રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી બાદ વધુ એક ઈન્જેક્શન કૌભાંડ

શહેરમાં વધુ એક કોરોના વાયરસમાં વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી બાદ બોગસ બીલનું કૌભાંડ સામે આવ્યું છે. કોરોનામાં વપરાતા કોવિફોર 100 MG ઇન્જેક્શનના બોગસ બિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે.

રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી બાદ વધુ એક ઈન્જેક્શન કૌભાંડ

રક્ષિત પંડ્યા, રાજકોટ: શહેરમાં વધુ એક કોરોના વાયરસમાં વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી બાદ બોગસ બીલનું કૌભાંડ સામે આવ્યું છે. કોરોનામાં વપરાતા કોવિફોર 100 MG ઇન્જેક્શનના બોગસ બિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે. આ બોગસ બિલિંગ કૌભાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે ઇન્જેક્શનની કાળા બજારી કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

રાજકોટમાં કોરોના વાયરસની સારવારમાં વપરાતું કોવિફોર 100 MG ઇન્જેક્શનના બોગસ બિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ચેકીંગ દરમિયાન તેનો ખુલાસો થયો હતો. થિયોસ ફાર્માસ્યુટિકલ દ્વારા ફૂડ અને ડ્રગ્સ વિભાગની ઓફિસે 4.54 લાખના 110 ઈન્જેક્શનનું બોગસ બિલ બનાવી રજૂ કરવામાં આવ્યું હતું. દેવાંત હોસ્પિટલના નામે આ બોગસ બિલ બનાવવામાં આવ્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચે થિયોસ ફાર્માસ્યુટિકલના સંચાલક સચિન પટેલ અને એક ખાનગી કંપનીના સૌરાષ્ટ્ર ઝોનના એમ.આરની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ઇન્જેક્શનનો જથ્થો કોને વહેંચ્યો તે અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે ઇન્જેક્શનની કાળા બજારી કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ પોલીસે જીવન રક્ષક ઇન્જેકશનના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ પોલીસે ડમી ગ્રાહક ઉભા કરીને આખું છટકું ગોઠવ્યું હતું. જેમાં એક મહિલા સહિત પાંચની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા પાંચ પૈકી એક સિવીલ હોસ્પિટલનો રોજમદાર કર્મચારી હોવાનું પણ સામે આવ્યુ છે. ત્યારે પોલીસે ઇન્જેકશનના કાળા કારોબારના આ તાર કેટલે સુઘી પહોંચેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news