હે ભગવાન આવું દર્દનાક મોત કોઈ ના આપતા…કટરથી ડ્રમ કાપતા જ યુવતીની બોડી નીકળી, અંદર જોયું તો....

મંગળવારે સાંજે ભેસ્તાન પોલીસ સિમેન્ટ ભરેલુ ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. ભારેખમ ડ્રમ થોડું ખુલ્લું હતુ અને પગ જેવું દેખાતા લાશ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી. જેને પગલે સિવિલના તબીબો પણ ચોંકી ગયા હતા. પીએમ રૂમમાં આ ડ્રમ મુકાયું હતુ.

હે ભગવાન આવું દર્દનાક મોત કોઈ ના આપતા…કટરથી ડ્રમ કાપતા જ યુવતીની બોડી નીકળી, અંદર જોયું તો....

ઝી બ્યુરો/સુરત: ભેસ્તાન પોલીસ મથકની હદમાં અવાવરું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતુ. લાશ હોવાની આશંકા સાથે પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં રાત્રે કટરથી સિમેન્ટ ભરેલું આ ડ્રમ કાપતા તેમાંથી યુવતીની ડેડબોડી મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કાપડના ડૂચા, રેતી- સિમેન્ટ સાથે ભરી દઈ એકલારા ખાતે ફેંકી દેવાયું હતુ. ફિલ્મીઢબે યુવતીના આ હત્યાકાંડની પોલીસે તપાસ શરૂ કરી છે. 

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, મંગળવારે સાંજે ભેસ્તાન પોલીસ સિમેન્ટ ભરેલુ ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. ભારેખમ ડ્રમ થોડું ખુલ્લું હતુ અને પગ જેવું દેખાતા લાશ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી. જેને પગલે સિવિલના તબીબો પણ ચોંકી ગયા હતા. પીએમ રૂમમાં આ ડ્રમ મુકાયું હતુ. પાંચેક ફૂટના આ ડ્રમને તોડવા એકતા ટ્રસ્ટના અબ્દુલ મલબારી અને તેમની ટીમની મદદ લેવાઈ હતી. 

બીજી તરફ એફએસએલની ટીમ પણ સિવિલ દોડી હતી. ભારે જહેમતે કટરથી ડ્રમ તોડવાનું શરૂ કરાતા જ પોલીસ-તબીબો સહિત સૌ કોઇ અવાક્ થઇ ગયા હતા. ડ્રમ તોડાતા તેમાંથી યુવતીની લાશ મળી આવી હતી. યુવતીની લાશ ઊંધી ભરવામાં આવી હતી. યુવતીની લાશ જેમાંથી મળી છે, તે બાંધકામ સાઈટ પર પાણી ભરવાનું પ્લાસ્ટિકનું ડ્રમ હતુ. ડ્રમમાં યુવતીનું માથું અંદરની સાઈડે અને પગ બહારની સાઇડે હતા. ડ્રમમાં લાશ ઉપરાંત કપડાના ડૂચા, રેતી- સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે લાશને છુપાવવા રેતી અને સિમેન્ટ એટલી હદે ભરવામાં આવ્યા હતા કે ડ્રમનું વજન 200થી 250 કિલોગ્રામ જેટલું હતું. પોલીસને વિમાષણ એ હતી કે આટલું ભારે ભરખમ ડ્રમ લઈ કેવી રીતે જવું? છેવટે ટેમ્પોમાં ભરી ડ્રમ સિવિલ લવાયું હતું. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક યુવતીની ઊંમર 30 વર્ષની હોવાનું લાગે છે. લાશ એકલારા-ભાણોદ્રા રોડ પર એક અવાવરુ જગ્યાએથી મળી આવી હતી.

 યુવતીને ગળે ટૂંપો આપી હત્યા કરાઈ હોવાનું પોલીસ- તબીબોનું અનુમાન છે. ૨-૩ દિવસ પહેલાં યુવતીની હત્યા કરાઇ હોવાની શક્યતા છે. લાશ અત્યંત કહોવાઇ ગયેલી હાલતમાં છે અને માથા પર વાળ પણ બચ્યા નથી. આવતીકાલે સિવિલમાં લાશનું ફોરેન્સિક પીએમ કરાશે. જેમાં હત્યા કેવી રીતે થઇ? અને ક્યારે થઈ? તે સ્પષ્ટ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news