દેશમાં ભાજપ-કોંગ્રેસની ભઠ્ઠી ગરમ થઈ ગઈ છે એને ઠંડી પાડવા આપ-બિટીપીનું ગઠબંધન થવાનું છે: છોટુભાઈ વસાવા
ગુજરાતમાં વિધાનસભા ચુંટણીના ભણકારા વાગી રહ્યાં છે, તો બીજી બાજુ ભરૂચ જિલ્લાના ચંદેરિયા ખાતે બીટીપીએ આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધન મુદ્દે એક મહત્ત્વની બેઠક યોજી ત્રીજા મોરચાની તૈયારીઓનો આરંભ કરી દીધો છે. 1 મે ના રોજ ગુજરાતનાં સ્થાપના દિવસે સુરત જિલ્લાના કામરેજ ખાતે આપ અને બીટીપીનું મહાસંમેલન યોજાશે, જેમાં ગઠબંધનની જાહેરાત કરાશે.
ઝી ન્યૂઝ/નર્મદા: રાજ્યમાં હવે વિધાનસભાની ચૂંટણીનો ગરમાવો ચાલી રહ્યો છે ત્યારે સત્તાધારી પક્ષને સત્તામાંથી હટાવવા માટે વિરોધ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. હવે કોંગ્રેસ બાદ આપ અને બિટીપીનું ગઠબંધન થવાનું હોવાની માહિતી મળી રહી છે. 1 મે ના રોજ ગુજરાતનાં સ્થાપના દિવસે સુરત જિલ્લાના કામરેજ ખાતે આપ અને બિટીપીનું મહાસંમેલન યોજાશે. જેમાં ગઠબંધનની જાહેરાત કરાશે, મહાસંમેલનમાં નયા ગુજરાતનો સંકલ્પ લેવાશે.
ગુજરાતમાં વિધાનસભા ચુંટણીના ભણકારા વાગી રહ્યાં છે, તો બીજી બાજુ ભરૂચ જિલ્લાના ચંદેરિયા ખાતે બીટીપીએ આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધન મુદ્દે એક મહત્ત્વની બેઠક યોજી ત્રીજા મોરચાની તૈયારીઓનો આરંભ કરી દીધો છે. 1 મે ના રોજ ગુજરાતનાં સ્થાપના દિવસે સુરત જિલ્લાના કામરેજ ખાતે આપ અને બીટીપીનું મહાસંમેલન યોજાશે, જેમાં ગઠબંધનની જાહેરાત કરાશે. આ બેઠકમાં બિટીપીના સૌરક્ષક ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા, બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા,સહિત મોટી સંખ્યામાં બીટીપીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
મિશન 182ને પાર પાડવા ગોઠવાયો તખ્તો! ‘વન ડે વન ડીસ્ટ્રીક’ કાર્યક્રમ અંતર્ગત પાટિલે રણનીતિ ઘડી
બીટીપીના સૌરક્ષક છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપે ગુજરાતમાં આટલાં વર્ષો શાસન કર્યું પણ એસ.સી, એસટી, ઓબીસી, માયનોરિટીનાં લોકોને કોઈ લાભ આપ્યા નથી. ભાજપના લોકો સત્તામાં નિષ્ફળ ગયા એટલે લોકોને મનાવવા માટે પીએમ મોદીને ગુજરાતમાં બોલાવી રેલીઓ કરે છે. ભાજપે રામ નવમીના દિવસે હિંદુ-મુસ્લિમો વચ્ચે ઝઘડા કરાવી એક તરફી વોટ લેવા કાવતરું રચ્યું છે. ભાજપ અનામત, સંવિધાનનો વિરોધી છે, ખાનગીકરણથી ગરીબો અને મૂળ જાતિના લોકો મરી રહ્યાં છે. અમને આપ પાર્ટીની વિકાસની ફોર્મ્યુલા અને મફત શિક્ષણ-આરોગ્ય-પાણીની યોજનાથી પ્રભાવિત થઈ ગઠબંધન કરવાના છે.
આ વર્ષે કેરીનો સ્વાદ ચાખવા મળે તોય બસ! ભયાનક માહોલ વચ્ચે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
દેશમાં ભાજપ કોંગ્રેસની ભઠ્ઠી ગરમ થઈ ગઈ છે એને ઠંડી પાડવા આપ-બિટીપીનું ગઠબંધન કરી 1 મે ના રોજ મોટું સંમેલન કરવાના છે. ત્યારે BTP ના અધ્યક્ષ મહેશ વસાવા એ પણ ભાજપ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અમે નવા ગુજરાત સંકલ્પ નું નામ આ આવનારા સંમેલનનું આપવામાં આવશે અને આપ સાથે હાલ વાતચીત થઇ રહી છે કારણ કે જેમ સગાઇ કરતા પહેલા જેમ છોકરી છોકરાને જોવામાં આવે અને બંને વચ્ચે સગાઇ થયા બાદ લગ્ન નક્કી કરવામાં આવે છે જેમ હાલ એકબીજાના વિચાર મળે છે કે કેમ એવું જોવામાં આવી રહ્યું છે અને કેજરીવાલ પર અમને ભરોષો છે માટે અમે આમ આદમી પાર્ટી જોડે ગઠબંધન કરવા જઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube