અમીર પરિવારની વહુ પણ કરતા ખચકાય તેવુ કામ ગરીબ માતાએ કહ્યું, લાડકવાયાની બંને કિડની ફેલ થતા પોતાની કિડની આપી

Mother Donate Kidney To Son : વલસાડના ધરમપુરના ભાવનાબેને દીકરા પ્રિન્સને પોતાની એક કિડની આપી... હવે સ્વસ્થ થઈને પતિના કામે મદદે લાગ્યા 

અમીર પરિવારની વહુ પણ કરતા ખચકાય તેવુ કામ ગરીબ માતાએ કહ્યું, લાડકવાયાની બંને કિડની ફેલ થતા પોતાની કિડની આપી

Valsad News ઉમેશ પટેલ/વલસાડ : વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા ધરમપુર તાલુકા ખાતે માતાએ બાળકની બંને કિડની ફેલ થતા પોતાના લાડકવાયા પુત્રને એક કિડની આપી નવજીવન બક્ષી આપી છે સાથે ગરીબ પરિવારની આ વાત્સલ્યમૂર્તિ માતા કિડની આપવાના ત્રણ મહિના પછી બામટી કેરી માર્કેટમાં પતિએ શરૂ કરેલી ચા, નાસ્તાના સ્ટોલમાં મદદરૂપ થઇ અન્યો માટે પ્રેરણારૂપ બનતી પ્રતિત થઈ રહી છે.

બન્યુ એમ હતું કે, વલસાડ જિલ્લાના ધરમપુરના ત્રણ દરવાજા નજીક કાનુરબરડાના બિપિન ટેલર અને ભાવના ટેલરના પુત્ર પ્રિન્સને વર્ષ 2010માં માત્ર બે મહિનાની વયમાં પેશાબમાં તકલીફ થતા સુજી ગયેલા પેટને લઈ વલસાડમાં થયેલી સોનોગ્રાફીમાં પેશાબની નળીમાં બ્લોકનું નિદાન થતા અમદાવાદ કિડની રિસર્ચ સેન્ટરમાં લઈ જવાયો હતો. જ્યા રિપોર્ટ બાદ એક કિડની વિક હોવાથી સંદર્ભ કાર્ડ બનાવી વિનામૂલ્યે દુટી નીચે હોલ કરાયો હતો. ત્રણ વર્ષ પછી લેઝર ઓપરેશનથી હોલ બંધ કરાયા બાદ દવા ચાલી રહી હતી. 

એક વર્ષ અગાઉ નિયમિત ચાલતી દવા વચ્ચે પ્રિન્સને અટકીને થતા પેશાબને લઈ અમદાવાદ કિડની રિસર્ચ સેન્ટરમાં એક કિડની ફેલ અને એક કિડની માત્ર પાંચ ટકા ચાલતી હોવાના નિદાન બાદ કિડની દાન માટે સલાહ અપાઈ હતી. જેને લઈ ભાવનાબેનની માતાએ પૌત્રને એક કિડની આપવા તૈયારી બતાવતા ભાવનાબેને પોતાના લાડકવાયા માટે પોતે એક કિડની આપવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો અને કિડની મેચ થતા 15-02-2023ના રોજ ભાવનાબેને પ્રિન્સને કિડની આપી હતી. જે બાદ માતા તથા પુત્રનું સ્વાસ્થય સારું થતા રજા અપાઈ હતી.

ગરીબ પરિવારમાંથી આવતી આ મહિલાના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે ઓપરેશનના ત્રણ મહિના બાદ મહિના બાદ ફરી કેરી માર્કેટમાં પતિની મદદ કરવા પહોચ્યા હતા. પતિ બિપિન ટેલરની ચા, નાસ્તાના સ્ટોલ ચલાવે છે. તેથી સ્ટોલ પર પતિને મદદરૂપ થવા માટે કામે લાગી ગયા હતા. પરેશનના ત્રણ મહિના બાદ માત કામના સાથે પોતાના બાળકની સંભાળ રાખે છે. સાથે જ પોતાના પતિને મદદ પણ કરી અન્ય મહિલાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news