અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદના પાંજરાપોળ ખાતે થયેલા બીઆરટીએસ (BRTS) અને બાઇક વચ્ચેના અકસ્માત (Accident)મામલાની અસર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગંભીર રીતે વર્તાઇ રહી છે. અકસ્માતની ઘટના બાદ છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા મામલાને પગલે મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા (Vijay Nehra)એ ગત મોડીરાતે અમદાવાદ જનમાર્ગના લિમીટેડના 8 અધિકારીઓની સામુહિક બદલીનો આદેશ કરતા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રમાં સોંપો પડી ગયો છે. આ બદલીના આદેશમાં જનપલ મેનેજરથી માંડી આસિસ્ટન્ટ મેનેજર કક્ષા સુધીના અધિકારીઓનો સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે માર્યો ઢોરમાર અને ગુપ્તાંગમાં નાખ્યું પેટ્રોલ અને મરચાની ભુકી, સુરતની ચોંકાવનારી ઘટના


અકસ્માતમાં બે યુવકોના મોત અને તે બાદ સર્જાયેલા મોટા વિવાદને પગલે મ્યુનિસિપલ કમિશ્નરે અમદાવાદ જનમાર્ગના જનરલ મેનેજરથી લઇ આસિટન્ટ મેનેજર કક્ષાના 8 અધિકારીઓની સામુહિક બદલી કરી નાંખતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સન્નાટો વ્યાપી ગયો છે. 


FASTag : લંબાવાઈ અમલીકરણની તારીખ, છેલ્લી ઘડીએ મળી રાહત


નોંધનીય છે કે બીઆરટીએસ સંચાલનને લઇને છેલ્લા કેટલાય સમયથી વિવાદો ચાલી રહ્યા છે અને તેની વચ્ચે અકસ્માતનમાં બેના મોત થતા મામલો વધુ ગરમાયો છે. ગત સપ્તાહે શહેરના પાંજરાપોળ ચારરસ્તા પર બીઆરટીએસ બસ અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બેના મોતનો મામલો હજી પણ ગજી રહ્યો છે. આ વાતની અસર અમદાવાદ જનમાર્ગ લીમીટેડ એટલે કે બીઆરટીએસના અધિકારીઓ પર થઇ છે. હાલ તો કમિશ્નરે કરેલા બદલીના આ આદેશથી મ્યુનિસિપલ તંત્રમાં સોંપો પડી ગયો છે. ત્યારે જોવાનુ રહે છેકે બદલી કર્યા બાદ બીઆરટીએસના સંચાલનમાં કોઇ ફર્ક પડે છે કે નહી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....