મૌલિક ધામેચા/ અમદાવાદ: નરોડા વિસ્તાર માંથી ગુમ થયેલ આધેડની આખરે 40 દિવસ બાદ ભાળ મળી છે.ધંધાકીય હરીફાઈમાં સાથી લેબર કોન્ટ્રાકટરે જ અન્ય આરોપીઓ સાથે મળીને આધેડની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જો કે અનેક પ્રયત્નો બાદ આખરે એક આરોપી ને પકડવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. જ્યારે ત્રણ આરોપીઓ હજી પણ પોલીસ પકડ થી દુર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં શું ફરી શક્તિશાળી 'તૌકતે' વાવાઝોડા જેવો છે ખતરો? તો આ વિસ્તારોનું આવી બનશે


શહેરના નરોડા વિસ્તારમાં રહેતા અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા સુરેશભાઈ મહાજન 21મી એપ્રિલના દિવસે હું બહાર કામથી જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળ્યા બાદ પરતના આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. જો કે તેમ છતાં કોઈપણ ભાળ ન મળતા અંતે તેઓએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.



બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માતનું કારણ આવ્યું સામે? પહેલા સિગ્નલ આપ્યું અને...


ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરતા હકીકત સામે આવી હતી કે સુરેશ મહાજનના ગુમ થવા માટેની કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર નું કામ કરતા રણજીત કુશવાહ અને તેની સાથેના અન્ય કેટલાક લોકો સામેલ છે. જેથી પોલીસ એ આરોપી ઓની શોધખોળ શરૂ કરી હતી.પોલીસની ટીમ બિહારના અલગ અલગ જિલ્લાઓમાં તપાસ કરી રહી હતી.


ગુજરાતના શિક્ષકો માટે મહત્વના સમાચાર; બદલીના નિયમોમાં કરાયા સુધારો, તક ચૂક્યા તો...


તે દરમિયાન આરોપી અરવિંદ મહતો બિહારના નક્સલી વિસ્તારમાં છુપાયેલો હોવાની માહિતી મળતા પોલીસે તેને ઝડપી લીધો હતો. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે શરૂઆત માટે પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો હતો. પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું હતું કે સુરેશભાઈ લુબી કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા અને આ કંપનીમાં રણજીત કુશ્વાહ લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો.



રથયાત્રાની સુરક્ષા માટે કેવો રહેશે પોલીસ બંદોબસ્ત, જાણો શું કરી છે છે હાઈટેક તૈયારી?


સુરેશ ભાઈ પાસે વધુ શ્રમિકો હોવાથી ધંધાની અદાવતમાં રણજીતે સુરેશ મહાજનને ફાર્મ હાઉસ ઉપર લઈ જવાના બહાને 21મી એપ્રિલ સાંજે સાતેક વાગ્યાની આસપાસ રણજીત તેની ક્રેટા ગાડીમાં સુરજ પાસવાન, અરવિંદ મહતો અને અનુજ પ્રસાદ સાથે અમદાવાદથી ઉદયપુર જવા માટે નીકળ્યા હતા. 


રાજકોટ : બાગેશ્વરબાબાની કથા સાંભળીને ઘરે આવેલી પત્નીની પતિએ કરી હત્યા


રાજસ્થાન વાળા હાઇવે ઉપર લઈ જઈ રાત્રિના સમયે ચાલુ ગાડીમાં આરોપીઓએ મૃતકને દારૂ પીવડાવી ઉદયપુર પહેલા સુરજ પાસવાન એ સુરેશભાઈ ને માથાના ભાગે હથોડીના ઘા મારી તેમજ રણજીત, સુરજ અને અનુજ એ ગળું દબાવીને હત્યા કરી નાખી હતી બાદમાં થોડી આગળ જઈ રાજસ્થાનના ટીડી ગામની વચ્ચેના ભાગે આવેલા નાળા નીચે લાશ સંતાડી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પકડાયેલ આરોપી અરવિંદ આ જગ્યા બતાવતા પોલીસ એ સર્ચ કરીને મૃતદેહ પણ શોધી કાઢ્યો છે. 



Rajkot: આ છે વિશ્વની સૌથી સૂક્ષ્મ હનુમાન ચાલીસા, રચના જોઈ ધીરેન્દ્ર શાસ્ત્રી થયા ખુશ


આરોપીઓએ જ્યાં મૃતદેહનો નિકાલ કર્યો હતો ત્યાં જંગલ વિસ્તાર હતો અને ચિત્તા જેવા જંગલી પ્રાણીઓનો પણ વસવાટ હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ મેક્સેલી વિસ્તારમાં છુપાયેલા હોવાથી તેમજ સ્થાનિક લોકો મગધી ભાષા બોલતા હોવાથી આરોપીઓ સુધી પહોંચવા પોલીસ માટે એક પડકાર હતો. જેથી પોલીસે સ્થાનિક પહેરવેશ ગમછો અને પોતડી પહેરીને સ્થાનિક વ્યક્તિઓની મદદ લઈને આરોપીને ઝડપી લીધો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી રણજીત રામચંદ્ર કુશવાહ, સુરજ બાલ્મિકી પાસવાન અને અનુજકુમાર પ્રસાદને પકડવામાં માટે ચક્રો ગતિમાન કર્યા છે.