મુંબઇ: બોમ્બે હાઇકોર્ટે નેશનલ હાઇ સ્પીજ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) અને થાણે જિલ્લાના કલેક્ટરના સોગંદનામું દાખલ કરી જણાવવાનો આદેશ આપ્યો છે કે મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મુંબ્રા વિસ્તારમાં જમીન સંપાદનની પ્રક્રિયા ક્યારે શરૂ થશે. થાણા જિલ્લામાં મુંબ્રા નગરમાં એક નિર્ણામ કંપની અને NHSRCLની જમીન સંપાદનના મામલે સમાધાન પર પણ વિચાર કરવાનો આદેશ આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસ્ટિસ રંજીત મોરે અને જસ્ટિસ રેવતી મોહિતે ડેરેની બેંચે નિર્માણ કંપની અટલાંટા લિમિટેડની તરફથી દાખલ અરજી પર સુનાવણી કરી રહી છે. કંપનીને બુલેટ ટ્રેન યોજના માટે હવે રિઝર્વ જમીન પર કામ અટકાવવાની નોટિસને પડકાર આપ્યો છે.


વધુમાં વાંચો: ચર્ચાસ્પદ ફોટોઃ જ્યારે ફઈબા વસુંધરાએ ભત્રીજા જ્યોતિરાદિત્યને લગાવ્યો ગળે...


કંપનીએ થાણે નગર નિગમ (ટીએમસી) દ્વારા 2 મેના રોજ દાખલ કરવામાં આવેલી નોટિસની સામે સપ્ટેમ્બરમાં હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. નગર નિગમે આ નોટિસમાં કંપનીને મુંબ્રાની નજીક તેમની ત્રણ હેક્ટર જમીન પર કામ રોકવા માટે કહ્યું હતું. ખંડપીઠે સોમવારે આ મુદ્દાને નિષ્ઠાપૂર્વક ઉકેલવા સંબંધિત પક્ષોને સૂચવ્યું હતું. અરજીકર્તા તરફતી હાજર તેમના વરિષ્ઠ વકીલ એમ.એમ.વાશીએ ખંડપીઠને કહ્યું કે તેઓ આ મામલાને ઉકેલવા માટે તૈયાર છે. ખંડપીઠ NHSRCL અને થાણેના કલેક્ટરથી જાણવા માગું છું કે જમીન સંપાદનની પ્રક્રિયા ક્યાર્થી શરૂ થશે. આ મામલે ખંડપીઠ આગામી સુનાવણી 14 જાન્યુઆરીએ કરશે.


વધુમાં વાંચો: છત્તીસગઢના નવા મુખ્યમંત્રી ભૂપેશ બધેલની શપથ, રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી બન્યા


ઉલ્લેખનીય છે કે દેશની પ્રથમ બુલેટ ટ્રેન મુંબઇ-અમદાવાદ વચ્ચે શરૂ થવાની છે. તેની 2022 સુધી શરૂ થવાની સંભાવના છે. જાપાન આ પ્રોજેક્ટ માટે નાણાકીય મદદ કરી રહ્યું છે. ટેકનીકલી સહયોગ પણ જાપાન આપી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પુરો કરવાની છેલ્લો સમય ડિસેમ્બર 2023 છે, પરંતુ ભારત સરકાર આ પ્રોજેક્ટને 15 ઓગસ્ટ 2022 સુધી પુરો કરવાનું લક્ષ્ય લઇને ચાલી રહી છે. પ્રધાનમંત્રી મોદી ઇચ્છે છે કે દેશની સ્વતંત્રતાની 75મી વર્ષગાઠ પર દેશને આ ભેટ આપશે. આ વચ્ચે, ભારતે જાપાનની સામે બુલેટ ટ્રેન કોચનું નિર્માણ દેશમાં કરીને તેની નિકાસ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ભારતનો પ્રયત્ન આ ડબ્બાને ઓછા ખર્ચ પર તૈયાર કરી તેને દુનિયાના અન્ય દેશમાં નિકાસ કરવાનો છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...