સોમવારથી રાજ્યની વડી અદાલત ઓનલાઇન ચાલશે, કોરોનાના ડરથી હાઇકોર્ટમાં ફિઝીકલ સુનાવણી બંધ
કોરોનાની રોકેટ ગતિથી ગુજરાત (gujarat corona update) માં વધી રહેલા કોરોનાને જોતા વિવિધ અંકુશો મૂકાઈ રહ્યાં છે. આવામાં ગુજરાત હાઇકોર્ટે (gujarat highcourt) મોટો નિર્ણય લીધો છે. કોરોનાના કેસ વધતા ચીફ જસ્ટિસનો નિર્ણય લીધો કે, સોમવારથી રાજ્યની વડી અદાલત ઓનલાઇન રહેશે. સોમવારથી ફિઝિકલ કોર્ટ બંધ થશે. હવે વર્ચ્યઅલ સુનાવણી થશે. રાજ્યમાં વધતા કોરોના કેસો (corona case) ને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે.
આશ્કા જાની/અમદાવાદ :કોરોનાની રોકેટ ગતિથી ગુજરાત (gujarat corona update) માં વધી રહેલા કોરોનાને જોતા વિવિધ અંકુશો મૂકાઈ રહ્યાં છે. આવામાં ગુજરાત હાઇકોર્ટે (gujarat highcourt) મોટો નિર્ણય લીધો છે. કોરોનાના કેસ વધતા ચીફ જસ્ટિસનો નિર્ણય લીધો કે, સોમવારથી રાજ્યની વડી અદાલત ઓનલાઇન રહેશે. સોમવારથી ફિઝિકલ કોર્ટ બંધ થશે. હવે વર્ચ્યઅલ સુનાવણી થશે. રાજ્યમાં વધતા કોરોના કેસો (corona case) ને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે.
આ ઉપરાંત વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરાશે. કેસના ફાઇલિંગ માટે 10 કાઉન્ટર્સ શરૂ કરાશે. વિસ્તૃત માર્ગદર્શિકા આજે દિવસ દરમ્યાન જાહેર થશે. ગુજરાત હાઈકોર્ટમાં વકીલોએ પણ અરજીની કોપી બહાર ટેબલ જ મુકવાની રહેશે. બે દિવસ સમગ્ર હાઇકોર્ટ પરિસરને સેનેટાઇઝ કરવાની કામગીરી કરવામા આવશે. ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિયેશને આ સમગ્ર મુદ્દે ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત કરી હતી.
આ પણ વાંચો : મોટો નિર્ણય : તીવ્ર ગતિએ ફેલાતા કોરોનાને કારણે મુખ્યમંત્રીએ સરકારી કાર્યક્રમો પર રોક લગાવી
ગત કાલે ચીફ જસ્ટિસએ કોર્ટ પરિસરની ઓચિંતી મુલાકાત લીધી હતી. કોર્ટ સ્ટાફની બેદરકારી પર ચીફ જસ્ટિસે ટકોર પણ કરી હતી. સરકારી અધિકારિઓને કોર્ટમાં પ્રવેશ આપતા કોર્ટ સ્ટાફનો ચીફ જસ્ટિસે ઉધડો લીધો હતો. કોરોનાના કેસ વધતા ચીફ જસ્ટિસનો નિર્ણય લીધો કે, સોમવારથી રાજ્યની વડી અદાલત ઓનલાઇન રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા તકેદારીના તમામ પગલા લેવાઈ રહ્યાં છે. પ્રવેશ માટે ગેટ નંબર 5 સિવાય તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમજ માત્ર વકીલોને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોર્ટની કેન્ટીન પણ બંધ કરી દેવામાં આવી છે.
આ પહેલા પણ કોરોના મહામારીને પગલે ગુજરાત હાઈકોર્ટમાં વરચ્યુઅલ હિયરિંગ કરાયુ હતું. મહિનાઓ સુધી કોર્ટ બંધ રાખવામા આવી હતી. ત્યારે ફરી એકવાર કોરોના વિસ્ફોટની સ્થિતિને જોતા હાઈકોર્ટે નિર્ણય લીધા છે.