અમદાવાદ આવતી ફ્લાઇટનાં પેસેન્જરને એટેક આવતા ઇન્દોરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું

કોલકાતાથી અમદાવાદ આવતી સ્પાઇસ જેટની ફ્લાઇટમાં પેસેન્જરને હાર્ટ એટેકની ઘટના બનતા ઇન્દોરમાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. પેસેન્જરને તત્કાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

અમદાવાદ આવતી ફ્લાઇટનાં પેસેન્જરને એટેક આવતા ઇન્દોરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું

અમદાવાદ : કોલકાતાથી અમદાવાદ આવતી સ્પાઇસ જેટની ફ્લાઇટમાં પેસેન્જરને હાર્ટ એટેકની ઘટના બનતા ઇન્દોરમાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. પેસેન્જરને તત્કાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ પેસેન્જર્સે ઉતાર્યા બાદ ફ્લાઇટ રાત્રે લગભગ 12.31 વાગ્યે અમદાવાદ આવવા માટે રવાના થયા હતા. કોલકાતાથી બુધવારે રાત્રે લગભગ 11 વાગ્યે અમદાવાદ આવવા રવાના થયેલી સ્પાઇસ જેટની ફ્લાઇટ એસજી406 હવામાં હતી ત્યારે લગભગ 12 વાગ્યે અમદાવાદ આવી રહેલ પેસેન્જર જયવિજય વાધુની તબીયત લથડી હતી. ત્યારે ફ્લાઇટ મધ્યપ્રદેશના ઇન્દોર પરથી પસાર થઇ રહી હતી. 

ગુજરાત: 75 ટકા સભ્યો તૈયાર હશે તો સોસાયટીનું રિડેવલપમેન્ટ કરી શકાશે
ઇન્દોર એરપોર્ટ ઓથોરિટીને તત્કાલ જાણ કરવામાં આવી હતી. ઇન્દોર એટીસીને ક્લિયરન્સ આપતાની સાથે જ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવી હતી. પેસેન્જરને ઉતારીને ફ્લાઇટ 02.10 વાગ્યે અમદાવાદ આવવા માટે રવાના થઇ હતી. 

સુરત: GST વિભાગ તપાસ કંઇક કરતું હતું અને મળી 600 કરોડનું કૌભાંડ
અમદાવાદની 5 ફ્લાઇટ રદ્દ, 42 મોડી પડી
ઉતરભારતમાં સવારે અને રાતના સમયે છવાયેલા ગાઢ ધુમ્મસને કારણે અનેક એરપોર્ટ પર વિમાનોનુ સંચાલન ખોરવાયું છે. કર્મચારીઓની ઘટનો સામનો કરી રહેલા ગોએરની ગુરૂવારે પણ હૈદરાબાદથી અમદાવાદ જતી 4 જ્યારે અમદાવાદથી લખનઉ જતી ફ્લાઇટ 5 ઉપરાંત અન્ય ઘણી ફ્લાઇટ મોડી પડી હતી. જેના કારણે પેસેન્જર્સને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news