અમદાવાદ : વસ્ત્રાલમાં સોમનાથ નગર સોસાયટીમાં રમી રહેલા પાંચ વર્ષનાં બાળકને ટેમ્પો ચાલકને અડફેટે લેતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ટેમ્પોનાં ડ્રાઇવરે અચાનક જ યુ ટર્ન લઇ લેતા બાળકને ટક્કર વાગી હતી. બાળક પટકાઇ જતા તેના પર ટેમ્પોનું ટાયર ફરી વળ્યું હતું. અકસ્માત બાદ સોસાયટીમાં જ રહેતો ડ્રાઇવર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસે ટેમ્પોચાલક સામે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ આદરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ આવતી ફ્લાઇટનાં પેસેન્જરને એટેક આવતા ઇન્દોરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું
અકસ્માત બાદ પાડોશમાં જ રહેતો ડ્રાઇવર ફરાર
વસ્ત્રાલમાં સોમનાથનગર સોસાયટીમાં બુધવારે રાત્રે કેટલાક બાળકો સોસાયટીમાં રમી રહ્યા હતા. અચાનક સોસાયટીમાં પુરપાટ ઝડપે ટેમ્પો પ્રવેશ્યો હતો. ટેમ્પોને જોઇને સોસાયટીમાં રમતા બાળકો તેની આગળ પાછળ દોડવા લાગ્યા હતા. આ દરમિયાન ટેમ્પો ચાલકે અચાનક યુ ટર્ન મારતા 5 વર્ષીય બાળક આરવ શર્મા તેની અડફેટમાં આવી જતા તે નીચે જમીન પર પટકાઇ ગયો હતો અને તેના પર ટેમ્પોનું ટાયર ફરી વળ્યું હતું. અકસ્માતની જાણ થતા સોસાયટીનાં લોકો દોડી આવ્યા હતા અને આરવને વધારે સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.


ગુજરાત: 75 ટકા સભ્યો તૈયાર હશે તો સોસાયટીનું રિડેવલપમેન્ટ કરી શકાશે
ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે ટેમ્પોચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ટેમ્પો ડ્રાઇવરનું નામ પ્રભાકરશાહ છે અને તે સોમનાથનગર સોસાયટીમાં મૃતક બાળકના પરિવારનાં પાડોશમાં રહે છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને પ્રભાકર શાહ સામે ગુનો નોંધીને તપાસ આદરી છે. જો કે હાલ પ્રાથમિક તબક્કે તો ડ્રાઇવરને ઝડપવા માટે ચક્રોગતિમાન કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube