Navratri 2024 Day-1: પ્રથમ નોરતે કેમ માતા શૈલપુત્રીની જ કરાય છે પૂજા? માતાજીને પસંદ છે કેવો પ્રસાદ?
Navratri 2024: નવરાત્રિના પ્રથમ દિવસે યોગી પોતાની શક્તિ મૂળાધારમાં સ્થિત કરે છે તથા યોગ સાધના કરે છે. આજથી શરદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે જાણીએ નવરાત્રિના પ્રથમ નોરતા અને દેવીની આરાધનાનું શું છે મહત્ત્વ...
Trending Photos
Navratri 2024: આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ધર્મગ્રંથો પ્રમાણે નવરાત્રિમાં દરરોજ માતાના એક વિશેષ રૂપની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જાણો નવરાત્રિમાં કયા દિવસે દેવીના કયા સ્વરૂપની પૂજા કરવી જોઇએ.
નવરાત્રીના પ્રથમ દિવસે ઘટની સ્થાપના અને મા શૈલપુત્રીની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસથી માતાના નોરતા ચાલું થાય છે. એવી માન્યતા છે કે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવો જાણીએ નવરાત્રીના પહેલા દિવસે માતાના શૈલપુત્રી સ્વરૂપની કેવી રીતે પૂજા કરવી જોઈએ.
પહેલાં નોરતે કેમ કરાય છે માતા શૈલપુત્રીની પૂજા?
શારદીય નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માર્કેન્ડેય પુરાણ મુજબ દેવીનું આ નામ હિમાલયને ત્યાં જન્મ લેવાથી પડ્યું. હિમાલય આપણી શક્તિ, દૃઢતા, આધાર તથા સ્થિરતાનો પ્રતીક છે. માતા શૈલપુત્રીને અખંડ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે યોગી પોતાની શક્તિ મૂળાધારમાં સ્થિત કરે છે તથા યોગ સાધના કરે છે.
આપણાં જીવન પ્રબંધનમાં દૃઢતા, સ્થિરતા તથા આધારનું મહત્વ સર્વપ્રથમ છે. એટલે આ દિવસે આપણે આપણા જીવનમાં સ્થાયિત્વ તથા શક્તિમાન બનવા માટે માતા શૈલપુત્રી પાસે પ્રાર્થના કરવી જોઈએ. શૈલપુત્રીની આરાધના કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે. હિમાલયની પુત્રી હોવાને લીધે આ દેવી પ્રકૃતિનું સ્વરૂપ પણ છે. મહિલાઓ માટે તેમની પૂજા કરવી જ શ્રેષ્ઠ અને મંગળકારી છે.
પહેલાં નોતરે માતાજીના પૂછનમાં કયા મંત્રનો કરાય છે જાપ?
ऊं ऐं ह्नीं क्लीं चामुण्डायै विच्चे ॐ शैलपुत्री देव्यै नम:
આ ઉપરાંત અહીં આપેલાં મંત્રોનો જાપ પણ પૂજનવિધિમાં કરાય છેઃ
1. ऊँ शं शैलपुत्री देव्यै: नम:
2. वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्। वृषारुढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥
3. वन्दे वांछित लाभाय चन्द्राद्र्वकृतशेखराम्। वृषारूढ़ा शूलधरां यशस्विनीम्॥
4. या देवी सर्वभूतेषु माँ शैलपुत्री रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:॥ मां
મા શૈલપુત્રીને કઈ પ્રસાદી કરાય છે અર્પણ?
માતા શૈલપુત્રીને ગાયના ઘીમાંથી બનેલી વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે માતા દુર્ગાને ગાયના ઘીમાંથી બનેલી વસ્તુઓ ખૂબ જ પસંદ છે. ગાયના ઘીમાંથી બનાવેલી બદામની ખીર માતા શૈલપુત્રીને અર્પણ કરી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે