અમિત રાજપૂત/અમદાવાદ :રાજ્યમાં બીઆરટીએસ (BRTS Accident) ના સતત વધી રહેલા અકસ્માતોને પગલે બીઆરટીએસની સવારી પર અનેક સવાલો ઉભા થયા છે. તો બીજી તરફ, બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી જતા વાહનચાલકો પણ માથાનો દુખાવો બન્યા છે. બીઆરટીએસ કોરિડોરમાં વાહનચાલકોને ગાડી ચલાવવાની મનાઈ હોવા છતાં વાહન ચાલકો પોતાની ગાડી બીઆરટીએસ કોરિડોરમાં હંકારે છે. ત્યારે હવે અકસ્માતો (Accident) ને નિવારવા માટે અમદાવાદ BRTS કોરિડોર બાઉન્સરોને હવાલે મૂકાયું છે. બીઆરટીએસ કોરિડોરમાં સુરક્ષા માટે બાઉન્સરો તૈનાત કરાયા છે. ત્યારે આજે બીઆરટીએસ કોરિડોરમાં ટ્રાફિક પોલીસની સાથે બાઉન્સરો પણ ઉભા દેખાયા. જેઓ કોરિડોરમાં આવી રહેલા ખાનગી વાહનોને રોકી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત : શાકભાજી માર્કેટમાં ખેલાયો ખૂની ખેલ, યુવક 200 મીટર સુધી હત્યારાઓથી જીવ બચાવીને ભાગ્યો, પણ....  



તો બીજી તરફ, બીઆરટીએસનું સંચાલન કરી રહેલ અમદાવાદ જનમાર્ગ લિમિટેડના ડે.મ્યુનિ. કમિશનરે પણ સ્વીકાર્યું કે, ટ્રાફિક પોલીસ સાથેની સયુંકત ઝુંબેશમાં એએમસીએ અમદાવાદમાં વિવિધ 8 સ્થળે પોતાના બાઉન્સર મૂક્યા છે. પૂર્વ વિસ્તારના કોરિડોરમાં આગામી કેટલાક દિવસ સુધી યથાવત આ ઝુંબેશ ચાલુ રહેશે. 


તત્વપ્રિયાએ એફિડેવિટ કરીને કહ્યું, અમે સેફ છીએ, અમારું અપહરણ નથી થયું...’


ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત જેવા શહેરોમા ફરી રહેલ બીઆરટીએસ બસો સતત અકસ્માતો સર્જી રહી છે. અત્યાર સુધી સુરતમાં 4 અને અમદાવાદમાં 2 લોકોના મોત નિપજ્યા છે. જેના બાદ સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. જેના બાદ અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા મોતની સવારી બનેલ બીઆરટીએસ બસ બંધ કરાવવા માંગ ઉઠી હતી. ત્યારે અકસ્માતોનું પ્રમાણ ઓછું કરવા માટે આ પગલા લેવાયા હોઈ શકે તેવું કહેવાય છે.  



બાઉન્સર મૂકવા પર કોંગ્રેસનો સવાલ
BRTS કોરિડોરમાં બાઉન્સર મુકવાને લઈ વિવાદ ઉભો થયો છે. બાઉન્સર મુકવાના નિર્ણયનો વિપક્ષી નેતા દિનેશ શર્માએ વિરોધ દર્શાવ્યો છે. દિનેશ શર્માએ આ મામલે amc અને પોલીસને વેધક સવાલો કરતા પૂછ્યું કે, શું લોકોને પોકીસનો ડર જ નથી રહ્યો, કે બાઉન્સર મૂકવા પડે?? બાઉન્સર્સની હાજરી કાયદો વ્યવસ્થા ભાંગી પડી હોવાનું દર્શાવે છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube