વિજય નેહરા

વર્ચસ્વની લડાઈ? હવે મ્યુનિસિપલ કમિશનરની ખુરશી પર બેસી ગયા મેયર બિજલ પટેલ

અમદાવાદના પશ્ચિમ ઝોન ઉસમાનપુરામાં આવેલી કોર્પોરેશનની ઓફિસે મેયરે અણછાજતું વર્તન કર્યું છે. તેમણે આડકતરી રીતે વિજય નેહરાને સંદેશો આપ્યો હોય તેવી ઘટના બની છે. કમિશનરની ખુરશી પર મેયર બેસી ગયા હતા. 

Jun 3, 2020, 09:29 PM IST

વિજય નેહરાને આખરે 'ગામડે' મોકલી દેવાયા ! મુકેશ કુમાર અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાની આખરે બદલી કરી દેવામાં આવી છે. વિજય નેહરાને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર પદ પરથી હટાવીને તેમની બદલી ગાંધીનગર ખાતે રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. જ્યારે મુકેશ કુમારની નિમણુંક અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કરવામાં આવી છે.

May 17, 2020, 09:16 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા હોમ ક્વોરન્ટાઇન, ચાર્જ મુકેશ કુમારને સોંપાયો

- અસંતોષના કોરોનાથી સંક્રમિત થયા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા?
- મેયર સહિત કોર્પોરેશનની રાજકીય બોડી સાથે ઘર્ષણના અનેક સમાચારો આવ્યા હતા
- મેયર અને કમિશ્નર વચ્ચેના અણબનાવની વાતો છેક મુખ્યમંત્રી સુધી પણ પહોંચી હતી

May 5, 2020, 07:14 PM IST

કોરોના સામેની આ લડાઈ લાંબી, બધાએ ભેગા મળીને આ વાયરસ સામે જીતવાનું છે: AMC કમિશનર

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આજે કોરોના પર થઈ રહેલી એએમસીની કામગીરી અને અન્ય મહત્વની બાબતો પર જાણકારી આપી. તેમણે કહ્યું કે શહેરમાં કોરોનો પોઝિટિવ કેસનો ડબલીંગ રેટ 12 દિવસનો થયો છે. ત્રીજા તબક્કામાં લોકડાઉનનું 100 ટકા પાલન કરવું પડશે. લોકડાઉનથી અમદાવાદને ફાયદો થયો છે. તેમણે એમ પણ કહ્યું કે સારા સમાચાર એ છે કે મોટી સંખ્યામાં લોકો સાજા થઈને પોતાના ઘરે જઈ રહ્યાં છે. 

May 4, 2020, 01:32 PM IST

કોરોનાના કેસ વધતા અમદાવાદમાં વધુ ત્રણ વિસ્તાર રેડ ઝોનમાં સામેલઃ AMC

વિજય નેહરાએ કહ્યું કે, શહેરમાં 20 હજાર કરતા વધુ માસ્ક અને 4 હજાર કરતા વધુ સેનેટાઇઝરની બોટલનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું છે. નવા નિયમનો અમલ કરાવવા 104 ટીમ કામ કરી રહી છે. 

May 1, 2020, 01:22 PM IST

અમદાવાદમાં આજથી ફેરીયાઓ, દુકાનદારો માસ્ક નહીં પહેરે તો એએમસી ફટકારશે મોટો દંડ

નેહરાએ વધુમાં કહ્યું કે "આ જ સંદર્ભે એએમસી દ્વારા બીજો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે ઘણા સમય પહેલા માસ્ક અમદાવાદમાં ફરજિયાત કરવામાં આવ્યાં હતાં અને 5000 રૂપિયા સુધીનો સામાન્ય નાગરિકને પણ જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ દંડની જોગવાઈ છે. 
 

May 1, 2020, 09:53 AM IST

વિજય નહેરા છવાયા! લોકોએ સોશિયલ મીડિયામાં વધાવ્યો તેમનો નિર્ણય

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોનો ડબલિંગ રેટ ચાર દિવસથી લંબાઈને આઠ દિવસનો થયો હોવાની જાણકારી આપતા મ્યુ. કમિશનરે કહ્યું હતું કે જો દુકાનો ખોલાય તો ઈન્ફેક્શનના ફેલાવામાં વધારો થવાની શક્યતા છે. 

Apr 26, 2020, 04:40 PM IST

અમદાવાદના આ છ વોર્ડમાં કોઈ છૂટછાટ નહીં, બાકીના 42 વોર્ડમાં ખોલી શકાશે દુકાનો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની જાણકારી આપી. આજે ગુજરાત સરકાર દ્વારા આવતી કાલથી રાજ્યમાં દુકાનો ખોલવા અંગે જે નિર્ણય જાહેર કરાયો તે બાબતે અમદાવાદની પરિસ્થિતિ વિશે માહિતી રજુ કરી. તેમણે કહ્યું કે અમદાવાદના મધ્ય ઝોનના 4 વોર્ડ અને દક્ષિણ ઝોનના 2 વોર્ડ કન્ટેઈનમેન્ટ વોર્ડ જાહેર કરાયા છે. દુકાનો ખોલવાના નિયમો આ વિસ્તારોમાં લાગુ નહીં પડે. શહેરના અન્ય 42 વોર્ડમાં દુકાનો ખુલવાની શરતો લાગુ પડશે. આ વિસ્તારોમાં ખાડીયા, જમાલપુર, શાહપુર, દાણીલીમડા અને બહેરામપુરાનો સમાવેશ થાય છે. તેમના જણાવ્યાં મુજબ હાલ અમદાવાદમાં 1595 એક્ટિવ કેસ છે. 

Apr 25, 2020, 06:50 PM IST
Mayor Bijal Patel came to the help the Corona Warrior after video went viral PT11M42S

AMCએ શાકભાજી-કરિયાણાના કામકાજ સાથે સંકળાયેલા સુપર સ્પ્રેડરને ટાર્ગેટ કરવાનું અભિયાન ઉપાડ્યુંઃ નેહરા

આ સાથે મનપા કમિશનવર નેહરાએ કહ્યું કે, શહેરમાં કેસોની સંખ્યા ઘટી રહી છે. તેમણે કહ્યું કે, આપણે ઘણા દેશો કરતા પણ વધારે ટેસ્ટો કર્યાં છે. કોઈએ ડરવાની જરૂર નથી, પણ સાવચેતી જરૂર રાખવાની છે. 
 

Apr 22, 2020, 01:19 PM IST

કોરોનાના મહા સંકટમાં અમદાવાદ, હજુ લોકો નહીં ચેતે તો સ્થિતિ બનશે વધુ ખરાબ

 શહેરના અનેક વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરી કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. હવે બચવાનો એકમાત્ર ઉપાય કર્ફ્યૂનું ચુસ્ત પાલન અને સોશિયલ ડિસ્ટેન્સિંગ છે. તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે પરંતુ ઘણા લોકો હજુ સમજતા નથી. થોડા લોકોના કારણે આખું શહેર મુશ્કેલીમાં આવી શકે છે. 

Apr 20, 2020, 08:21 AM IST

અમદાવાદમાં જો 500 કેસ સામે ન આવ્યાં હોત તો 2 લાખ નવા કેસ થાત: મ્યુ.કમિશનર 

ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પોઝિટિવ કેસોનો આંકડો 1021 થયો છે. જ્યારે 38 લોકોએ જીવ ગુમાવ્યાં છે. એમા પણ અમદાવાદમાં તો કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અમદાવાદમાં નવા 45 કેસો સાથે આંકડો 590 પર પહોચ્યો છે

Apr 17, 2020, 01:30 PM IST

AMC કમિશનર વિજય નેહરાની ભયંકર આગાહી, વાંચીને ઉડી જશે નિંદર

અમદાવાદમાં કોરોના પોઝિટિવ (Coronapositive) કેસમાં બહુ ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્યારે પરિસ્થિતિ વધારે કથળશે એવી આશંકા AMC કમિશનર વિજય નેહરાએ વ્યકત કરી છે.

Apr 16, 2020, 05:52 PM IST

Corona LIVE : બોપલમાં પોઝિટિવ કેસ આવતા હડકંપ, આખો કોમ્પ્લેક્સ ક્વોરન્ટીન

કોરોનાનુ હોટ સ્પોટ બનેલા અમદાવાદમાં આજે 13 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 295 કોરોના પોઝિટવ થઇ ચુક્યા છે. જો કે બોપલમાં એક યુવકને કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. ક્રિષ્ના કોમ્પ્લેક્સને ક્વોરન્ટીન કરવામાં આવ્યું છે. આ યુવકને રામોલની ફેક્ટરીમાંથી ચેપ લાગ્યો હોવાનું હાલ તંત્રનું માનવું છે.

Apr 13, 2020, 07:10 PM IST

આવતીકાલ સવાર 6 વાગ્યાથી તમામ વ્યક્તિઓ માટે જાહેર જગ્યા પર માસ્ક ફરજિયાત, નહીંતર 5000 રૂપિયા દંડ 

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કોરોનાને કડક હાથે ડામવા માટે મહત્વનો નિયમ જાહેર કર્યો છે

Apr 12, 2020, 12:53 PM IST

અમદાવાદના નવા 13 કેસ લોકલ ટ્રાન્સમીશનથી, શહેરમાં કુલ 77 સંક્રમિતો

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કોરોના વાયરસને રોકવા માટે અનેક પગલાં ભરવામાં આવી રહ્યાં છે, છતાં શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે.  

Apr 7, 2020, 12:21 PM IST

કોરોના વાયરસ સામે લડવા અમદાવાદ કોર્પોરેશને મોબાઇલ ટેસ્ટીંગ વાન કરી લોન્ચ

અમદાવાદમાં સતત વધી રહેલા કેસોને રોકવા માટે મહાનગર પાલિકા પણ સતત પગલાં ભરી રહ્યું છે. હવે મનપાએ વધુમાં વધુ ટેસ્ટ કરવાનું કાર્ય હાથમાં લીધું છે. 
 

Apr 7, 2020, 11:13 AM IST

અમદાવાદ કોર્પોરેશને તમામ મોલ્સ કરાવ્યા બંધ, પોલીસ પણ કરશે કડક કાર્યવાહી

લોકડાઉન દરમિયાન જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે અનાજ-કરીયાણાની દુકાન- મોલ ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા ડી માર્ટ, ઓશિયા માર્ટ, બિગ બજાર અને રિલાયન્સ સહિતના તમામ 36 મોલ અને સ્ટોરને બંધ રાખવા માટેના નિર્દેશ આપ્યા છે. આ સ્ટોરને હવે માત્ર હોમ ડિલિવરી માટે જ ખુલ્લા રાખી શકાશે. અલગ અલગ વિસ્તાર અનુસાર તમામ સ્ટોર બંધ રાખવા માટે નામ સાથે આદેશ આપવામાં આવ્યા છે.

Mar 29, 2020, 12:18 AM IST

Corona પર કાબૂ મેળવવા મ્યુનિસિપલ કમિશનરની મોટી જાહેરાતો, તાત્કાલિક અસરથી બંધ કરાયા પાનના ગલ્લાઓ

રાજ્યમાં કોરોનાના પાંચ પોઝિટિવ કેસને લઈ તંત્ર વધુ સજ્જ થઈ રહ્યું છે. આ અંગે આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યાં હતાં.

Mar 20, 2020, 01:45 PM IST

અમદાવાદ: મ્યુનિ. કમિશ્નરે એકાએક હેપ્પી સ્ટ્રીટને નો વ્હિકલ ઝોન જાહેર કરતા વિવાદ

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ રોડને નો- વ્હિકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. લોકો પાસેથી મેળવાયેલા ફીડબેકને આધારે આ પ્રકારે હેપ્પી સ્ટ્રીટ રોડને નો- વ્હિકલ ઝોન જાહેર કરવા અંગે મ્યુનિસિપલ સત્તાવાળાઓ એ કારોબારી સમિતીના તાકીદના કામ તરીકે નિર્ણય કર્યો છે. જો કે આ સમગ્ર મુદ્દે આખાય મામલામાં શહેર પોલીસની ટ્રાફીક બ્રાન્ચનો કોઇ અભિપ્રાય ન લેવાયો હોવાથી વિવાદ સર્જાયો છે.

Mar 5, 2020, 07:17 PM IST