રાજુ રુપારેલીયા, દ્વારકા: દ્વારકામાં ફરી એક મુન્નાભાઇ એમબીબીએસ ધોડા ડોકટર પોલીસના હથ્થે ચડ્યો છે. દ્વારકા આરોગ્ય વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે દ્વારકામાં દવાઓ તથા બીનઅધીકૃત ડોકટરો કામ કરી રહ્યા છે, જેથી દ્વારકા પોલીસને જાણ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી બાદ વધુ એક ઈન્જેક્શન કૌભાંડ


ફરીયાદના આધારે દ્વારકા પોલીસના ઇન્ચાર્જ પીઆઇ ગજેન્દ્રસિંહ ઝાલા તથા તેમનો સ્ટાફ અને આરોગ્ય વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમા દ્વારકાના તમામ મેડીકલ સ્ટોર તથા ખાનગી હોસ્પિટલોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમા રૂપેણ બંદર ખાતે એક ઓરડામાં ટેબલ, ખુરશી નાખી પ્રેક્ટિસ કરતા એક ડોક્ટરને દવાના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.


આ પણ વાંચો:- રાજકોટ: રેમડેસિવિર ઇન્જેકશનના કાળો કારોબારમાં મહિલા સહિત પાંચની ધરપકડ


આરોગ્ય વિભાગ દ્વારા પોલીસને સોપવામાં આવતા, પોલીસે ગુલામહુસેન ગફાર જેઠવા ઉ. વર્ષ 43ની કુલ 2129ની કિંમતની દવા સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક  કરો...


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર