Botad News રઘુવીર મકવાણા/બોટાદ : કહેવાય છે કે ડોકટર ભગવાનનું બીજુ રૂપ છે તે કહેવતને સાર્થક કરી બતાવ્યું છે. બોટાદના ખાનગી હોસ્પિટલના ડોક્ટરે એક રૂપિયો ફી લીધા વગર પંચમહાલની મજૂર મહિલાનું 134 mm ની પથરીનું ઓપરેશન કરી વિના મૂલ્યે સર્જરી કરી આપી હતી. પંચમહાલથી મજુરી કામે આવેલ મહિલા દર્દી પાસે કોઈ સરકારી યોજનાના ડોકયુમેન્ટ ન હોવા છતાં ડોક્ટર કળથીયાએ માનવતા રાખી મહિલાને મફત ઓપરેશન કર્યું હતું. મહિલાને નવું જીવન મળતા દર્દીઓએ આ ડોક્ટરની કામગીરીને બિરદાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોટાદમાં પાળિયાદરોડ પર આવેલ ફોર્ચ્યુન હોસ્પિટલમાં ડૉ. જયસુખભાઈ કળથીયા દ્વારા અનેકવાર પથરી જેવા જટિલ રોગ. ધરાવતા દર્દીઓની ઉત્તમ સારવાર સરકારી યોજના અંતર્ગત તદ્દન ફ્રીમાં કરી દર્દીઓને નવજીવન આપવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા 90 mm ની પથરીનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વખતે પંચમહાલના એક મહિલા દર્દી કે જે છેલ્લા ઘણા વર્ષોથી પથરીના દર્દથી પરેશાન થઈ રહ્યા હતા. મહિલાને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા,જેઓના નિદાનમાં 134 mm ની પથરી હોવાનું જણાતા તેઓનું ઓપરેશન કરવાનું નક્કી થયું હતું. પરંતુ દર્દી પાસે કોઈ સરકારી યોજનાનું કાર્ડ ન હોવાથી કે આર્થિક સ્થિતિ પણ સારી ન હોવાથી ડૉ. કળથીયા દ્વારા માનવતાના ધોરણે આ દર્દીનું ફ્રીમાં ઓપરેશન કરાવ્યુ હતું. આ સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડવામાં આવ્યું હતું. કોઈપણ દર્દીના આવા જટિલ ઓપરેશનો ફ્રીમાં કરી દર્દીઓના જીવ બચાવનાર આ ડૉ. ના પ્રશંસનીય કાર્યને દર્દીઓના સગાઓ દ્વારા બિરદાવામાં આવી રહ્યું છે. 


કોણ છે એ ગુજરાતી શિક્ષક, જેમને પીએમ મોદીએ દિલ્હી બોલાવીને દિલ ખોલી વખાણ કર્યાં


ધંધે લગાડવાના ધંધા: દેવુ વધી જતાં જેટકોના કર્મચારીએ કર્યું અપહરણનું નાટક!


આ અંગે ડો.કળથીયાએ જણાવ્યું હતું કે, આ મહિલા પંચમહાલના વતની છે અને મજુરી અર્થે બોટાદમાં આવી હતી. આ દર્દીને 134 MM ની પથરી હતી. જે ગંભીર બાબત કહેવાય તેમને ઓપરેશનથી તાત્કાલિક આ પથરી કાઢવી જરૂરી હતી. પરંતુ આ દર્દી પાસે સરકારની સહાય માટેનુ કોઈ પણ પ્રકારનુ કાર્ડ ન હતું. જો તેમને કાર્ડ કઢાવવું હોય તો મધ્યપ્રદેશમાં તેમના વતનમાં જવુ પડે અને ત્યા કઢાવવુ પડે જેના માટે ઘણા દિવસો થઈ જાય. પરંતુ મહિલાને તાત્કલિક ઓપરેશનની જરૂરીયાત હોવાથી અને તેમની પાસે આ ઓપરેશનના પૈસા ન હોવાથી માનવતાની દ્રષ્ટિએ તેમને ફ્રી માં એકપણ રૂપીયો લીધા વગર ઓપરેશન કરી આપ્યું હતું. 


અનાજ ભરવાની કોઠીમાં દીકરાનો મૃતદેહ જોઈ માતાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ


અંબાલાલ કાકાની વધુ એક આગાહી, બે ગ્રહોનું ગોચર ગુજરાત પર કહેર લાવશે