યમાં કુલ 75,713 વિદ્યાર્થીઓ માટે 8 ઝોનમાં, 67 કેન્દ્રો પર, 233 પરીક્ષા સ્થળ પર, 2,606 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરાયુ છે.  


અમદાવાદ શહેરમાં ધોરણ 10 ની 59,285 વિદ્યાર્થીઓ 7 ઝોનમાં, 34 કેન્દ્રો પર, 205 પરીક્ષા સ્થળમાં, 1,995 બ્લોકમાં પરીક્ષા આપશે. અમદાવાદ શહેરમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની 5 ઝોનમાં, 29 કેન્દ્રો પર, 104 પરીક્ષા સ્થળે, 927 બ્લોકમાં 30,493 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ શહેરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 7,652 વિદ્યાર્થીઓ 5 ઝોનમાં, 10 કેન્દ્રો પર, 39 પરીક્ષા સ્થળોમાં, 390 બ્લોકમાં પરીક્ષા આપશે. 


અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 10 ની 4 ઝોનમાં 35 કેન્દ્રો પર 139 પરીક્ષા સ્થળમાં 1,646 બ્લોકમાં 48,409 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની 22,044 વિદ્યાર્થીઓ 4 ઝોનમાં, 23 કેન્દ્રો પર, 68 પરીક્ષા સ્થળે, 694 બ્લોકમાં પરીક્ષા આપશે. અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 5,260 વિદ્યાર્થીઓ 4 ઝોનમાં, 9 કેન્દ્રો પર 26 પરીક્ષા સ્થળમાં, 267 બ્લોકમાં પરીક્ષા આપશે.