class 12th commerce result 2023 : ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ 73.27 % ટકા જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. સવારે 8 વાગતા પહેલા જ વોટ્સએપ પર વિદ્યાર્થીઓને પરિણામ મળી રહ્યું છે. હવે થોડી વારમાં પરિણામ વેબસાઈટ પર મૂકાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને whatsapp ઉપર રિઝલ્ટ મેળવી શકશે. તો શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 7-30એ વાગ્યે પરિણામ જાહેર કરાયું છે. ત્યારે રિઝલ્ટને લઇ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. અનેક શાળાઓએ પરિણામને ઉજવવાની તૈયારીઓ પહેલાથી જ કરી હતી. શાળામાં આજના દિવસને તહેવારની જેમ વધાવવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રિઝલ્ટ જાણવા અનેક વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ ધોરણ 10 અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કારયુ હતું. આજે ધોરણ-12 નું સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ગયું છે. કુલ રાજ્યભરમાં 482 કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી. ચાલુ વર્ષે સામાન્ય પ્રવહ 73.27 ટકા જાહેર કરાયુ છે. જે ગત વર્ષ કરતા 13 ટકા ઓછું પરિણામ છે. આ પરિણામ માસ પ્રમોશનના આધારે જોઈ શકાય છે. 58 હજાર જેટલા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવાથીપ રિણમ પર આસર જોવી મળી છે. આ વખતે કન્યાઓએ બાજી મારી છે.  


વેબસાઈટ પહેલા વોટ્સએપ પર જાહેર થયું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ, આ રીતે ચેક કરો


  • કુલ પરિણામ - 73.27 ટકા

  • કન્યાઓનું પરિણામ - 80.39 ટકા

  • કુમારોનું પરિણામ - 67.03 ટકા

  • ગુજરાતી માધ્યમનું પરિણામ - 72.83 ટકા

  • અંગ્રેજી માધ્યમનું પરિણામ - 79 ટકા ટકા

  • સૌથી વધુ પરીણામવાળો જીલ્લો કચ્છ 84.59%

  • સૌથી ઓછું પરિણામવાળો જીલ્લો દાહોદ 54.67%

  • સૌથી વધુ પરીણામ વાંગધ્રા કેન્દ્રનું 95.85% પરીણામ

  • સૌથી ઓછું પરીણામ દેવગઢ બારીયા 36.28% પરીણામ

  • ચાલુ વર્ષે ગેરરીતિના કેસમાં ઘટાડો થયો, 367 કેસ હતા. ગત વર્ષે 2544 કેસ હતા

  • 100% પરીણામ વાળી 311 શાળાઓ જે ગયા વર્ષે 1064 શાળાઓ હતી

  • 10% કરતા ઓછા પરીણામ વાળી 44 શાળા જે ગયા વર્ષે 1 શાળા હતી


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના ખેડૂતો પાસેથી દક્ષિણામાં માંગ્યુ એક વચન


પરીક્ષાના જોઈન્ટ ડાયરેક્ટર એનકે રાવલે પરીક્ષાના પરિણામ પર માહિતી આપતા જણાવ્યું કે, પસામાન્ય પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા રાજ્યના 482 કેન્દ્રો ઉપર લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 4,79,298 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 3,49,792 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 29,974 ઉમેદવારો નોંધાયેલા હતા. તે પૈકી 28,321 ઉપસ્થિત રહ્યા હતા, તેમાંથી 11,205 ઉમેદવાર સફળ થયા છે.  આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 39.56 % ટકા આવેલ છે. આ પરીક્ષામાં 34,533 ખાનગી નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 31,988 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 10,830 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ખાનગી નિયમિત ઉમેદવારોનું પરિણામ 33.86 % ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 12,849 ઉમેદવારો નોંધાયેલા હતા. તે પૈકી 11,833 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,425 ઉમેદવાર સફળ થયા છે. આમ ખાનગી પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 28.94 % ટકા આવેલ છે.


અંબાલાલ પટેલની આગાહી : આ ચોમાસું તોફાની બનશે, ચક્રવાતને લઈને આપ્યા મોટા સંકેત


Whatsapp પર પરિણામોનો પહેલો પ્રયોગ સફળ રહ્યો હતો જેથી આ પરિણામમાં પણ whatsapp પદ્ધતીનો ઉપયોગ કરાશે. એટલે કે જેઓ પરિણામ લેવા જવા માટે કેન્દ્ર પર જવા માટે સક્ષમ નથી અથવા તો ભીડભાડ વગર શાંતિથી પરિણામ લેવા કેન્દ્રપર જવા માંગે છે તેઓ પ્રાથમિક પરિણામ તો તાત્કાલિક તો whatsapp દ્વારા જાણી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નં. 63573 00971 પર સીટ નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકશે. તો www.gseb.org પર પણ તમારું પરિણામ જોઈ શકશો. 


અમીર પરિવારની વહુ પણ કરતા ખચકાય તેવુ કામ ગરીબ માતાએ કહ્યું, દીકરાને કિડની આપી