Weather Forecast: નવરાત્રીની મજા બગડશે કે શું? આ તારીખોમાં વરસાદ પડશે, ચક્રવાતની પણ ડરામણી આગાહી, ડિસેમ્બર સુધી પીછો નહીં છોડે આ વરસાદ!

ગુજરાત માટે પણ હવામાન ખાતા દ્વારા અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તે ખાસ જાણો. નવરાત્રીમાં આ વખતે વરસાદને કારણે વિધ્ન પડી શકે છે. 

1/8
image

ભારતીય હવામાન વિભાગ (IMD)એ કેટલાક રાજ્યોમાંથી ભલે દક્ષિણ પશ્ચિમ ચોમાસુની વિદાયની જાહેરાત કરી દીધી છે પરંતુ પૂર્વોત્તર મોનસૂન હજુ પણ વરસે એવા આસાર છે. દક્ષિણ પૂર્વી પ્રાયદ્વીપીય ભારતમાં ઓક્ટોબર-ડિસેમ્બર મહિનામાં સામાન્યથી વધુ વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. આઈએમડીનું આ આકલન અનેક વૈશ્વિક હવામાન મોડલોથી મળેલા આઉટપુટ પર આધારિત છે. અત્રે જણાવવાનું કે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણ પશ્ચિમ મોનસૂનના મૌસમ દરમિયાન  ભારતમાં 108 ટકા વરસાદ પડ્યો જે સામાન્ય કરતા વધુ છે. આ ઉપરાંત ગુજરાત માટે પણ હવામાન ખાતા દ્વારા અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તે ખાસ જાણો. નવરાત્રીમાં આ વખતે વરસાદને કારણે વિધ્ન પડી શકે છે.   

2/8
image

મોનસૂન બાદ મૌસમ માટે પૂર્વાનુમાન જાહેર કરતા આઈએમડીના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન દક્ષિણ-પૂર્વી પ્રાયદ્વીપીય ભારતમાં સરેરાશ 334.13 મિમી વરસાદ પડશે. જે 112 ટકા હશે. 

3/8
image

જેને શીતકાલીન મોનસૂન તરીકે પણ ઓળખવામાં આવે છે. આઈએમડીના જણાવ્યાં મુજબ રાયલસીમા, યનમ, તટીય આંધ્ર પ્રદેશ, પુડુચેરી, તમિલનાડુ, કેરળ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં વરસાદ પડશે. તમિલનાડુ માટે આ મુખ્ય વર્ષાની ઋતુ છે. રાજ્યમાં આ દરમિયાન વધુ વરસાદ નોંધાય છે. 

4/8
image

ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગર ઉપર સ્થિત લા નીનાના કારણે તમિલનાડુ અને પુડુચેરીમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે. લા નીનાને ભારતમાં પૂર્વોત્તર મોનસૂનને દબાવવા માટે જાણવામાં આવે છે. આઈએમડીના પ્રમુખે કહ્યું કે લા નીના દરમિયાન તમિલનાડુ અને પુડુચેરીમાં સામાન્યથી ઓછો વરસાદ થાય છે. 

5/8
image

આઈએમડી અધિકારીઓએ કહ્યું કે પૂર્વોત્તર મોનસૂનનું પ્રદર્શન ઘણી હદ સુધી આંતર મૌસમી વિકાસ પર નિર્ભર કરશે. આગામી કેટલાક દિવસો દરમિયાન દક્ષિણ પશ્ચિમ મોનસૂનની વાપસીની ગતિ વધવાની સંભાવના છે અને ઉત્તર પશ્ચિમ તથા ઉત્તરી ભારતથી વરસાદ બંધ થવાની શક્યતા છે. 

6/8
image

આઈએમડીએ કહ્યું કે દેશભરમાં ઓક્ટોબર મહિનો વરસાદનો મહિનો બની રહેશે. આ દરમિયાન સમગ્ર ભારતમાં સરેરાશ 75.4 મિમી વરસાદ પડી શકે છે. જો કે જમ્મુ કાશ્મીર અને પૂર્વ ભારતમાં ઓક્ટોબર મહિનો શુષ્ક રહી શકે છે. 

ગુજરાતમાં હવામાનની આગાહી

7/8
image

ગુજરાતની વાત કરીએ  તો રાજ્ય હવામાન ખાતાએ જે 7 દિવસની આગાહી કરી છે તેમાં ગુજરાત રિઝિયનમાં છુટા છવાયા વરસાદની શકયતા છે. કચ્છથી જૂનાગઢ સુરેન્દ્રનગર ડીસા સુધી ચોમાસાની વિદાય છે. ઓકટોબર મહિનામાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. મહત્તમ અને લઘુતમ તાપમાન ઊંચું રહેશે.   

અંબાલાલ પટેલની આગાહી

8/8
image

રાજ્યમાં વરસાદ અંગે હવામન શાસ્ત્રી અંબાલાલ પટેલની પણ લેટેસ્ટ આગાહી આવી છે. નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની શકયતાઓ. તેમના કહેવા મુજબ સ્થાનિક વાતાવરણ ના કારણે બપોર બાદ રાજ્યના કોઈ કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે.8 થી 10 ઓક્ટોમ્બર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમૂક ભાગોમાં વરસાદ પડી શકે છે. 10 થી 14 ઓકરોમબર દરમિયાન અરબી સમૃદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ. જે વરસાદી સિસ્ટમ ચક્રવાત નું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. 28 ઓક્ટોબર સુધીમાં આ સાયકલોન ચક્રવાતમા રૂપાંતર થઈ શકે છે. ચક્રવાત ની અસર સૌરાષ્ટ્ર સહિત ના ભાગોમાં વરસાદની અસર થઈ શકે છે.