ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ગેમ ઝોનમાં મોતની મોટી હોનારત બની છે. TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી છે. જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાયા. આ ઘટનામાં અત્યાર સુધી 8 લોકોના મોતની પુષ્ટિ થઈ ચુકી છે. જ્યારે બાળકો સહિત 70થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં શું ત્રાટકશે ખતરનાક વાવાઝોડું? અંબાલાલ પટેલની આ આગાહી સૌ ટકા સાચી પડી તો..


તમારા ઘરે નવજાત બાળકો હોય તો સાવધાન! આ રીતે ગરમીએ 2 માસૂમનો ભોગ લીધો, પરિવારમાં માતમ


ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સવેંદના વ્યક્ત કરી



મહત્વનું છે કે આગની ઘટનામાં આખું ગેમઝોન આગમાં બળીને ખાખ થઇ ગયું છે. આ ગેમઝોનમાંથી 70થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. ગેમઝોનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. 



રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટના મામલે CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. રાજ્યના સીએમે તાત્કાલિક બચાવ અને રાહતની કામગીરી માટે સૂચના આપી છે. મનપા અને વહીવટી તંત્રને સૂચના આપી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તેની પણ સૂચના અપાઈ છે.


રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ: પોલીસ કમિશનર રાજુ ભાગર્વ પહોંચ્યા ઘટના સ્થળે




બે મહિના પહેલાં પણ બોપલમાં TRP મોલમાં આગ લાગી હતી
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના બોપલમાં TRP મોલમાં પણ બે મહિના પહેલાં ભીષણ આગ લાગી હતી. મોલમાં પાંચમા માળે આવેલા બાળકોના ગેમિંગ ઝોનમાં આગ લાગી હતી. જેમાં પાંચમાં માળથી આગ પ્રસરીને ત્રીજા માળ સુધી પહોંચી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં તમામ લોકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.